transfer/ પોલીસ વિભાગમાં બદલીઓ દોર યથાવત, બિન હથિયારી 183 પીએસઆઇની બદલી

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી હવે નજીક આવી રહી છે ત્યારે પોલીસ બેડામાં મોટા પાયે ફેરફારો થતા જોવા મળી રહ્યાં છે  સતત બે દિવસથી બદલીનો દોર ચાલી રહ્યો છે

Top Stories Gujarat
2 32 પોલીસ વિભાગમાં બદલીઓ દોર યથાવત, બિન હથિયારી 183 પીએસઆઇની બદલી

પોલીસ વિભાગમાં બદલીઓ દોર
બિન હથિયારી PSIની બદલીઓ
183 PSIની કરવામાં આવી બદલી
સતત બે દિવસથી ચાલી રહ્યો છે બદલીનો દોર

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી હવે નજીક આવી રહી છે ત્યારે પોલીસ બેડામાં મોટા પાયે ફેરફારો થતા જોવા મળી રહ્યાં છે.  સતત બે દિવસથી બદલીનો દોર ચાલી રહ્યો છે.  બે દિવસ પહેલા જ અમદાવાદ સહિતના રાજ્યના 113 બિન હથિયારી પોલીસ ઈન્સ્પેક્ટરની તાત્કાલિક અસરથી બદલી કરવામાં આવી હતી . બાદમાં 13 પીઆઈના બદલી કરવામાં હતી ત્યારે આજે ફરીબિન હથિયારી 183 પીએસઆઇની બદલી કરવામાં આવી છે.

નોંધનીય છે કે અગાઉ પણ મોટા પાયે પોલીસ વિભાગમાં ફેરફાર કરવામાં આવ્યા હતા. ઓગસ્ટ મહિનામાં પણ ગુજરાતના બિન હથિયાર ધારી 38 PIની બદલી કરાઈ હતી. હવે ફરી એક વખત બદલીનો દોર યથાવત છે.