Not Set/ સુરત/ એક જ દિવસમાં નોંધાયા 96  પોઝિટિવ કેસ, 5 દર્દીના મોત

રાજ્યમાં અનલોક 1 બાદ દિનપ્રતિ દિન કોરોનાના કેસમાં વધારો થઇ રહ્યો છે. ત્યારે સુરતમાં કોરના વાયરસના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. સુરતમાં એક જ દિવસમાં કોરોના કેસનો આંક 100 નજીક આવી પહોંચ્યો છે. સુરતમાં એક જ દિવસમાં કુલ 96 પોઝિટીવ કેસ નોંધાયા છે. જ્યારે 5 લોકોના મોત થયા છે. ગુજરાત રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં […]

Gujarat Surat
3462dd01ba36a25ad0a916d760d8cd75 1 સુરત/ એક જ દિવસમાં નોંધાયા 96  પોઝિટિવ કેસ, 5 દર્દીના મોત

રાજ્યમાં અનલોક 1 બાદ દિનપ્રતિ દિન કોરોનાના કેસમાં વધારો થઇ રહ્યો છે. ત્યારે સુરતમાં કોરના વાયરસના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. સુરતમાં એક જ દિવસમાં કોરોના કેસનો આંક 100 નજીક આવી પહોંચ્યો છે. સુરતમાં એક જ દિવસમાં કુલ 96 પોઝિટીવ કેસ નોંધાયા છે. જ્યારે 5 લોકોના મોત થયા છે.

ગુજરાત રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 510 નવા કેસ નોંધાયા છે, જ્યારે વધુ 31 દર્દીઓનાં મોત થયા છે. રાજ્યમાં કુલ સંક્રમતિ દર્દીઓની સંખ્યા 25658 પર પહોંચી છે. જ્યારે મૃત્યુઆંક 1592 પર પહોંચ્યો છે. આજે 389 દર્દીઓને સારવાર બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે તેની સાથે અત્યાર સુધી 17829 દર્દીઓ સ્વસ્થ થયા છે.

આરોગ્ય વિભાગના આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં વધુ 31 લોકોનાં મોત થયા છે. તેમાં અમદાવાદમાં- 22, સુરતમાં 6, પાટણ, ગાંધીનગર અને છોટા ઉદેપુરમાં 1-1 દર્દીનું મૃત્યુ થયું છે. અત્યાર સુધી રાજ્યમાં કુલ 1592 લોકોનાં મોત થયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.