અરવલ્લી/ ખેડૂતોને બજારમાં પોષણક્ષમ ભાવ ન મળતાં કર્યું એવું કે… તમે જાણીને કહેશો

અરવલ્લી જિલ્લાના ગાજણ કંપાના ખેડૂતે તડબૂચની ખેતીમાં આત્મનિર્ભર બની બમણી કમાણી કરી અન્ય ખેડૂતો માટે પ્રેરણા પુરી પાડી છે.બજારમાં પોષણક્ષમ ભાવ નહિ મળતા ખેડૂતો જાતેજ પોતાનો ઉત્પાદન કરેલો પાક વેચી બમણી કમાણી કરી રહ્યા છે.

Gujarat Others
આત્મનિર્ભર

અરવલ્લી જિલ્લાના ગાજણ કંપાના ખેડૂતને બજારમાં પોષણક્ષમ ભાવ નહીં મળતા ખેડૂતો જાતેજ પોતાનો ઉત્પાદન કરેલો પાક વેચી બમણી કમાણી કરી રહ્યાં છે.  ખેડૂતોએ મોટા પ્રમાણમાં તડબૂચનું વાવેતર કર્યું હતું. ત્યારે બજારમાં ખેડૂતોને પ્રતિ કિલોએ માત્ર 10 રૂપિયાનો ભાવ મળતા ખેડૂતો પોતાના ખેતરો આગળ મંડપ બાંધી તડબૂચ વેચી રહ્યાં છે.

 અરવલ્લી જિલ્લાના ખેડૂતોએ મોટા પ્રમાણમાં તડબૂચ પાકનું વાવેતર કર્યું હતું વાવેતર બાદ પાક થૈયાર થઇ જતા ઉત્પાદન પણ મબલખ થયું છે . ત્યારે ઉત્પાદન બાદ બજારમાં ખેડૂતોને પ્રતિ કિલોનો ભાવ માત્ર 10 રૂપિયા મળી રહયા છે જેથી ખેડૂતોને તડબૂચના પોષણક્ષમ ભાવ નહિ મળવાના કારણે ખેડૂતો જાતેજ આત્મનિર્ભર બની પોતાનો ઉત્પાદિત પાક વેચી ડબલ કમાણી કરી રહયા છે. ખેડૂતોને બજારમાં મળતા ભાવ કરતા જાતે વેચવામાં 20 થી 25 રૂપિયા એક કિલો દીઠ મળી રહયા છે જેથી ખેડૂતને બજાર કરતા ડબલ ફાયદો થતા ખેડૂતો ખુશ જોવા મળી રહ્યા છે.

Untitled 93 6 ખેડૂતોને બજારમાં પોષણક્ષમ ભાવ ન મળતાં કર્યું એવું કે... તમે જાણીને કહેશો

મોડાસા તાલુકાના ગાજણ કંપાના ખેડૂતોએ મોટા પ્રમાણમાં તડબૂચ પાકનું વાવેતર કર્યું છે ખેડૂતોએ એક વીઘા પાછળ 30 થી 35 હજારનો ખર્ચ કરી વાવેતર કર્યું હતું ત્યારે વાવેતર બાદ પાક તૈયાર થવા સમયે ખેડૂતોને બજારમાં મળતા ભાવથી ખર્ચ પણ માથે પડે તેવી સ્થિતિ ઉભી થઇ છે તેવામાં ખેડૂતો જ વેપારી બની પોતાના ખેતરો આગળ મંડપ બાંધી તડબૂચ વેચી રહયા છે જેનાથી ખેડૂતોને ફાયદો થતા આવા ખેડૂતો અન્ય ખેડૂતોને પણ પ્રોત્સાહિત કરી પોતાનો ઉત્પાદિત પાક જાતેજ વેચવા ભલામણ કરી રહયા છે.

Untitled 93 7 ખેડૂતોને બજારમાં પોષણક્ષમ ભાવ ન મળતાં કર્યું એવું કે... તમે જાણીને કહેશો

વડાપ્રધાન દ્વારા ખેડૂતો આત્મનિર્ભર બને તેવા પ્રયાસો કરવામાં ખેડૂતોને પોતાના ખેતરમાં ઉત્પાદિત જણસ જાતેજ ટ્રેડ માર્ક કરી ડબલ કમાણી કરવા પ્રોત્સાહન અપાઈ રહ્યું છે ત્યારે અરવલ્લી જિલ્લાના આ ખેડૂતો આત્મ નિર્ભર બની વાળા પ્રધાનના સૂત્રને સાર્થક કરતા અન્ય ખેડૂતો માટે પ્રેરણા રૂપ બની રહ્યાં છે.

આ પણ વાંચો:કોર્પોરેટરનું કારસ્તાન,કામગીરીને બદલે દેખાડ્યો રુવાબ 

આ પણ વાંચો:રાજ્યમાં આગામી ત્રણ માસમાં વધુ ૧૨૭ ફરતાં પશુ દવાખાના કાર્યરત કરાશે

આ પણ વાંચો:જાણો, ગુજરાતમાં ક્યાં બનાવવામાં આવ્યું વિશ્વનો સૌથી મોટો વડાપાવ, આટલા કિલોગ્રામ છે વજન

આ પણ વાંચો:અમદાવાદમાં આઇપીએલ પ્રેક્ષકો માટે મેટ્રો રાત્રે દોઢ વાગ્યા સુધી દોડશે

આ પણ વાંચો:અમદાવાદમાં ઇસ્કોનથી સાણંદ સુધી એલિવેટેડ કોરીડોર બનશે