Karnataka/ આ વખતે આપણું કૃષિ બજેટ 1 લાખ 25 હજાર કરોડથી વધુ: PM મોદી

2,700 કરોડ રૂપિયાથી વધુના બહુ-વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કરવા ઉપરાંત, પુનર્વિકાસિત બેલાગવી રેલ્વે સ્ટેશન બિલ્ડિંગ રાષ્ટ્રને સમર્પિત કર્યું. વડાપ્રધાન મોદીએ પોતાના…

Trending Business
agriculture budget 2023

agriculture budget 2023: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્ણાટકના બેલાગવીમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો 13મો હપ્તો બહાર પાડ્યો. આ દરમિયાન તેમણે 2,700 કરોડ રૂપિયાથી વધુના બહુ-વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કરવા ઉપરાંત, પુનર્વિકાસિત બેલાગવી રેલ્વે સ્ટેશન બિલ્ડિંગ રાષ્ટ્રને સમર્પિત કર્યું. વડાપ્રધાન મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે આજકાલ આપણા દેશમાં કર્ણાટકમાં સ્ટાર્ટઅપની ઘણી વાતો થઈ રહી છે. પરંતુ જો આપણે જોઈએ તો 100 વર્ષ પહેલા પણ બેલાગવીમાં સ્ટાર્ટઅપ્સ શરૂ થયા હતા અને ત્યારથી બેલાગવી ઘણા પ્રકારના ઉદ્યોગો માટે આટલો મોટો આધાર બની ગયો છે. તેમણે વધુમાં કહ્યું કે આજે જે પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરવામાં આવ્યો તે બેલાગવીના વિકાસને નવી ગતિ આપશે. સેંકડો કરોડના પ્રોજેક્ટ કનેક્ટિવિટી, વોટર સિસ્ટમ સાથે સંબંધિત છે. આ તમામ વિકાસ યોજનાઓ માટે આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન.

2014માં ભારતનું કૃષિ બજેટ 25 હજાર કરોડ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આજનો બદલાતો ભારત દરેક વંચિતોને પ્રાધાન્ય આપીને એક પછી એક વિકાસના કામ કરી રહ્યું છે. આપણા દેશમાં દાયકાઓથી નાના ખેડૂતોની અવગણના કરવામાં આવી હતી, હવે આ નાના ખેડૂતો જ ભાજપ સરકારની પ્રાથમિકતા છે. આ નાના ખેડૂતોના ખાતામાં અત્યાર સુધીમાં 2.5 લાખ કરોડ રૂપિયા જમા થયા છે. તેમણે કહ્યું કે 2014થી દેશ સતત કૃષિ ક્ષેત્રે અર્થપૂર્ણ પરિવર્તન તરફ આગળ વધી રહ્યો છે. ભાજપ સરકારમાં અમે ખેતીને આધુનિકતા સાથે જોડી રહ્યા છીએ. વર્ષ 2014માં ભારતનું કૃષિ બજેટ 25 હજાર કરોડ રૂપિયા હતું. આ વખતે આપણું કૃષિ બજેટ 1 લાખ 25 હજાર કરોડ રૂપિયાથી વધુ છે.

કર્ણાટકમાં રેલવેના રૂ. 45,000 કરોડના પ્રોજેક્ટ પર ચાલી રહ્યું છે કામ

પીએમએ વધુમાં કહ્યું કે અમે ટેક્નોલોજી પર ભાર મૂક્યો છે, જેનો ફાયદો ખેડૂતોને પણ મળી રહ્યો છે. તમે કલ્પના કરી શકો છો કે જો જન-ધન બેંક ખાતા ન હોત, મોબાઈલ કનેક્શનમાં વધારો ન હોત, આધાર ન હોત, તો શું આ બધું શક્ય બન્યું હોત. કર્ણાટકમાં 2014 પહેલાના પાંચ વર્ષમાં રેલવેનું બજેટ કુલ 4 હજાર કરોડ રૂપિયા હતું જ્યારે આ વર્ષે કર્ણાટકમાં રેલવે માટે 7,500 કરોડ રૂપિયા રાખવામાં આવ્યા છે. હાલમાં કર્ણાટકમાં 45 હજાર કરોડ રૂપિયાના રેલવે પ્રોજેક્ટ પર કામ ચાલી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે તે કૃષિ હોય, ઉદ્યોગ હોય, પર્યટન હોય, બહેતર શિક્ષણ હોય કે બહેતર સ્વાસ્થ્ય હોય, આ બધું સારી કનેક્ટિવિટી દ્વારા વધુ સશક્ત બને છે. એટલા માટે છેલ્લા વર્ષોથી અમે કર્ણાટકની કનેક્ટિવિટી પર ઘણું ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ.

આ પણ વાંચો: AAP/ મનીષ સિસોદિયાની ધરપકડ બાદ કેજરીવાલ સામે મોટું સંકટ, હવે દિલ્હીના બજેટનું શું?