attacked/ સુરતમાં રાજકીય નેતા મનોજ સોરઠીયા પર જીવલેણ હુમલો

સુરતથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે,સુરતના રાજકીય નેતા મનોજ સોરઠીયા પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે.

Top Stories Gujarat
  • સુરતમાં મનોજ સોરઠીયા પર હુમલો
  • સીમાડા વિસ્તારમાં ઘટના બની હોવાની માહિતી
  • ઇજાગ્રસ્ત મનોજ સોરઠીયાને હોસ્પિટલ ખસેડાયા
  • સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી

ગુજરાતમાં રાજકીય વ્યક્તિ પર હુમલાઓની ઘટનાઓ ખુબ વધી રહી છે ,સુરતથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે,સુરતના રાજકીય નેતા મનોજ સોરઠીયા પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. તેમના પર તીક્ષણ હથિયાર વડે હુમલો કરતા તેમને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

ગણેશ ઉત્સવની તૈયારી દરમિયાન થયો હુમલો
સીમાડા ચોકડી ખાતે દર વર્ષે ગણેશ ઉત્સવનું આયોજન કરવામાં આવતું હોય છે તે મુજબ આ વખતે પણ મંડપનું આયોજન થઈ રહ્યું હતું જેને જોવા માટે રાજકીય નેતા મનોજ સોરઠીયા પહોંચ્યા હતા એ દરમિયાન જ કેટલાક વ્યક્તિઓ દ્વારા એકાએક મંડપ પાસે પડેલા બામ્બુ અને લોખંડના પાઇપ વડે હુમલો કરવાનું શરૂ કરાયું હતું.

ઉલ્લેખનીય છે કે આ હુમલાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને આ મામલે સઘન તપાસ હાથ ધરી છે  ક્યાં લુખ્ખા તત્વોએ હુમલો કર્યો છે તેની સપાસ હાલ કરવામાં આવી રહી છે.