પહેલ/ કોઇ પણ સંજોગોમાં મતદાન કરવુ જ જોઇએ, મહિલાઓનું મતદાન જાગૃતિ અભિયાન

મહિલા ગ્રુપ દ્ધારા અન્ય મહિલાઓને એ સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા છે કે, કોઇ પણ સંજોગોમાં મતદાન કરવુ જ જોઇએ, એક મત પણ કિંમતી છે

Top Stories Gujarat Gujarat Assembly Election 2022 Trending
Untitled 43 4 કોઇ પણ સંજોગોમાં મતદાન કરવુ જ જોઇએ, મહિલાઓનું મતદાન જાગૃતિ અભિયાન

ગુજરાતમાં ઇલેક્શની તારીખો જાહેર થતા જ જદા-જુદા પક્ષોએ જીત માટે કમરકસી લીધી છે. ત્યારે પોતાનો મત કેટલો અમૂલ્ય છે, તેના માટે આ વર્ષે મહિલાઓએ મતદાન જાગૃતિ અભિયાન હાથ ધર્યુ છે. મહિલા ગ્રુપ દ્ધારા અન્ય મહિલાઓને એ સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા છે કે, કોઇ પણ સંજોગોમાં મતદાન કરવુ જ જોઇએ, એક મત પણ કિંમતી છે. જેની માટે કિટી પાર્ટી, ગેટ ટૂ ગેધર, ગ્રુપ ટોકિંગ, વીડિયો કોલ અને સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવામાં આવે છે. અનેક મહિલાઓના ગ્રુપ મતદાન જાગૃતિ અભિયાનમાં અગ્રેસર રહીને મતદાનનું મહત્વ સમજાવી રહ્યા છે.

સવાર સવારમાં નિકીતા વહેલા વહેલા કામ પતાવવાની દોડધામમાં લાગેલી હતી. ત્યાંજ સાસુમાએ પાછળથી ટોકતા કહ્યું કે કેમ આજે ઉતાવળે કામે લાગી છે, બહાર જવાનું છે. ત્યારે નિકીતાએ કહ્યું અરે ના..ના.મમ્મી આ તો ચૂંટણીની તારીખો જાહેર થઇ ગઇ છે. માટે અમારા કીટી ગ્રુપે નક્કી કર્યુ છે કે હવે રોજ બે કલાક શહેરના જુદા-જુદા વિસ્તારો અને એવી મહિલાઓ જેમને પોતાના મતનું મૂલ્ય જ ખબર નથી તેમના ત્યાં જવાનું અને તેમને મતદાન વીશેની સમજ આપવાની. ત્યારે સાસુ કોકીલાબેન બોલ્યા કે પણ એમ તમને લોકોને કેવી રીતે ખ્યાલ આવે કે કયાં જવું, કઇ મહિલાઓ પાસે જવું..મમ્મી અમે તેની માટે પણ ડેટા ભેગો કર્યો છે. ખાસ કરીને સ્લમ વિસ્તારમાં મહિલાઓ મતદાનને લઇને જાગૃત નથી. આ ઉપરાંત પણ ઘણા વિસ્તારો છે, અરે ઘણી જગ્યાએ તો એજ્યુકેટેડ મહિલાઓ પણ મતદાન કરવા જવાનું ટાળે છે. કહે છે કે મારા એક મતથી શું ફરક પડે. બસ આવી અનેક મહિલાઓ માટે અમારા કીટી ગ્રુપે નક્કી કર્યુ છે કે અમે મતદાન જાગૃતિ અભિયાન ચલાવીશું. એકાદ મહિનો કીટી પાર્ટીમાં ગેમ નહી રમીએ, બહાર ફરવા નહીં જઇએ અને અન્ય પ્રવૃતિ નહીં કરીએ તો કોઇ ફરક નહીં પડે. પરંતુ જો અમારા આ અભિયાનથી મહિલાઓમાં થોડી પણ જાગૃતિ આવી તો અમને સારુ કામ કર્યાનો સંતોષ થશે.

