RANKING/ નીરજ ચોપરાએ ફરી ઈતિહાસ રચ્યો, જેવલિન થ્રો વર્લ્ડ રેન્કિંગમાં નંબર-1 એથ્લેટ

આ ભારતીય સ્ટારે પ્રથમ વખત આ રેન્કિંગ હાંસલ કરીને ઈતિહાસ રચ્યો છે.

Top Stories Sports

ભારતીય સ્ટાર જેવલિન થ્રોઅર નીરજ ચોપરાએ ફરી એકવાર ઈતિહાસ રચીને ભારતનું નામ રોશન કર્યું છે. ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતનાર નીરજ ચોપરા હવે ભાલા ફેંકની રેન્કિંગમાં નંબર 1 એથ્લેટ બની ગયો છે. તેમણે સોમવારે (22 મે)ના રોજ આ સિદ્ધિ મેળવી હતી. વાસ્તવમાં, વર્લ્ડ એથલેટિક્સે તાજેતરની રેન્કિંગ જાહેર કરી છે, જેમાં નીરજ ચોપરા પુરુષોની ભાલા ફેંક રેન્કિંગમાં નંબર-1 બની ગયો છે. આ ભારતીય સ્ટારે પ્રથમ વખત આ રેન્કિંગ હાંસલ કરીને ઈતિહાસ રચ્યો છે.

વર્લ્ડ એથ્લેટિક્સની તાજેતરની રેન્કિંગ અનુસાર, નીરજ ચોપરાના હાલમાં 1455 પોઈન્ટ છે, જે વર્તમાન વર્લ્ડ ચેમ્પિયન એન્ડરસન પીટર્સ કરતા 22 પોઈન્ટ વધુ છે. નીરજે જર્મનીના એન્ડરસન પીટર્સને હરાવ્યો છે. એન્ડરસનના હાલ 1433 પોઈન્ટ છે. ટોપ-5 રેન્કિંગમાં પાકિસ્તાનનો અરશદ નદીમ પણ છે. વર્લ્ડ રેન્કિંગમાં નીરજ અને એન્ડરસન પછી ત્રીજા નંબર પર ચેક રિપબ્લિકનો જેકોબ વાડલેજ છે, જેમના 1416 પોઈન્ટ છે. ચોથા નંબર પર જર્મનીના જુલિયન વેબર છે, જેમના હાલ 1385 પોઈન્ટ છે. નંબર-4 પર 1306 માર્ક્સ સાથે અરશદ નદીમનો કબજો છે. નીરજ અને અરશદમાં ઘણો તફાવત છે.

જેવલિન થ્રો રેન્કિંગના ટોપ-5 એથ્લેટ્સ   નીરજ ચોપરા (ભારત) – 1455 પોઈન્ટ એન્ગરસન પીટર્સ (જર્મની) – 1433 પોઈન્ટ જેકબ વડલેજચ (ચેક રિપબ્લિક) – 1416 પોઈન્ટ જુલિયન વેબર (જર્મની) – 1385 પોઈન્ટ અરશદ નદીમ (પાકિસ્તાન) – 1306 પોઈન્ટ