સુરેન્દ્રનગર/ ધ્રાંગધ્રા કોર્ટમાં સમાધાન માટે આવેલા વિરમગામના પરિવારને સાસરી પક્ષે બેફામ માર મારતા ચકચાર

કોર્ડની બહાર પકડી ઢસડીને માર મારતા ધ્રાંગધ્રાની પરિણીતા અને એના માતા-પિતા સામે ધ્રાંગધ્રા પોલિસ મથકે ફરીયાદ નોંધાતા પોલિસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Gujarat Others
Untitled 296 ધ્રાંગધ્રા કોર્ટમાં સમાધાન માટે આવેલા વિરમગામના પરિવારને સાસરી પક્ષે બેફામ માર મારતા ચકચાર

સચિન પીઠવા @ સુરેન્દ્રનગર-મંતવ્ય ન્યુઝ

ધ્રાંગધ્રા કોર્ટમાં પતિ-પત્નિના ઝઘડાનો કેસ ચાલતો હતો. ત્યારે ધ્રાંગધ્રા કોર્ડમાં સમાધાન માટે વિરમગામથી આવેલા પુત્ર, માતા અને પિતાને કોર્ડની બહાર પકડી ઢસડીને માર મારતા ધ્રાંગધ્રાની પરિણીતા અને એના માતા-પિતા સામે ધ્રાંગધ્રા પોલિસ મથકે ફરીયાદ નોંધાતા પોલિસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ ઘટના અંગેની પ્રાપ્ત વિગતાનુસાર વિરમગામના ચિરાગ હાઉસિંગ સોસાયટીમાં રહેતા ચેતન મહેન્દ્રભાઇ પરમારના લગ્ન ધ્રાંગધ્રા ખાતે રહેતા ખુશાલભાઇ ચાવડાની દિકરી સોનલબેન સાથે થયા હતા. આ બંને પતિ-પત્નિ વચ્ચે ઝઘડા બાબતનો ધ્રાંગધ્રાની કોર્ટમાં કેસ ચાલતો હતો. જે કેસ બાબતે વિરમગામથી યુવક એના માતા-પિતા સાથે ધ્રાંગધ્રા કોર્ટમાં મુદતે આવ્યા હતા.

જે કેસના સમાધાન બાબતે બાજુના કોમ્પલેક્ષમાં સમાધાનની વાટાઘાટો ચાલતી હતી. ત્યારે યુવકના પિતાએ યુવકની પત્નિને તેડવા માટેની વાત કરતાની સાથે જ મામલો બિચક્યો હતો. અને પરિણીતાના પરિવારજનો ગાળો બોલતાની સાથે યુવક અને એના પરિવારજનો વિરમગામ જવા માટે રોડ પર આવી ગયા હતા. જ્યાં યુવકના સસરા, સાસુ અને પત્નિએ ત્યાં આવીને યુવકને પકડીને એની માતાને પણ માર માર્યો હતો.

અને વધુમાં યુવકના પિતાને રોડ પરથી પકડીને ઢસડવાની સાથે નીચે પાડી દઇ માથામાં પથ્થર અને કાંટાળા લાકડા વડે માર મારતા તેઓ ગંભીર રીતે ઘવાયા હતા. આ સમયે રોડ ઉપર રાડ-બુમને દેકારો મચી ગયા બાદ આજુબાજુમાંથી આવેલા લોકોએ એમને છોડાવ્યા હતા. આથી એમને લોહિલુહાણ હાલતમાં ગાડીમાં વિરમગામ લઇ જઇ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતા. જ્યાં વિરમગામના યુવકે ધ્રાંગધ્રાના ખુશાલ ભાણાભાઇ ચાવડા, લક્ષ્મીબેન ખુશાલભાઇ ચાવડા અને સોનલબેન ખુશાલભાઇ ચાવડા મળી ત્રણેય વિરૂદ્ધ ધ્રાંગધ્રા તાલુકા પોલિસ મથકે ફરીયાદ નોંધાવતા વધુ તપાસ ધ્રાંગધ્રા તાલુકા પોલિસ ચલાવી રહી છે.