Morbi/ સાબરમતી જેલમાંથી ફરાર હત્યાનો કેદી ઝડપાયો

સાબરમતી જેલમાંથી ફરાર હત્યાનો કેદી ઝડપાયો

Top Stories Gujarat Others

@રવિ નિમાવત, મોરબી.

સુરતમાં હત્યાના ગુન્હામાં સંડોવાયેલ ઇસમ અમદાવાદની સાબરમતી જેલમાંથી વચગાળાના જામીન પર છુટ્યા બાદ ફરાર થયો હતો. જે હત્યાના પાકા કામના કેદીને વાંકાનેર સીટી પોલીસે ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ સુરત શહેરમાં ખૂન કેસમાં આરોપી કલ્પેશ અશોક લુવાણા રહે સુરત વાળો સાબરમતી જેલ અમદાવાદમાં પાકા કામના કેદી તરીકે રાખેલ હોય જેને વચગાળાના જામીન મળતા જામીન પર છૂટી ફરાર થયો હતો. જે આરોપીને ઝડપી લેવા માટે પોલીસ ટીમો તપાસમાં હોય દરમિયાન આરોપી વાંકાનેર ખાતે હોવાની બાતમી મળતા વાંકાનેર સીટી પીઆઈ બી પી સોનારાની ટીમના હીરાભાઈ મઠીયા, વીરેન્દ્રસિંહ ઝાલાની ટીમે સુરત એસઓજી ટીમના હસમુખભાઈ સાથે મળીને ફરાર કેદી કલ્પેશ અશોક લુવાણાને વાંકાનેર પ્રતાપ ચોક ખાતેથી દબોચી લઈને સુરત પોલીસને સોપવામાં આવ્યો છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…