જૂનાગઢ/ નકલી ધારાસભ્ય: MLA ગુજરાતનું બોર્ડ કારમાં રાખી રોફ જમાવનાર આધેડ ઝડપાયો

જૂનાગઢમાં રાતે સાબલપુર ચોકડી પાસેથી એક શખ્સ એમ.એલ.એ. ગુજરાત લખેલી કાર લઈને પોતાને પૂર્વ પશુપાલન મંત્રીનો અંગત મદદનીશ હોવાનો રોફ જમાવી નીકળ્યો હતો.

Top Stories Gujarat Others
નકલી ધારાસભ્ય
  • જુનાગઢ : નકલી PMO,CMO બાદ હવે નકલી ધારાસભ્ય
  • નકલી ધારાસભ્યનો રોફ જમાવતો યુવાન ઝડપાયો
  • 53 વર્ષીય આધેડને તાલુકા પોલીસે ઝડપી લીધો
  • કારમાં MLA GUJARAT લખી જમાવતો રોફ

@અમાર બખાઇ 

Junagadh News: જૂનાગઢમાં રાતે સાબલપુર ચોકડી પાસેથી એક શખ્સ એમ.એલ.એ. ગુજરાત લખેલી કાર લઈને પોતાને પૂર્વ પશુપાલન મંત્રીનો અંગત મદદનીશ હોવાનો રોફ જમાવી નીકળ્યો હતો, જેને પોલીસે વાહન ચેકિંગ દરમિયાન નકલી ધારાસભ્યને ઝડપી લઈને ગુન્હો દાખલ કર્યો છે.

Untitled 7 નકલી ધારાસભ્ય: MLA ગુજરાતનું બોર્ડ કારમાં રાખી રોફ જમાવનાર આધેડ ઝડપાયો

જૂનાગઢ તાલુકા પીએસઆઈ એસ.એ.ગઢવી સહિતનો સ્ટાફ રાતે 10 વાગ્યાના અરસામાં સાબલપુર ચોકડી ઉપર વાહન ચકીંગમાં હતા, તે સમયે વડાલ રાજકોટ તરફથી આવી રહેલ આઈ ટેન કાર નંબર જીજે.૧૧. એસ.૬૬૩૧ ને અટકાવી હતી, જે કારના ડેસ્ક ઉપર લાલ અક્ષરમાં બોર્ડ માર્યું હતું, જેમાં એમ.એલ.એ.ગુજરાત અને કમળનું નિશાન દોયું હતું, જેથી પોલીસે કારના ચાલક રાજેશ જયંતિ જાદવ મૂડ મેંદરડાના સીમાસી ગામનો અને જૂનાગઢના વાડલા ફાટક પાસે રહે છે.

Untitled 7 1 નકલી ધારાસભ્ય: MLA ગુજરાતનું બોર્ડ કારમાં રાખી રોફ જમાવનાર આધેડ ઝડપાયો

પોલીસે રાજેશને પૂછ્યું કે તેઓ ધારાસભ્ય છે. ત્યારે રાજેશે જણાવ્યું કે, તે ધારાસભ્ય નથી, પરંતુ પૂર્વ પશુપાલન મંત્રી પરશોતમ સોલંકીનો અંગત મદદનીશ હોવાનું કહીને રોફ જમાવ્યો હતો, જેથી પોલીસે કારની તલાસી લેતા તેમાંથી એમ.એલ.એ.ગુજરાત લખેલું બોર્ડ અને પશુપાલન મંત્રી ગુજરાત રાજ્ય પરશોતમ સોલંકીના અંગત મદદનીશ તેવું લખાણ વાળા વિઝીટીંગ કાર્ડ મળી આવ્યા હતા.

Untitled 7 2 નકલી ધારાસભ્ય: MLA ગુજરાતનું બોર્ડ કારમાં રાખી રોફ જમાવનાર આધેડ ઝડપાયો

જેથી પોલીસે રાજેશ સામે પોતે ધારાસભ્ય ન હોવા છતાં ધારાસભ્યનું બેનર મારીને ફરતો હોયે તેની સામે આઈપીસી કલમ 170 અન્વયે કાર્યવાહી કરીને ગુન્હો દાખલ કર્યો અને કાર અને મોબાઇલ કબજે કરીને કાર્યવાહી કરી હતી.


whatsapp ad White Font big size 2 4 નકલી ધારાસભ્ય: MLA ગુજરાતનું બોર્ડ કારમાં રાખી રોફ જમાવનાર આધેડ ઝડપાયો


 

આ પણ વાંચો:ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને HCનો ઝટકો, આગોતરા જામીન અરજી ફગાવી

આ પણ વાંચો:AAP પછી BAPનો જલવો… ત્રણ મહિના પહેલા બનેલી પાર્ટીએ જીતનું રણશિંગુ ફૂંક્યું

આ પણ વાંચો:મહેસાણામાં કુટુંબ નિયોજનના ઓપરેશનમાં કૌભાંડ, સરકારને ખોટા ડેટા આપ્યાનો ખુલાસો