Not Set/ બસ સ્ટેન્ડમાંથી આંગડીયા પેઢીનો કર્મચારી લૂંટાયો, અડધા કરોડના મુદામાલની લૂંટ

બસ ડેપો પર મુસાફરોની અવર જવર હોવા છતાં લૂંટારૂઓએ બસની અંદર બેસેલા આંગડીયા પેઢીના કર્મચારી પાસેથી અડધા કરોડથી વધુનો મુદામાલ લૂંટી ફરાર થતા સનસનાટી મચી ગઈ છે.

Top Stories Gujarat
priyanka 8 બસ સ્ટેન્ડમાંથી આંગડીયા પેઢીનો કર્મચારી લૂંટાયો, અડધા કરોડના મુદામાલની લૂંટ

ઊનામાં કાયદો વ્યવસ્થા કથડી રહ્યો હોય તેમ ઉના બસ સ્ટેન્ડ પર વહેલી સવારે પરોઢીયે આંગડીયા લૂંટની ઘટના બનતા ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા. બસ ડેપો પર મુસાફરોની અવર જવર હોવા છતાં લૂંટારૂઓએ બસની અંદર બેસેલા આંગડીયા પેઢીના કર્મચારી પાસેથી અડધા કરોડથી વધુનો મુદામાલ લૂંટી ફરાર થતા સનસનાટી મચી ગઈ છે. લૂંટની સમગ્ર ઘટના બસ ડેપોના સીસી ટીવી કેમેરા થતાં પોલીસે લૂંટારૂઓની શોધખોળ માટે તપાસનો ધમધમાટ શરૂ કરીદીધો છે.

આ અંગેની પ્રાપ્ત વિગ મુજબ પટેલ સોમા રામદાસ આંગડીયા પેઢીનો કર્મચારી બાબુભાઇ ઉર્ફે રમણલાલ ચતુરભાઇ ઉર્ફે ચતુરદાસ પટેલ આજે સવારે રૂ.૪૭ લાખ રોકડા, સોના દાગીના તેમજ હિરાના પાર્સલ નં.૮ કિ.રૂ. ૧૩,૮૦,૨૫૦ મળી કુલ રૂ. ૬૦,૮૦,૨૫૦ નો મુદામાલ થેલામાં લઇ ભાવનગર જવા માટે ઉના બસ ડેપોમાં દિવ-ભાવનગર રૂટની બસમાં બેગ લઇ બેસી ગયો હતો. ત્યારે બસમાં લૂંટારૂ બુકાની ધારી હાજર હોય બસ ઉપડે તે પહેલાજ લૂંટારૂએ આંગડીયા પેઢીના કર્મચારી પાસેથી થેલો આંચકી લઇ ભાગ્યો હતો. જ્યારે બસની નીચે અન્ય એક લૂંટારૂ પણ ઉભો હતો.  બન્ને લૂંટારૂ બેગ લઇ ભાગવા જતા આંગડીયા પેઢીનો કર્મચારી બાબુભાઇએ તેમનો પીછો કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ બસ ડેપોની બહાર રસ્ત પર એક કાર ઉભી હતી તેમાં બન્ને લૂંટારૂઓ બેગ સાથે બેસી પલાયન થઇ ગયા હતા. ત્યારે કારને રોકવા પ્રયત્ન કરવા છતાં લૂંટારૂએ કર્મી પર કાર ચડાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં કર્મીને શરીરના ભાગે ભાગે ઇજા પહોચતા સરકારી હોસ્પીટલે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.

ઉના બસ સ્ટેન્ડમાં વહેલી સવારે બનેલી લૂંટની ઘટનાના પગલે ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા. ત્યારે લૂંટારૂઓ રોકડ અને સોનાના દાગીના તેમજ હિરા ભરેલ પાર્સલ ભરેલી બેગ લઇને ભાગતા આંગડીયા પેઢીના કર્મચારીએ તેનો પીછો કર્યો હતો. પરંતુ કર્મચારી લૂટારૂ સુધી પહોચ્યો ત્યા સુધીમાં લૂંટારૂઓ કારમાં બેસી નાશી છૂટ્યા હતા. કર્મચારીએ કારની આડે આવી કારને રોકવાનો પ્રયાસ કર્યો હતો .પરંતુ લૂંટારૂઓએ કર્મચારી ઉપર કાર ચડાવી દેવાનો પ્રયાસ કરી ભાગી છુટ્યા હતા. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી.

પોલીસે CCTV કેમેરા આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો…

ઊના બસ ડેપોમાં વહેલી સવારે બનેલી લૂંટની ઘટનાની જાણ થતાજ ગીરસોમનાથ જીલ્લાના ઇન્ચાર્જ એસપી ઓમપ્રકાર જાટ, જીલ્લા એલસીબી, અને એસઓજી, ઉના પોલીસ અધિકારી સહીતનો સ્ટાફ સીસીટીવી ફુટેજ આધારે જુદી જુદી ટીમોએ અલગ અલગ દિશામાં લૂંટારૂઓના સગડ મેળવવા તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે.

ઉના ગરાળ ગામના પાટીયા પાસેથી બિનવારસુ કાર મળી આવી…
ઉના ભાવનગર હાઇવે પર આવેલ ગરાળ ગામના પાટીયા પાસે એક સફેદ કલરની કાર મળી આવી છે. જે કાર લૂંટમાં વપરાયેલી છે કે કેમ તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી કારનો કબ્જો લઇ ઉના પોલીસ સ્ટેશન ખાતે મુકી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.