કેરળમાં મંગળવારે કોરોના વાયરસનાં 13,550 નવા કેસ નોંધાયા હતા, જેમાંથી 90 આરોગ્ય કર્મચારીઓ છે. નવા દર્દીઓ સામે આવ્યા બાદ રાજ્યમાં કુલ કેસ વધીને 29,10,507 થઈ ગયા છે. વળી, વાયરસનાં કારણે વધુ 104 લોકોનાં મોત બાદ મૃત્યુની સંખ્યા 13,093 પર પહોંચી ગઈ છે.

નવા આઇટી નિયમ / રવિશંકર પ્રસાદ અને શશી થરૂરનું એકાઉન્ટ લોક થયા બાદ સંસદિય સમિતીએ ટ્વિટર પાસે માંગ્યો જવાબ
કેરળમાં સંક્રમણ દર 11 ટકા
મુખ્યમંત્રી પી વિજયનએ પત્રકારોને જણાવ્યું હતું કે, આ સંક્રમણમાંથી 10,283 લોકો ઠીક થયા છે, ત્યારબાદ સંક્રમણ મુક્ત એવા દર્દીઓની સંખ્યા વધીને 27,97,779 થઈ ગઈ છે, જ્યારે સંક્રમણથી સારવાર લઈ રહેલા દર્દીઓની સંખ્યા 99,174 છે. છેલ્લા 24 કલાકમાં, 1,23,225 સેમ્પલોનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે અને સંક્રમણ દર 11 ટકા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 2,29,32,942 સેમ્પલોનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. સૌથી વધુ કેસ મલપ્પુરમથી સામે આવ્યા છે. જ્યાં 1708 લોકોને સંક્રમિત થયા છે. ત્યારબાદ કોલ્લમમાં 1513, ત્રિશૂરમાં 1483 અને એર્નાકુલમમાં 1372 કેસ નોંધાયા છે. નવા કેસોમાંથી 47 લોકો અન્ય રાજ્યોમાંથી આવ્યા છે, જ્યારે 12,660 લોકો ચેપગ્રસ્ત લોકોનાં સંપર્કને કારણે મહામારીની પકડમાં આવી ગયા છે.

કેરળમાં અંતિમ સંસ્કાર માટે ઘરે લઈ જવાની મંજૂરી
કેરલામાં કોરોના મહામારીનું સંકટ હજી યથાવત છે, પરંતુ આ દરમ્યાન, કેરળ સરકારે કોરોનાથી મૃત્યુ પામેલા લોકોનાં સંબંધીઓને અંતિમ સંસ્કાર માટે ઘરે લઈ જવાની મંજૂરી આપી છે. કેરળ સરકારનાં નિર્ણય બાદ હવે પરિવારનાં સભ્યો મૃતદેહનાં અંતિમ સંસ્કારથી સંબંધિત રિવાજો પૂર્ણ કરી શકે છે. અગાઉ, કોવિડ પ્રોટોકોલ હેઠળ, કોરોનાથી મૃત્યુ પામેલા લોકોનાં સંબંધીઓને ઘરે લઈ જવાની મંજૂરી નહોતી.

કેબિનેટ માં ફેરબદલ અથવા કંઇક. / કેન્દ્રીય મંત્રીમંડળની આજે બેઠક યોજાશે જેમાં પીએમ મોદી કેબિનેટ વિસ્તરણ અંગે મોટા સંકેતો આપી શકે છે
દેશમાં કોરોના સંક્રમણનાં એક્ટિવ કેસ 5.52 લાખ, જેમાંથી 1 લાખ કેરળમાં
કેરળમાં કોરોના સંક્રમણનો દર અટકવાનું નામ નથી લઈ રહ્યો. એક તરફ દેશમાં સંક્રમણનાં કેસોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે, તો બીજી તરફ, કેરળમાં દરરોજ પાંચ અંકોમાં સંક્રમણનાં નવા કેસો આવી રહ્યા છે. દેશમાં કોરોના સંક્રમણનાં એક્ટિવ કેસ 5.52 લાખ છે, જેમાંથી 1 લાખ કેરળમાં જ છે. કેરળનાં મુખ્યમંત્રી પિનરાય વિજયનએ સમીક્ષા બેઠક બાદ જણાવ્યું હતું કે, મહામારી દરમ્યાન સૌથી મોટો મુદ્દો એ છે કે કોરોનાથી મૃત્યુ બાદ સંબંધીઓ તેમના સ્વજનનો ચહેરા જોઈ શકતા નથી.

