બોલીવૂડ એક્ટર અક્ષય કુમાર હાલ ‘છોટે મિયા બડે મિયા’ ફિલ્મના શુટિંગમાં વ્યસ્ત છે. તેઓ આ ફિલ્મમાં ટાઈગર શ્રોફ સાથે જોવા મળશે. તેઓ વારંવાર સોશિયલ મીડીયામાં પોસ્ટ દ્ધારા તેમના ફેન્સને આ શુટિંગ વિશે માહિતી આપતા રહે છે. આ ઉપરાંત તેઓ ‘સેલ્ફી’ ના પ્રમોશનમાં પણ વ્યસ્ત છે. તેઓ નુસરત અને ઈમરાન હાશમી સાથે આ પ્રમોશન કરી રહ્યા છે. તાજેતરમાં અક્ષય કુમાર ની ફિલ્મના મેક-અપ આર્ટિસ્ટે એક એવો કિસ્સો શેર કર્યો છે, જેણે બધાને ચોંકાવી દીધા છે. જેમાં મેક-અપ આર્ટિસ્ટનો ચિત્તાની સાથે ભેટો થયો હતો.
શ્રવણ વિશ્વકર્મા મેક-અપ આર્ટિસ્ટ
અક્ષય કુમાર ની ફિલ્મના મેક-અપ આર્ટિસ્ટ શ્રવણે આ ખતરનાક ઘટના શેર કરતા કહ્યુ કે ‘હું મારા મિત્રને ઘરે ઉતારવા જઈ રહ્યો હતો. જ્યાં અમારું શૂટિંગ ચાલતું હતું ત્યાંથી થોડે દૂર ડાઉનસ્ટ્રીમ હતું. ત્યાં એક ડુક્કર રસ્તો ઓળંગી રહ્યું હતું તેથી મેં વિચાર્યું કે અહિયાંથી ફટાફટ નીકળી જવામાં જ ભલાઈ છે. એટલામાં ત્યાં ચિત્તો આવ્યો અને મેં મારી બાઇક સ્પીડ વધારીને જોયું તો તે એક ભૂંડનો શિકાર કરવા તેની પાછળ જઈ રહ્યો હતો. મારી બાઇક અચાનક જ ચિત્તા સાથે અથડાઇ ગઈ અને તે બાદ બસ મને એટલું જ યાદ છે કે હું બાઇક પરથી નીચે પડી ગયો હતો અને ચિત્તો મારી આસપાસ ફરી રહ્યો હતો, તે બાદનું મને કશું જ યાદ નથી હું બેભાન થઈ ગયો હતો ત્યારબાદ ત્યાંનાં લોકોએ મને હોસ્પિટલ લઇ ગયા હતા.
શ્રવણએ હાલ યશરાજની ફિલ્મ બડે મિયા છોટે મિયાના શૂટિંગમાં મેક-અપ આર્ટિસ્ટ તરીકે કામ કરે છે. તે આ ફિલ્ડમાં ઘણા વર્ષોથી કામ કરી રહ્યો છે. તેને કહ્યું કે તેના મિત્રને મૂકવા જઈ રહ્યો હતો તે બાદ શું થયું તેનો તેને ખ્યાલ નથી. તે ભાનમાં આવ્યો ત્યારે તે હોસ્પિટલમાં હતો અને તેના મિત્રએ કહ્યું કે સારવારનો બધો જ ખર્ચો પ્રોડક્શન હાઉસના લોકો ઉઠાવી રહ્યા છે. શ્રવણ અહિયાં છેલ્લા 12 વર્ષથી કામ કરે છે તેને કહ્યું કે મેં અત્યાર સુધી માત્ર આ હુમલાઓ વિશે સાંભળ્યું જ હતું ક્યારેય વિચાર્યું નહોતું કે આવું મારી સાથે થશે.
આવા અવાર-નવાર કિસ્સાઓ બનતા હોય છે. પરંતુ તેને દબાવી દેવામાં આવે છે . ફિલ્મસિટી ત્રણસો એકરમાં બની છે. અહીં રાત્રે જાવ તો સ્ટ્રીટ લાઇટની પણ સુવિધા નથી. લાઇટનો અભાવ છે અને તેના કારણે અકસ્માતો સતત બની રહ્યા છે.
આ પણ વાંચો:Entertentment/હવે કરીના કપૂર પણ એક્શનમાં અજમાવશે હાથ,માર્વેલની ‘ધ વેસ્ટલેન્ડર્સ’માં કરશે આ રોલ
આ પણ વાંચો:મુંબઈમાં ગોદરેજ કંપનીએ ખરીદ્યો રાજ કપૂરનો બંગલો, જાણો શા માટે મહત્વપૂર્ણ છે આ ડીલ
આ પણ વાંચો:શાહરૂખ ખાને નયનતારાને કરી Kiss, ચેન્નાઈમાં એક સાથે જોવા મળ્યા સ્ટાર્સ, વીડિયો વાયરલ