Video/ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની દયા ભાભીએ શોર્ટ ડ્રેસ પહેરીને કર્યો ડાન્સ, જેઠાલાલ બોલ્યો એ પાગલ ઔરત

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાંથી દયાબેન ઉર્ફે દિશા વાકાણીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં દયા ભાભી ડાન્સ કરી રહી છે અને જેઠાલાલ તેનો ફેવરિટ ડાયલોગ એ પાગલ ઔરત બોલી રહ્યો છે.

Trending Entertainment
દયા ભાભી

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ (Taarak Mehta Ka Ooltah Chashmah) દર્શકોના પ્રિય શોમાંથી એક છે. ઘણા વર્ષોથી, ચાહકો આ સીરિયલને ખૂબ પસંદ કરે છે, જેના કારણે આ શો હંમેશા TRP લિસ્ટમાં ટોપ પર રહે છે. હાલમાં જ આ શોની જાન ટપ્પુની એન્ટ્રી થઈ છે. આ દરમિયાન દયા ભાભી (Daya Bhabhi)નો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે શોર્ટ ડ્રેસ પહેરીને ડાન્સ કરી રહી છે.

દયા ભાભી 4-5 વર્ષથી આ શોમાં જોવા મળી નથી, પરંતુ ચાહકો આજે પણ તેને તેના અભિનય માટે યાદ કરે છે. ચાહકોને દયા ખૂબ પસંદ છે. તમે જોયું જ હશે કે શોમાં દયાબેન હંમેશા સાડીમાં જ દેખાય છે, પરંતુ આ વાયરલ વીડિયોમાં દયાબેનનો લુક જોઈને તમે પણ ચોંકી જશો. આ વીડિયોમાં દિશા વાકાણીએ શિમરી શોર્ટ ડ્રેસ પહેર્યો છે. જેમાં તે ડાન્સ કરી રહી છે. આ વીડિયોને ખાસ રીતે એડિટ કરવામાં આવ્યો છે, જેમાં દિશા એક તરફ ડાન્સ કરી રહી છે. બીજી તરફ જેઠાલાલ (Jethalal) પોતાનો ડાયલોગ એ પાગલ ઓરત બોલી રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Vishesh_Meme (@vishesh_meme)

આપને જણાવી દઈએ કે સીરિયલમાં નવા ટપ્પુની એન્ટ્રી થઈ રહી છે. નીતીશ ભાલુની ટપ્પુનું પાત્ર ભજવવાનો છે. થોડા મહિના પહેલા આ પાત્ર ભજવનાર રાજ અનડકટે પણ શો છોડી દીધો હતો. તેથી હવે આ ભૂમિકા માટે અસિત મોદીએ નીતિશ ભુલાનીની પસંદગી કરી છે. 2008 થી 2017 સુધી ભવ્ય ગાંધીએ આ શોમાં ટપ્પુની ભૂમિકા ભજવી હતી. રાજ અનડકટે શો છોડ્યો ત્યારથી આ પાત્ર ભજવી રહ્યો છે. બંને કલાકારોને આ શોના દર્શકો તરફથી ઘણો પ્રેમ મળ્યો છે.

આ પણ વાંચો: ભૂમિ પેડનેકરનો ‘બોયફ્રેન્ડ’ યશ કટારિયા આવ્યો સામે? Kissing કરતો વીડિયો થયો હતો વાયરલ

આ પણ વાંચો:સાઉથના પ્રખ્યાત અભિનેતા અને જુનિયર NTRના પિતરાઈ ભાઈ તારક રત્નનું નિધન

આ પણ વાંચો:સ્વરા ભાસ્કરના લગ્ન મામલે મૈાલાનાએ જાણો શું કહ્યું…

આ પણ વાંચો:ઘરે જઈ રહેલા યુવક પર ચિત્તાએ કર્યો હુમલો, અક્ષય કુમાર સાથે છે આ કનેકશન