Rajyasabha/ રાજ્યસભામાં ચાર સાંસદોની વિદાય, PM મોદીએ થયાં ભાવુક, પછી થયું આવું…

પ્રધાનમંત્રી મોદીની છબિ એક કરિશ્માતી નેતા સાથે જ એક સંવેદનશીલ નેતા તરીકે થાય છે. હાલમાં જ રાજ્યસભામાં ચાર સાંસદોનો વિદાય સમારંભ યોજાયો. જેમાં પ્રધાનમંત્રી મોદીએ

Top Stories India
modi રાજ્યસભામાં ચાર સાંસદોની વિદાય, PM મોદીએ થયાં ભાવુક, પછી થયું આવું...

પ્રધાનમંત્રી મોદીની છબિ એક કરિશ્માતી નેતા સાથે જ એક સંવેદનશીલ નેતા તરીકે થાય છે. હાલમાં જ રાજ્યસભામાં ચાર સાંસદોનો વિદાય સમારંભ યોજાયો. જેમાં પ્રધાનમંત્રી મોદીએ ખાસ હાજરી આપી અને સંબોધન કર્યુ. અચાનક જ એવાં સંસ્મરણો તાજા થયા ભાવુક થયા પ્રધાનમંત્રી મોદી અને સંસ્મરણોની યાદો તાજી કરી. આ જ નિખાલસ સ્વભાવને કારણે વિપક્ષમાં પણ પ્રધાનમંત્રી મોદી લોકપ્રિય છે. જોઇએ વિશેષ અહેવાલ…

Image result for pm modi in rajya shbha

સ્મૃતિ પટલ પર મોદી

  • રાજ્યસભામાં ચાર સાંસદોની વિદાય
  • 1 PDP,1 ભાજપ,1 કોંગ્રેસ સાંસદની વિદાય
  • કાર્યકાળ પૂર્ણ થતાં અપાઇ વિદાય

નવમી ફેબ્રુઆરીનો દિવસ અને સંસ્મરણોની સોગાત. જી હા, આ વાકય એટલા માટે કહેવું પડે કે રાજ્યસભામાં જમ્મુ કાશ્મીરનાં ચાર સાંસદોને વિદાય અપાઇ કારણકે જમ્મુ કાશ્મીરનાં ચાર સાંસદોનો કાર્યકાળ આજે પૂર્ણ થયો. PDPનાં બે, કોંગ્રેસનાં એક અને ભાજપનાં એક સાંસદનો કાર્યકાળ પૂર્ણ થયો જેને લઇને રાજ્યસભામાં આજે તેમને સત્તાવાર રીતે વિદાય આપવામાં આવી.

  •  પ્રધાનમંત્રી મોદીએ કર્યુ સંબોધન
  • અચાનક ભાવુક થયાં પ્રધાનમંત્રી મોદી
  • સંબોધન દરમિયાન રડી પડયા પ્રધાનમંત્રી  

આ પ્રસંગે PM મોદીએ રાજ્યસભામાં હાજરી આપી અને સંબોધન કર્યુ….કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા ગુલામનબી આઝાદની PM મોદીએ પ્રશંસા કરી.અને એક ખાસ ઘટનાને યાદ કરી સંસ્મરણો વાગોળ્યા…PM મોદીએ રાજ્યસભામાં જૂના સંસ્મરણો વાગોળતા જણાવ્યું કે જયારે તેઓ ગુજરાતનાં મુખ્યમંત્રી હતા ત્યારે ગુલામનબી આઝાદ જમ્મુ કાશ્મીરનાં મુખ્યમંત્રી હતા.તે સમયે જયારે જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલો થયો ત્યારે આ હુમલામાં ગુજરાતી યાત્રીઓનાં મોત થયા હતા….તે વખતે તત્કાલિન જમ્મુ કાશ્મીરનાં મુખ્યમંત્રી ગુલામનબી આઝાદે મને ફોન કર્યો હતો….ફોન પર ગુલામનબી આઝાદ રડી પડયા હતા.આ ઘટનાને વાળોગતા જ PM મોદી ભાવુક થઇ રડી પડયા હતા.PM મોદીનાં ગળામાં ડૂમો ભરાઇ ગયો…અને PM મોદી ભાવુક થઇ ગયા.

  •  પ્રધાનમંત્રી મોદીએ કર્યુ સંબોધન
    વિપક્ષ નેતા ગુલામનબીનાં કર્યા વખાણ
    વિપક્ષને પણ PM મોદીનાં સંબોધન પર માન

વિપક્ષ નેતા ગુલામનબી આઝાદની PM મોદીએ પ્રશંસા કરી હતી. માત્ર પક્ષની જ નહીં પણ દેશની ચિંતા ગુલામનબી આઝાદ કરતા હતા તેમ PM મોદીએ પોતાના સંબોધનમાં જણાવ્યું 2 PDP, 1 ભાજપ, 1 કોંગ્રેસનાં સાંસદ રાજ્યસભામાંની સત્તાવાર વિદાય થતાં PM મોદીએ વિદાય સંબોધન કર્યુ હતુ.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કેગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છેબાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોયચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…