આજે પણ મહિલાઓમાં મતદાનને લઇને નિરસતા

election main કોઇ પણ સંજોગોમાં મતદાન કરવુ જ જોઇએ, મહિલાઓનું મતદાન જાગૃતિ અભિયાન

ઉપરની વાત સાંભળીને પહેલા તો જરા નવાઇ લાગે કે, વળી હવે તો લોકો મતદાનને લઇને ઘણા જાગૃત છે તો પણ આવા અભિયાનની જરૂર છે.  પરંતુ હકીકતમાં ઘણી વખત આપણને જે લાગતુ હોય તે સાચું નથી હોતું. આજે પણ મહિલાઓમાં મતદાનને લઇને નિરસતા જોવા મળે છે. ઘરનો પુરૂષ વર્ગ મતદાન કરી આવે એટલે તેમને પત્યું. પોતે મતદાન કરવું છે કે મારે પણ મતદાન કરવું જ જોઇએ જેવી વાતો તેમની માટે ખાસ મહત્વની નથી. કારણ કે તેમને તો ફક્ત પોતાના ઘર, સમાજ, વ્યવહારો અને પરિવારથી જ મતલબ હોય છે. પોતાનો મત કેટલો કિમતી છે તેની તો જાણ શુદ્ધા નથી હોતી. માટે આજે પણ અનેક જગ્યાએ મહિલાઓ દ્ધારા મતદાન કરવામાં ઉદાસીનતા જોવા મળે છે.

ચૂંટણી પંચે ગુજરાત વિધાનસભાની મતદાર યાદી પ્રસિધ્ધ કરી છે. જે પ્રમાણે રાજ્યમાં કુલ 4,90,89,765 મતદારો છે. આ મતદાર યાદી પ્રમાણે 2,37,51, 738 મહિલા મતદારો છે. જેના પરથી એટલુ તો સ્પષ્ટ થાય છે કે કોઇ પણ સરકારને સત્તા પર બેસાડવામાં મહિલા મતદારોનો મહત્વનો ફાળો રહેલો છે.

મારા એક મતથી થોડી સરકાર બની જવાની

urvi soni yoo womniya કોઇ પણ સંજોગોમાં મતદાન કરવુ જ જોઇએ, મહિલાઓનું મતદાન જાગૃતિ અભિયાન

આ વીશે મંતવ્ય સાથે વાત કરતા અમદાવાદના યો વુમનિયા ગ્રુપના ઉર્વિ સોની કહે છે, “અમારા ગ્રુપમાં અનેક બહેનો છે, અમે ઘણી બધી એક્ટીવીટી કરીએ છીએ. ત્યારે આ વખતે અમે એમ નક્કી કર્યુ છે કે મતદાન માટે મહિલાઓને જાગૃત કરવી. સામાન્ય રીતે મતદાનને લઇને મહિલાઓમાં જોઇએ એટલી જાગૃતિ નથી. કદાચ આ વાત સાંભળવામાં થોડી અજુગતી લાગે પરંતુ વાત બીલકુલ સાચી છે. એવુ નથી કે જે મહિલાઓ અભ્યાસુ નથી તેમનામાં જ મતદાનને લઇને ઉત્સાહ નથી. અમે અનેક જગ્યાએ જઇએ છે ત્યારે ભણેલી-ગણેલી અને ઉચ્ચ અભ્યાસુ મહિલાઓ પણ અમને પ્રશ્ન કરે છે, કે મારા એક મતથી થોડી સરકાર બની જવાની છે. જ્યારે ઘણી જગ્યાએ તો મહિલાઓ એમ પણ કહે છે, કે મત આપવાનો શું અર્થ, સરકાર ગમે તેની આવે અમારે તો રસોડામાંથી બહાર જ ક્યાં આવવાનું છે. આવી મહિલાઓ માટે અમે ખાસ સેસન રાખીએ છીએ. જેમને સમજાવીએ છીએ કે એક મતની પણ કિમંત છે માટે જ ચૂંટણી પંચ દ્ધારા માત્ર એક જ મત માટે ગીરના મહંત ભરતદાસબાપુ માટે ખાસ મતદાન મથક ઉભું કરવામાં આવે છે. આપણા મતની અમૂલ્યતા જો આપણે નહીં સમજીએ તો કોણ સમજશે. માટે ગમે તે કામ હોય પડતુ મુકીને મતદાને ફસ્ટ પ્રાયોરીટી આપો.”

