Not Set/ હેમા માલિનીના સેક્રેટરીનુ કોરોનાથી થયું નિધન, લખ્યું- ‘તેઓ ….

હેમા માલિનીએ સોશિયલ મીડિયા પર માહિતી આપી છે કે તેના સેક્રેટરી માર્કંદ મહેતાનું નિધન થયું છે.

Entertainment
bhavsinh rathod 6 હેમા માલિનીના સેક્રેટરીનુ કોરોનાથી થયું નિધન, લખ્યું- 'તેઓ ....

કોરોનાની બીજી લહેર જીવલેણ સાબિત થઈ રહી છે. એક તરફ છેલ્લા કેટલાક દિવસોથી દરરોજ આશરે ત્રણથી ચાર લાખ સંક્રમિત સામે આવી રહ્યા છે. તો બીજીતરફ દરરોજ એક હજારથી પણ વધુ લોકોના મોત થઇ રહ્યા છે. દરમિયાન હવે હેમા માલિનીએ સોશિયલ મીડિયા પર માહિતી આપી છે કે તેના સેક્રેટરી માર્કંદ મહેતાનું નિધન થયું છે.

હેમાએ શ્રદ્ધાંજલિ આપી

હેમા માલિનીએ સોશિયલ મીડિયા પર લખ્યું કે, ‘ભારે હૃદયથી હું 40 વર્ષથી મારી સાથે રહેલા મારા સેક્રેટરીને વિદાય આપીરહી છું.  સમર્પિત, સખત મહેનત કરનાર અને ક્યારેય ના થાકતા મહેતા અમારા પરિવારનો એક હિસ્સો હતા.  અમે તેમને કોરોનામાં ગુમાવ્યા છે. આ એક ક્યારેય ના ભરપાઈ થઇ શકે તેવું નુકશાન છે. અને એમની મુકેલી શૂન્યતા  કોઈ ભરપાઈ કરી શકે તેમ નથી.’

પુત્રી ઇશાને પણ મહેતા જીની યાદ આવી

હેમા માલિની ઉપરાંત ઈશા દેઓલ પણ મહેતા જીને યાદ કરે છે. માતા હેમાની પોસ્ટ પર ટિપ્પણી કરતાં ઇશાએ લખ્યું કે, ‘અમે બધા તેમને ખૂબ જ યાદ કરીશું. મહેતા કાકા અમારા પરિવારના સભ્ય હતા, તેમનું સ્થાન કદી ભરી શકાય તેમ નથી. તે એક સમર્પિત વ્યક્તિ હતા.  ભગવાન તેમની આત્માને શાંતિ આપે ‘.  ઇશા સિવાય રવિના ટંડન અને પંકજ ઉધાસ સહિત ઘણા ચાહકો અને સેલેબ્સે મહેતા જીને શ્રદ્ધાંજલિ આપી છે.

કોવિડનો વિનાશ

નોંધપાત્ર વાત એ છે કે કોરોના વાઈરસનો કહેર દેશભરમાં જોવા મળી રહ્યો છે. તે જ સમયે, બોલિવૂડ પણ આથી અસ્પૃશ્ય નથી. ગયા વર્ષથી, કેટલાક સ્ટાર્સે કોરોનાને લઇ આ દુનિયાને અલવિદા કહી દીધી છે. બીજી બાજુ, ઘણા સ્ટાર્સ કોરોનાને કારણે તેમના કુટુંબીજન  અને મિત્રોને ગુમાવી દીધા.