નવી દિલ્લી
દિલ્લીમાં ગયા શુક્રવારે પાણી બોર્ડમાં ગટરની સફાઈ કરતી વખતે અનિલ નામના સફાઈ કર્મચારીનું મૃત્યુ થયું હતું. આ સમાચાર સાંભળીને ગરીબી સામે લડી રહેલા અનિલના પરિવાર પર દુખનું આભ તૂટી પડ્યું હતું. સોમવારે સોશિયલ મીડિયામાં અનિલના દીકરાની ફોટો વાયરલ થઇ ગઈ હતી. જેમાં તે મૃત પિતા સામે રડી રહેલો દેખાય છે.
ગટરમાં દમ ઘટવાથી ૬ મોત થયા બાદ હવે દિલ્લી સરકારની આંખ ઉઘડી છે. દિલ્લી સરકાર હાલ મેનહોલમાં કામ કરવામાટે ઉતારનાર માટે કડક નિયમો બનાવવા જઈ રહી છે.
આ ફોટાને વાયરલ થતી જોઇને અનિલના પરિવારને મદદ કરવા માટે સોશિયલ મીડિયામાં સંગઠન બનાવીને ૧૬ લાખ રૂપિયા ભેગા કરી દીધા હતા. થોડા જ કલાકોમાં મોટા ફિલ્મ સ્ટારથી લઈને સામાન્ય માણસ સુધીના સૌ કોઈએ ૩૭ વર્ષીય મૃત અનિલના પરિવારને મદદ કરી એક માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
આ ફંડમાં ઘણા લોકોએ સ્વેરછા તો બીજા લોકોએ ગ્રુપમાં પૈસા ભેગા કરીને મદદ કરી છે. એક એનજીઓના સ્થાપક રાહુલ વર્માના પ્રયત્નને લીધે લોકોએ મદદ કરવાની શરૂઆત કરી હતી. તેમણે ૧૬ દિવસમાં ૨૪ લાખ રૂપિયા ભેગા કરવાનો લક્ષ્ય રાખ્યો હતો પરંતુ માત્ર ચાર કલાકમાં ૧૦ લાખ રૂપિયા ભેગા થઇ ગયા હતા. ૧૫ રૂપિયાથી લઈને ૫૦ હજાર સુધીની લોકોએ મદદ કરી હતી. કુલ મળીને અત્યાર સુધી ૧૬,૨૬,૪૦૦ રૂપિયાનું ફંડ એકત્રિત થઇ ગયું છે.
તમને જણાવી દઈએ કે અનિલનો પરિવાર ઘણો ગરીબ છે અને તેના પરિવારમાં નીલ એક માત્ર કમાનાર પુરુષ હતો. શુક્રવારે પશ્ચિમ દિલ્લીમાં ડાબેરી વિસ્તારમાં ગટર કામની સાફ સફી દરમ્યાન અનિલનું મૃત્યુ થયું હતું.
૬ દિવસ પહેલા થયું હતું ચાર મહિનાનું બાળકનું મૃત્યુ
છ દિવસ પહેલા ચાર મહિના બાળકનું ન્યુમોનિયાના લીધે મૃત્યુ પામ્યું હતું. અનિલના પરિવારમાં પત્ની સિવાય ૧૧ વર્ષ, ૭ વર્ષ અને ૩ વર્ષના ત્રણ બાળકો છે. કેટલાક લોકોએ તેના દીકરા માટે ફિક્સ ડીપોઝીટ કરાવીને રૂપિયા દાનમાં આપ્યા હતા.