મતદાન કરવા નથી જતા તેમને  બોલવાનો હક  નથી

sonal soni ahmedabad કોઇ પણ સંજોગોમાં મતદાન કરવુ જ જોઇએ, મહિલાઓનું મતદાન જાગૃતિ અભિયાન

જ્યારે સોનલ સોની મંતવ્ય સાથે વાત કરતા કહે છે, “સ્લમ વિસ્તારમાં રહેતી મહિલાઓમાં મતદાનને લઇને ઘણી બધી નિરસતા છે. મતદાર કાર્ડ હોવા છતા પણ તે મતદાન કરવા તૈયાર નથી. તેમના મતે મતદાન કરીએ કે ન કરીએ કોઇ ફર્ક નથી પડતો. અને ચૂંટણી સમયે બધા મત લેવા માટે આવે છે. અને પછી  અમારી સમસ્યાઓનું નિવારણ થતું જ નથી. આવી મહિલાઓને અમે સમજાવી કે તમારા કોઇ પણ પ્રશ્નોનું નિરાકરણ ત્યારે જ થશે જ્યારે તમે સાથે મળીને મતદાન કરશો. એક મત પણ કિંમતી છે, તમે મતદાન કરવા જતા નથી અને પછી પોતાની સમસ્યાઓને લઇને બોલ્યા કરો તે યોગ્ય નથી. હકીકતમાં તો જે લોકો મતદાન કરવા નથી જતા તેમને કશુ બોલવાનો હક જ નથી. કારણ કે જ્યારે તમારા હકનો ઉપયોગ કરી યોગ્ય વ્યક્તિ માટે મતદાન નથી કરતા તો પછી, પોતાના પ્રોબ્લમ વીશે વાત કરવાનો પણ હક નથી રહેતો. અમારા આ અભિયાનમાં યો વુમનિયાની દરેક મહિલાઓ જોડાઇ છે. જે ખુબ જ ઉત્સાહભેર મહિલાઓને સમજ આપે છે કે મતદાન કેટલુ મહત્વનું છે. કોઇને ઉદાહરણ આપીને તો, કોઇને પ્રેક્ટીકલી, જે રીતે સમજાવી શકાય તે રીતે સમજાવીએ છીએ. કારણ કે અમારો એક જ ધ્યેય છે કે મહિલાઓ દ્ધારા 100 ટકા મતદાન થાય.”

લગ્ન કરતા પણ વધૂ મતદાનને મહત્વ આપવું

dipti joshi dimaru friends anklesver કોઇ પણ સંજોગોમાં મતદાન કરવુ જ જોઇએ, મહિલાઓનું મતદાન જાગૃતિ અભિયાન

ચૂંટણીની તારીખો જાહેર થઇ તેની પહેલા અને પછી અનેક લગ્નની તારીખો પણ જાહેર થઇ છે. જેમાં ખાસ કરીને 2 ડિસેમ્બર અને 4 ડિસેમ્બરે સૌથી વધૂ લગ્ન છે. તેમ કહેતા અંકલેશ્વરના દિપ્તી જોષી મંતવ્યને કહે છે, “અમારા કીટી ગ્રુપે નક્કી કર્યુ છે કે આપણા સગા-સબંધી, આડોશી-પાડોશી અને ઓળખાણમાં જ્યાં પણ આ તારીખોમાં લગ્ન છે ત્યાં મતદાન જાગૃતિ માટે એક ખાસ કાર્યક્રમ રાખવો. જેમાં ખાસ કરીને ઘરની મહિલાઓને મતદાનના મહત્વથી માહિતગાર કરવી. કારણ કે લગ્નના સમયમાં સૌથી વધારે કામ મહિલાઓને હોય છે. બહારગામ લગ્નમાં જવાનું હોય તો સરલતાથી મતદાન ટાળવામાં આવે છે. પરંતુ જો મહિલાઓ જ મક્કમ બનીને મતદાન માટે આગળ આવશે તો ચોક્કસથી બદલાવ આવશે. તેમાં પણ ઘરની એક મહિલા પણ મતદાન કરવા નિકળશે તો અન્ય મહિલાઓ તો જાતે જ તૈયારી થઇ જશે. માટે અમારો પ્રયાસ છે કે ભલે લગ્નગાળામાં ચૂંટણીની તારીખો હોય પરંતુ લગ્ન કરતા પણ વધૂ મતદાનને મહત્વ આપવું.”

