Not Set/ અમદાવાદ/ છ મહિનાથી બંધ વીએસ હોસ્પિટલની ઓપીડી ફરી શરુ કરી, જાણો કેમ…??

ગુજરાત્રજ્યમાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે. ત્યારે અમદાવાદ કોરોના વાઈરસનું એપી સેન્ટર બની ચુક્યું છે. અમદાવાદમાં કોરોના કેસનો આંકડો ૧૫૦૦૦ને પાર કરી ચુક્યો છે. ત્યારે અમદાવાદ માટે એક સારા સમાચાર સામે આવી રહ્યા છે. છેલ્લા 6 મહિનાથી બંધ હાલતમાં રહેલી અમદાવાદની વાડીલાલ સારાભાઇ હોસ્પિટલ એટલે કે વીએસ હોસ્પિટલ હવે પુન: ધબકતી કરવામાં આવશે. છેલ્લા […]

Ahmedabad Gujarat

ગુજરાત્રજ્યમાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે. ત્યારે અમદાવાદ કોરોના વાઈરસનું એપી સેન્ટર બની ચુક્યું છે. અમદાવાદમાં કોરોના કેસનો આંકડો ૧૫૦૦૦ને પાર કરી ચુક્યો છે. ત્યારે અમદાવાદ માટે એક સારા સમાચાર સામે આવી રહ્યા છે. છેલ્લા 6 મહિનાથી બંધ હાલતમાં રહેલી અમદાવાદની વાડીલાલ સારાભાઇ હોસ્પિટલ એટલે કે વીએસ હોસ્પિટલ હવે પુન: ધબકતી કરવામાં આવશે. છેલ્લા છ મહિના જેટલા સમયથી બંધ અમદાવાદની સૌથી જૂની ગણાતી VS હોસ્પિટલ શરૂ થવા જઈ રહી છે. અનેક વિવાદો વચ્ચે ગરીબ દર્દીઓની સારવાર માટે જાણીતી વી.એસ હોસ્પિટલ ઘણા લાંબા સમયથી બંધ હાલતમાં પડી હતી.

અત્યાધુનિક સાધનો સાથે સજ્જ ટ્રસ્ટ સંચાલિત આ હોસ્પિટલ શરૂ કરવા અંગે વારંવાર રજૂઆતો કરવા છતાં કોર્પોરેશન દ્વારા હોસ્પિટલ શરૂ કરવામાં આવતી ન હતી. પરંતુ હોસ્પિટલ ન શરૂ કરનાર એએમસીના સત્તાધીશોને મોડે મોડે સમજ આવી અને જૂની VS હોસ્પિટલમાં ઓપીડી સેન્ટર શરૂ કરવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.અને પ્રપાત વિગતો અનુસાર આજથી આ હોસ્પીતાલ્પુન: ધબકતી થઇ છે. વીએસ હોસ્પિટલ પુન શરૂ થતાં કોરોના સિવાયની બીમારી વાળા દર્દીઓ સસ્તી સારવાર મેળવી શકશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” નીનવી મોબાઇલ એપ્લિકેશન.