Not Set/ અખિલેશ યાદવે સરકાર પર કર્યા આકરા પ્રહાર, મજૂરો પાસેથી પૈસા લેવા શરમજનક

સમાજવાદી પાર્ટીનાં વડા અને ઉત્તર પ્રદેશનાં ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અખિલેશ યાદવ એ ટ્વીટ કરીને ભારતીય જનતા પાર્ટી પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યુ કે, ભાજપ સરકાર ગરીબ, લાચાર મજૂરો પાસેથી પૈસા લઇને ટ્રેન દ્વારા ઘરે લઈ જવાના સમાચાર શરમજનક છે. જણાવી દઇએ કે, લોકડાઉન દરમિયાન, રાજ્ય સરકારો દ્વારા પરપ્રાંતિય મજૂરોને તેમના ઘરે જવાની વિશેષ […]

India
404088bbb41fbf9af71ccc5745812e77 2 અખિલેશ યાદવે સરકાર પર કર્યા આકરા પ્રહાર, મજૂરો પાસેથી પૈસા લેવા શરમજનક

સમાજવાદી પાર્ટીનાં વડા અને ઉત્તર પ્રદેશનાં ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અખિલેશ યાદવ એ ટ્વીટ કરીને ભારતીય જનતા પાર્ટી પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યુ કે, ભાજપ સરકાર ગરીબ, લાચાર મજૂરો પાસેથી પૈસા લઇને ટ્રેન દ્વારા ઘરે લઈ જવાના સમાચાર શરમજનક છે. જણાવી દઇએ કે, લોકડાઉન દરમિયાન, રાજ્ય સરકારો દ્વારા પરપ્રાંતિય મજૂરોને તેમના ઘરે જવાની વિશેષ ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી છે. આ માટે 6 ટ્રેનો દોડાવવામાં આવી હતી અને આ ટ્રેનોની ટિકિટ નથી. પરંતુ સંબંધિત રાજ્ય સરકાર ટિકિટનો ભાવ વહન કરશે.

સમાજવાદી પાર્ટીનાં અધ્યક્ષ અને પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે ભારતીય જનતા પાર્ટી પર નિશાન સાધ્યું છે. તેમણે રવિવારે ટવીટ કરીને લખ્યું છે કે, ‘ટ્રેનથી પરત ઘરે લઇ જવામાં આવે રહેલ ગરીબ, લાચાર મજૂરો પાસેથી ભાજપ સરકાર પૈસા લેવાનાં સમાચાર ખૂબ જ શરમજનક છે. આજે સ્પષ્ટ થઇ ગયુ છે કે મૂડીવાદીઓનાં અબજો રૂપિયા માફ કરનાર ભાજપ, અમીરોની સાથે છે અને ગરીબોની વિરુદ્ધ છે. ખરાબ સમયે શોષણ કરવું એ સરકારનું નહીં પણ વ્યાજખોરોનું કામ છે.

વળી બીજા ટ્વીટમાં લખ્યું, ‘હવે ભાજપનાં આહત સમર્થકો પણ વિચારી રહ્યા છે કે જો સમાજનાં ગરીબ વર્ગમાંથી પણ ઘરે મોકલવા માટે સરકારને પૈસા લેવા પડે, તો વિવિધ ભંડોળનાં કરોડો રૂપિયા, તમામ દબાણ અને ભાવનાત્મક અપીલ કરીને નખાવવામાં આવેલા છે તેનુ શું થશે? હવે યુપીમાં આરોગ્ય સેતુ એપથી 100 રૂપિયા વસૂલ કરવાના સમાચાર છે.ત્રીજા ટ્વીટમાં લખ્યું છે કે, ‘યુપીનાં જુદા જુદા ક્વોરેન્ટાઇન સેન્ટરોથી ગેરવર્તનનાં સમાચાર સામે આવી રહ્યા છે. ક્યાંક ભૂખ હડતાલ પર બેઠેલી મહિલાઓને શાસન તરફી ધમકી મળી, તો ક્યાંક ખાવા-પીવાની અછતની ફરિયાદનાં બદલામાં સિસ્ટમ સુધારવાની ખાતરી આપવામાં આવી હતી, ત્યારે હવાઈ જહાજમાંથી ફૂલોનો વરસાદનો તર્ક શું છે? ‘

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.