Not Set/ મા માટે શું આજનો દિવસ જ ખાસ છે?

આજે બધાના વોટ્સએપ સ્ટેટ્સમાં માની સાથેના ફોટો જોયા, માને વર્ણવતી શાયરી જોઈ ….. શું આ બધાની જરૂર હોય છે માને

Trending
bhavsinh rathod 5 મા માટે શું આજનો દિવસ જ ખાસ છે?

@Prashshati patel

શું મા ને કોઈ સ્પેશિયલ ડે પર જ સ્પેશિયલ ફિલ કરાવાનું હોય? પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ કરવામાં એટલા બધા બિઝી થયી ગયા છે બધા. માને રોજેરોજ એકસરખું કામ કરતા જોઈએ છીએ આપડે. શું એ જોઈને તમને કંટાળો નથી આવતો? મને તો આવે છે, અને હું તો કહું પણ છું કે શું મમ્મી એકનું એક કામ કર્યા કરે છે રોજે, તો સામે જવાબમાં સાંભળવા મળે તો કોણ કરશે? વિચાર આવે છે આનો કોઈ જવાબ? વિચાર તો આવતો જ હશે કે, હા મા નહિ કરે તો મારે કરવું પડશે. બસ ખાલી બોલતા નથી એ આપણે.

Mahindra Retail to rename Mom & Me stores as 'Babyoye by Mahindra' - The  Economic Times

આજે બધાના વોટ્સએપ સ્ટેટ્સમાં માની સાથેના ફોટો જોયા, માને વર્ણવતી શાયરી જોઈ ….. શું આ બધાની જરૂર હોય છે માને. જરૂર તો નથી હોતી પણ આજનો જમાનો જ વોટ્સએપ પર ફોટો મુકવાનો થયી ગયો છે તો એને પણ સારું તો લાગતું હશે. પણ આ વસ્તુ જો વર્ષના એક જ દિવસ કર્યા કરતાં દર અઠવાડિયાના એક દિવસ કરવું જોઈએ. અને એ કરો ના કરો માને એના કામોમાં મદદ કરવી જોઈએ રોજે. કરી શકો આટલું?

જો આટલું પણ ના કરી શકતા હોવ તો ખાલી અડધો કલાક કે કલાક માની સાથે બેસીને એને સાંભળવું જોઈએ. એ જે પણ કહે, કોઈની પણ વાતો કરે સાંભળવી જોઈએ. શું કામ? કારણ કે એ એના ઈમોશનલ હેલ્થ અને મેન્ટલ હેલ્થ માટે સારું છે. જે કોઈ ભાગ્યે જ કરતુ હશે. કારણ કે કોઈને ખબર જ નથી હોતી ઇમોશનલ હેલ્થ અને મેન્ટલ હેલ્થ વિશે. જયારે ખબર પડે છે ત્યારે ખુબ મોડું થયી ગયું હોય છે. મેન્ટલી એન્ડ ઇમોશનલી કોઈ હેલ્થી છે કે નહિ એ તમને જોઈને ખબર નથી પડતી, એ ફક્ત એની વાતો અને અમુક વ્યવહાર પરથી જ ખબર પડે છે. જે લાંબા ગાળે શારીરિક હેલ્થ પર અસર કરે છે.

શું સમજ્યા આજના દિવસે માને સ્પેશિયલ ફિલ કરાવીને તો?

માને એમતો દરરોજ સ્પેશિયલ ફિલ કરાવવું જોઈએ, ના થાય તો અઠવાડિયામાં એક વાર તો ખરું જ. મા સાથે સમય પસાર કરો, વાતો કરો, સાથે કામ કરો , અને દર વર્ષે ભૂલ્યા વગર ફુલ બોડી ચેક-અપ કરાવતા રહેવું. કોઈ પ્રોબ્લેમ હોય કે ના હોય. Prevention is always better than cure.