China viral video/ મહિલાની આંખમાં 60 જીવતા જંતુઓ ઘૂમરાયા, આ જોઈને ડોક્ટર પણ સ્તબ્ધ થઈ ગયા

આંખોને શરીરની સૌથી નાજુક ઇન્દ્રિયો કહી શકાય. જ્યાં સહેજ ખૂંચ પણ ભારે પીડા અને અગવડતાને આમંત્રણ આપી શકે છે. જોરદાર પવન અથવા કોઈ પણ વસ્તુના સહેજ ત્રાટકવાથી આંખો લાલ થઈ શકે છે.

Trending Videos
YouTube Thumbnail 2023 12 10T104250.816 મહિલાની આંખમાં 60 જીવતા જંતુઓ ઘૂમરાયા, આ જોઈને ડોક્ટર પણ સ્તબ્ધ થઈ ગયા

આંખોને શરીરની સૌથી નાજુક ઇન્દ્રિયો કહી શકાય. જ્યાં સહેજ ખૂંચ પણ ભારે પીડા અને અગવડતાને આમંત્રણ આપી શકે છે. જોરદાર પવન અથવા કોઈ પણ વસ્તુના સહેજ ત્રાટકવાથી આંખો લાલ થઈ શકે છે. કલ્પના કરો કે જ્યારે હળવા ખૂંચથી આંખોની આ સ્થિતિ થઈ શકે છે. તો વિચારો આવામાં જો એક સાથે અનેક જીવજંતુઓ આંખોમાં સરકવા લાગે તો ચોક્કસ અગવડતાની દરેક હદ વટાવી ગઈ હોત. વાસ્તવમાં, આ હૃદયદ્રાવક કિસ્સો ચીનથી સામે આવ્યો છે, જેના વિશે જાણીને તમારા આંખમા પણ આસુ આવી જશે. વાસ્તવમાં ચીનમાં એક મહિલાની આંખોમાંથી એક,બે નહીં પરંતુ 60થી વધુ રખડતા જંતુઓ દૂર કરવામાં આવ્યા છે.

આ ચોંકાવનારો કિસ્સો ચીનના કુનમિંગથી પ્રકાશમાં આવ્યો છે, જ્યાં ડોક્ટરોની ટીમે એક ભયાનક ઓપરેશન દરમિયાન દર્દીની આંખમાંથી એક-બે નહીં પરંતુ 60થી વધુ જીવતા કીડા કાઢી નાખ્યા. માહિતી અનુશાર  પીડિતાની આંખોમાં ખંજવાળ આવી રહી હતી. તેની સમસ્યા ત્યારે વધી ગઈ જ્યારે ખંજવાળથી રાહત મેળવવા માટે તેની આંખોને આંગળી વડે રબ કરી પછી તેને જોયું કે તેની આંખમાંથી એક પરોપજીવી કીડો નીકળીને બહાર પડી ગયો હતો, જેને જોઈને મહિલા ખૂબ જ ગભરાઈ ગઈ હતી, ત્યારબાદ તેને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી.

તપાસ દરમિયાન, ડોકટરો પણ તે જોઈને દંગ રહી ગયા કે તેની આંખો અને પોપચાની વચ્ચેની જગ્યામાં જંતુઓ સરકતા હતા. ડોકટરોએ તેની જમણી આંખમાંથી 40 થી વધુ અને તેની ડાબી આંખમાંથી 10 જીવતા જંતુઓ કાઢી નાખ્યા. જાણકારી મુજબ, કુલ મળીને, ડોકટરોએ મહિલાની આંખમાંથી 60 થી વધુ પરોપજીવી કીડા કાઢી નાખ્યા.

ઓપરેશન કરનાર ડૉ. ગુઆને કહ્યું, ‘અસામાન્ય રીતે પરોપજીવીઓની સંખ્યા વધુ હોવાને કારણે આ એક દુર્લભ કેસ બની ગયો છે.માહિતી અનુસાર, ડોક્ટરોનું માનવું છે કે, ‘મહિલાને ફિલેરિઓઈડિયા પ્રકારના રાઉન્ડવોર્મથી ચેપ લાગ્યો હતો, જે માખીના કરડવાથી ફેલાય છે.’

પીડિત મહિલાનું માનવું છે કે તેને કૂતરા અથવા બિલાડીઓ દ્વારા ચેપ લાગ્યો છે, જે તેમના શરીર પર ચેપી લાર્વા વહન કરે છે. સ્ત્રી વિચારે છે કે તેને પ્રાણીઓને સ્પર્શ કર્યો હશે અને તરત જ તેની આંખો ચોળી હશે. તેને શંકા છે કે પ્રાણીઓને સ્પર્શ કરવાથી અને તે જ હાથ વડે તેમની આંખો ઘસવાથી ચેપ લાગી શકે છે. આવો જ એક જૂનો વીડિયો ઈન્ટરનેટ પર ઉપલબ્ધ છે, જેમાં એક બાળકની આંખોમાંથી રખડતા જંતુઓને હટાવતા બતાવવામાં આવ્યા છે.

ડૉક્ટરોએ પીડિત મહિલાને વારંવાર ચેકઅપ માટે પાછા આવવા કહ્યું છે, કારણ કે ત્યાં ચેપી લાર્વા રહી શકે છે. ડોકટરોએ એમ પણ કહ્યું કે તેને પાલતુ પ્રાણીઓને સ્પર્શ કર્યા પછી તરત જ તેના હાથ ધોવા જોઈએ. હાલમાં જ અમેરિકાથી આવો જ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યારે ડોક્ટરોની ટીમને એક મહિલાના આંતરડામાં જીવતી માખી મળી આવી છે.


આ પણ વાંચો  : અમદાવાદ/સાબરમતી નદીમાંથી એક જ દિવસમાં 4 મૃતદેહ મળી આવતા અરેરાટી

આ પણ વાંચો  : અમદાવાદ/મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અધિકારીઓ સાથે જશે વિદેશ પ્રવાસે, આ છે કારણ

આ પણ વાંચો : અમરેલી/ભાજપ મહિલા નેતા મધુબેન જોશીની ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે નીકળી અંતિમયાત્રા