એક મત પણ હાર અને જીત અપાવી શકે છે

priti sarviya kiti group કોઇ પણ સંજોગોમાં મતદાન કરવુ જ જોઇએ, મહિલાઓનું મતદાન જાગૃતિ અભિયાન

પ્રિતી સૈરવૈયા મંતવ્ય સાથે વાત કરતા કહે છે, “સોશિયલ મીડિયાના યુગમાં કોઇ પણ વાત બીજા સુધી પહોંચાડવી સાવ સરલ બની ગઇ છે. અમારા ગ્રુપ દ્ધારા વોટ્સએપ ગ્રુપમાં મતદાન જાગૃતિને લઇને ખાસ ગ્રુપ બનાવવામાં આવ્યું છે. જેમાં જુદા-જુદા વિસ્તારની બહેનોને ઓનલાઇન કાર્યક્રમો દ્ધારા જાગૃત કરવામાં આવે છે. એટલુ જ નહીં ડ્રામા અને સ્પર્ધા દ્ધારા પણ મહિલાઓની ભૂમિકા ચૂંટણીમાં સવિશેષ કેવી રીતે છે તે સમજાવીએ છીએ. ઇલેક્શન થીમ બેઝ નાટક તૈયાર કરી જુદા-જુદા પાત્રો ભજવા, ટેલીફોનીક વાતચીત કરવી, મેસેજીસ કરવા અને મીમ્સ પણ બનાવીને મહિલાઓને મતદાનની સાચી સમજ આપીએછીએ. સમયમાં ઘણો બદલાવ આવ્યો છે. પહેલા કરતા અત્યારે મહિલાઓમાં મતદાનને લઇને ઘણી જાગૃતિ જોવા મળે છે. પરંતુ ઘણી વખત અન્ય કામને મહત્વ આપવાના ચક્કરમાં મતદાન કરવાનું મહિલાઓ ટાળે છે. માટે મહિલાઓમાં મતદાન માટે જાગૃતિ જરૂછે. જે સમજે કે એક મત પણ હાર અને જીત અપાવી શકે છે.”

election 1 કોઇ પણ સંજોગોમાં મતદાન કરવુ જ જોઇએ, મહિલાઓનું મતદાન જાગૃતિ અભિયાન

છેલ્લા બે-એક દાયકાની વાત કરીએ તો ચૂંટણીમાં મહિલાઓનું વર્ચસ્વ જોવા મળે છે. પરંતુ જ્યારે પણ વાત મતદાનની આવે એટલે તેમને ફરજીયાત ઘરના પુરૂષ વર્ગ પર આધારિત રહેવું પડતું હોય છે. ઘરના પુરૂષ કહે ત્યારે મતદાન કરવા જવું જેમને કહે તેને જ વોટ આપવો આ બધી બાબત સાવ સામાન્ય છે. પરંતુ આ બધુ પણ ત્યારે જ શક્ય બને જ્યારે મહિલા મતદાન મથક સુધી પહોંચે. ધીમે ધીમે મહિલાઓ જાતે જાગૃત બનીને પોતાના મતની કિંમત સમજતી થઇ છે. તો સાથે સાથે મહિલાઓના અનેક ગ્રુપ છે જેમણે મતદાન માટે કમરકસી છે. પોતે મતદાન કરવા જઇએ ત્યારે સાથે બે મહિલાઓને પણ મતદાન માટે લઇને જ જવાનું આવા નિર્ધાર પણ આ વખતે કરવામાં આવ્યાં છે.  મહિલાઓના આ પ્રયાસને બિરદાવવા જેવો તો ખરો કેમ..?