Gujarat News: ગુજરાતમાં 2027ની વિધાનસભા ચૂંટણી હજુ દૂર છે, પરંતુ રાજકીય પક્ષોએ અત્યારથી જ પોતાના મતબેંકને મજબૂત બનાવવાના પ્રયાસો શરૂ કરી દીધા છે. રાજ્યમાં ખેડૂતો (Gujarat Farmer Politics)ના પ્રશ્નો ચર્ચાના કેન્દ્રમાં આવતા કોંગ્રેસ, આમ આદમી પાર્ટી (AAP) અને ભાજપ વચ્ચે ખેડૂતોને પોતાના પક્ષે ખેંચવા માટે સ્પર્ધા શરૂ થઈ ગઈ છે.
Gujarat Farmer Politics:2027 પહેલાં ખેડૂત મતબેંક પર નજર
ગુજરાતના રાજકારણમાં લાંબા સમયથી એક વાત કહેવાય છે કે “જેનું સૌરાષ્ટ્ર, તેનું ગુજરાત.” સૌરાષ્ટ્ર અને ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોની મોટી સંખ્યા હોવાથી અહીંના રાજકીય વલણનો સીધો પ્રભાવ સમગ્ર રાજ્યની ચૂંટણી પર જોવા મળે છે. આ જ કારણ છે કે તમામ રાજકીય પક્ષો હવે ખેડૂત (Gujarat Farmer Politics) મતબેંક પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે.
તાજેતરમાં પાવરગ્રીડ ટ્રાન્સમિશન લાઈન, જમીન સંપાદન, સિંચાઈના પાણી, ટેકાના ભાવ અને ખાતરની અછત જેવા મુદ્દાઓને લઈને ખેડૂતોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. અનેક જિલ્લાઓમાં ખેડૂતો (Gujarat Farmer Politics) દ્વારા વિરોધ પ્રદર્શન અને ટ્રેક્ટર રેલીઓ યોજાઈ રહી છે.
કોંગ્રેસે (Congress) 15 જૂને ખેડૂત અધિકાર રેલી યોજીને સરકાર સામે મોરચો ખોલ્યો હતો. રેલી દરમિયાન ખેડૂતોના પ્રશ્નો અંગે સરકારને અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતું. કોંગ્રેસે ચેતવણી આપી છે કે જો સમયમર્યાદામાં પ્રશ્નોનો ઉકેલ નહીં આવે તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન શરૂ કરવામાં આવશે.
https://x.com/INCGujarat/status/2066740415114670581?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2066740415114670581%7Ctwgr%5E924dbf369a151c1e34cb699a7911cd3832f88c6a%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fzeenews.india.com%2Fgujarati%2Fgujarat%2Ffarmers-protests-ignite-in-gujarat-bjp-congress-and-aap-enter-the-fray-to-woo-the-anndata-481772
બીજી તરફ આમ આદમી પાર્ટીએ પણ ખેડૂતોના મુદ્દે આક્રમક અભિયાન શરૂ કર્યું છે. પાર્ટીએ 27 જૂને સુરેન્દ્રનગરમાં કિસાન મહાપંચાયત યોજવાની જાહેરાત કરી છે. AAP ખેડૂતોના પ્રશ્નો, હાઈટેન્શન લાઈન, વળતર અને કૃષિ સંબંધિત મુદ્દાઓને લઈને સરકાર પર દબાણ વધારવાનો પ્રયાસ કરી રહી છે.
https://x.com/AAPGujarat/status/2067121279975780754?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2067121279975780754%7Ctwgr%5E924dbf369a151c1e34cb699a7911cd3832f88c6a%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fzeenews.india.com%2Fgujarati%2Fgujarat%2Ffarmers-protests-ignite-in-gujarat-bjp-congress-and-aap-enter-the-fray-to-woo-the-anndata-481772
ખેડૂતોની મુખ્ય માંગણીઓમાં જમીન સંપાદન માટે બજાર ભાવ કરતાં વધુ વળતર, વીજ ટાવર માટે સ્પષ્ટ વળતર નીતિ, 2013ના જમીન સંપાદન કાયદાનો અમલ અને ખેતીલાયક જમીનની જગ્યાએ બિન-ઉપજાઉ જમીનમાંથી હાઈટેન્શન લાઈન પસાર કરવાની માંગ સામેલ છે.
વિપક્ષના વધતા દબાણ વચ્ચે ભાજપ પણ સક્રિય બની ગયું છે. ગોંડલમાં ભાજપ (BJP) દ્વારા ખેડૂતલક્ષી વિકાસ સંમેલન યોજવામાં આવ્યું હતું, જેમાં કૃષિ નિષ્ણાતો અને નેતાઓએ ખેડૂતોને વિવિધ સરકારી યોજનાઓ અને પ્રાકૃતિક ખેતી અંગે માહિતી આપી હતી.
https://x.com/BJP4Gujarat/status/2067145788225159373?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2067145788225159373%7Ctwgr%5E924dbf369a151c1e34cb699a7911cd3832f88c6a%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fzeenews.india.com%2Fgujarati%2Fgujarat%2Ffarmers-protests-ignite-in-gujarat-bjp-congress-and-aap-enter-the-fray-to-woo-the-anndata-481772
રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે 2027ની ચૂંટણી પહેલાં ખેડૂતોના પ્રશ્નો રાજ્યના સૌથી મોટા રાજકીય મુદ્દાઓમાં સામેલ થઈ શકે છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ખેડૂતો (Gujarat Farmer Politics)નું વલણ ચૂંટણીના પરિણામોને પ્રભાવિત કરી શકે છે.
આવતા મહિનાઓમાં ખેડૂતો (Gujarat Farmer Politics) ના પ્રશ્નો પર રાજકીય પક્ષોની સક્રિયતા વધુ વધે તેવી શક્યતા છે અને ખેડૂત મતબેંક માટેની આ હોડ આગામી ચૂંટણી સુધી સતત ચર્ચામાં રહે તેવી સંભાવના છે.
આ પણ વાંચો:ગુજરાતમાં ખેડૂતોના પ્રશ્નોને વાચા આપવા માટે કોંગ્રેસ ખેડૂત આક્રોશ યાત્રા યોજશે
આ પણ વાંચો:ખેડૂતોના પ્રશ્નો અને વીજ કાપ મુદ્દે લીંબડી કોંગ્રેસની આક્રોશ રેલી
