kerala news/ કેરળ હાઈકોર્ટનો ચુકાદો: ‘ભારત માતા’ કે દેવી-દેવતાઓના નામે શપથ લઈ શકાશે નહીં

ચુકાદામાં Kerala High Courtએ ભારપૂર્વક જણાવ્યું કે શપથ માત્ર ઔપચારિક પ્રક્રિયા નથી, પરંતુ જનતા અને બંધારણ પ્રત્યેની જવાબદારીનું ગંભીર વચન છે

Top Stories India
કેરળ હાઈકોર્ટે (Kerala High Court)શપથ પ્રક્રિયા અંગે એક મહત્વપૂર્ણ અને માર્ગદર્શક ચુકાદો આપતા સ્પષ્ટ કર્યું છે કે ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ કાયદામાં નિર્ધારિત શબ્દોથી અલગ જઈને શપથ લઈ શકતા નથી

Kerala News : કેરળ હાઈકોર્ટે (Kerala High Court)શપથ પ્રક્રિયા અંગે એક મહત્વપૂર્ણ અને માર્ગદર્શક ચુકાદો આપતા સ્પષ્ટ કર્યું છે કે ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ કાયદામાં નિર્ધારિત શબ્દોથી અલગ જઈને શપથ લઈ શકતા નથી. કોર્ટે જણાવ્યું છે કે શપથ માત્ર ભગવાનના નામે અથવા ભગવાનનો ઉલ્લેખ કર્યા વિના વફાદારીના સંકલ્પ સ્વરૂપે જ લેવામાં આવી શકે છે. ‘ભારત માતા’,(Bharat Mata) કોઈ ચોક્કસ દેવી-દેવતા, રાજકીય શહીદ, સંગઠન અથવા વ્યક્તિના નામનો સમાવેશ કરવો કાયદેસર માન્ય નથી.

શું હતો સમગ્ર મામલો?

તિરુવનંતપુરમ મ્યુનિસિપલ કોર્પોરેશનના 20 કાઉન્સિલરોએ શપથ લેતી વખતે ‘ભારત માતા’, ‘(Bharat Mata)ભરતંબા’, ગુરુદેવ અને રાજકીય આંદોલનના શહીદોના નામનો ઉલ્લેખ કર્યો હતો. બીજી તરફ, પલક્કડ જિલ્લાના વડક્કનચેરી ગ્રામ પંચાયતના એક સભ્યે ‘ભગવાનની કૃપાથી ઓમન ચાંડીના નામે’ શપથ લીધી હતી.

આ બંને મામલાઓને ધ્યાનમાં રાખીને હાઈકોર્ટ સમક્ષ પ્રશ્ન ઊભો થયો કે શું કાયદો શપથના નિર્ધારિત ફોર્મેટમાં કોઈપણ પ્રકારના વધારાના શબ્દો ઉમેરવાની મંજૂરી આપે છે?

કોર્ટે શું કહ્યું?

ન્યાયમૂર્તિ પી.વી. કુન્હીકૃષ્ણને જણાવ્યું કે કેરળ મ્યુનિસિપાલિટી એક્ટ અને કેરળ પંચાયત રાજ એક્ટ (Kerala Panchayat Raj Act)મુજબ શપથ લેવાના માત્ર બે જ વિકલ્પ છે:

  1. ભગવાનના નામે શપથ લેવી.
  2. ભગવાનનો ઉલ્લેખ કર્યા વિના વફાદારીનો સંકલ્પ લેવો.

કોર્ટે સ્પષ્ટ કર્યું કે ‘ભગવાન’ શબ્દનો અર્થ વધારીને કોઈ ચોક્કસ દેવતા, ભારત માતા, રાજકીય નેતા, શહીદ અથવા અન્ય વ્યક્તિના નામનો સમાવેશ કરવો કાયદાની ભાવનાની વિરુદ્ધ છે.

શપથ માત્ર ઔપચારિકતા નથી

ચુકાદામાં કોર્ટે ભારપૂર્વક જણાવ્યું કે શપથ માત્ર ઔપચારિક પ્રક્રિયા નથી, પરંતુ જનતા અને બંધારણ પ્રત્યેની જવાબદારીનું ગંભીર વચન છે. ચૂંટાયેલા પ્રતિનિધિઓએ કાયદાનું પાલન કરીને નિષ્ઠાપૂર્વક જનસેવા કરવાની પ્રતિબદ્ધતા દર્શાવવી જરૂરી છે.

કાઉન્સિલરોના સભ્યપદ પર શું અસર?

કેરળ હાઈકોર્ટે (Kerala High Court)જણાવ્યું કે શપથ કાયદેસર રીતે લેવામાં આવી નહોતી, તેથી તેને માન્ય ગણી શકાય નહીં. તેમ છતાં, માત્ર આ કારણસર ચૂંટાયેલા પ્રતિનિધિઓનું સભ્યપદ રદ થશે નહીં.

કોર્ટે તમામ સંબંધિત કાઉન્સિલરો અને પંચાયત સભ્યોને ચાર અઠવાડિયાની અંદર યોગ્ય રીતે ફરી શપથ લેવાનો આદેશ આપ્યો છે. સાથે જ, કોર્ટે નોંધ્યું કે તેમણે પોતાની સમજ મુજબ શપથ લીધી હતી, તેથી તેમની સામે કોઈ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે નહીં.

અગાઉના કાર્યો પર શું અસર?

તિરુવનંતપુરમ મ્યુનિસિપલ કોર્પોરેશનના કાઉન્સિલરોના અત્યાર સુધીના નિર્ણયો અને કામગીરીને કાનૂની સુરક્ષા આપવામાં આવી છે. જોકે, વડક્કનચેરી પંચાયત સભ્યના મામલામાં પંચાયત રાજ કાયદામાં આવી સુરક્ષા ઉપલબ્ધ ન હોવાથી તેમના અત્યાર સુધીના કાર્યો અમાન્ય ગણાશે. તેમ છતાં, તેમને ફરીથી યોગ્ય શપથ લેવાની તક આપવામાં આવી છે.

ધર્મનિરપેક્ષતા પર કોર્ટે શું કહ્યું?

ચુકાદામાં કોર્ટે સમાજ સુધારક Narayana Guru ના ઉપદેશો અને ભારતીય બંધારણ (India Constitution)માં સમાવિષ્ટ ધર્મનિરપેક્ષતાના સિદ્ધાંતોનો ઉલ્લેખ કર્યો. કોર્ટે જણાવ્યું કે લોકો ભગવાનને અલગ-અલગ નામોથી સંબોધિત કરી શકે છે, પરંતુ કાનૂની શપથ માત્ર ભગવાનના નામે અથવા સત્ય અને વફાદારીના સંકલ્પ સાથે જ લેવામાં આવી શકે છે.


આ પણ વાંચો : કર્ણાટકમાં સત્તાપલટો, ડી.કે. શિવકુમારે લીધા મુખ્યમંત્રી પદના શપથ, જી. પરમેશ્વર બન્યા ડેપ્યુટી સીએમ

આ પણ વાંચો : આસામના સીએમ પદે હિમન્તા બિસ્વા સરમાની સળંગ બીજી ટર્મની શપથવિધિ Live…

આ પણ વાંચો : એક્ટર વિજય બન્યા તમિલનાડુના નવા CM, TVK સરકારનો ભવ્ય શપથવિધિ સમારોહ