IPL 2021/ તો શું હવે સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી નહી રમે David Warner?

ઓસ્ટ્રેલિયન ઓપનર વોર્નરનું બેટ પ્રથમ બે મેચમાં શાંત રહ્યું, ત્યારબાદ તેને ત્રીજી મેચમાં રાજસ્થાન રોયલ્સ સામે પ્લેઇંગ ઇલેવનમાંથી બહાર કરવામાં આવ્યો હતો.

Sports
ડેવિડ વોર્નર

છેલ્લા કેટલાક સમયથી ડેવિડ વોર્નર અને સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) વચ્ચે ઝઘડાનાં સમાચાર સામે આવી રહ્યા હતા. IPL 2021 નાં ​​પ્રથમ તબક્કામાં વોર્નરની આગેવાની હેઠળની ટીમે ખૂબ જ નિરાશાજનક પ્રદર્શન કર્યું હતું, ત્યારબાદ તેની પાસેથી કેપ્ટનશીપ છીનવી લેવામાં આવી હતી અને કેન વિલિયમસનને આપવામાં આવી હતી. આ પછી તેને આગામી મેચમાં પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કરવામાં આવ્યો ન હતો, ત્યારબાદ તેના વિશે ઘણી ચર્ચા થઇ હતી.

આ પણ વાંચો – Cricket / શિક્ષિત દેશોએ ભારતને અનુસરવું ન જોઇએઃ શાહિદ આફ્રિદી

વળી, બીજી લીગમાં, ઓસ્ટ્રેલિયન ઓપનર વોર્નરનું બેટ પ્રથમ બે મેચમાં શાંત રહ્યું, ત્યારબાદ તેને ત્રીજી મેચમાં રાજસ્થાન રોયલ્સ સામે પ્લેઇંગ ઇલેવનમાંથી બહાર કરવામાં આવ્યો હતો. આવી સ્થિતિમાં હવે એક મોટો નિર્ણય લેતા વોર્નરે હૈદરાબાદની ટીમથી અલગ થવાનો નિર્ણય કર્યો છે. તે હાલનાં તબક્કે SRH માટે રમશે નહીં. આપને જણાવી દઈએ કે, વોર્નરની જગ્યાએ હૈદરાબાદે ઈંગ્લેન્ડનાં જેસન રોયને રાજસ્થાન સામેની પ્લેઈંગ ઈલેવનમાં તક આપી હતી. રોયે મેચમાં શાનદાર બેટિંગ કરતા 42 બોલમાં 8 ચોક્કા અને 1 છક્કાની મદદથી 60 રન બનાવ્યા હતા અને તેને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. વળી જ્યારે હૈદરાબાદની ટીમ ફિલ્ડિંગ કરી રહી હતી, 10 ઓવર પછી, ફ્રેન્ચાઇઝે ઇન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો. એક યુઝરે આ પોસ્ટ પર ટિપ્પણી કરી, ‘સ્ટેડિયમમાં વોર્નર છે. અમે તેને જોઇ રહ્યા નથી.’ વોર્નરે આ ટિપ્પણીનો જવાબ આપ્યો અને હાવભાવમાં સ્પષ્ટ કરી દીધું કે હવે તે હૈદરાબાદની જર્સીમાં મેદાનમાં નહીં આવે. તેમણે લખ્યું, ‘કમનસીબે આવું ફરી નહીં થાય, પણ કૃપા કરીને સપોર્ટ કરતા રહો.’

આ પણ વાંચો – Cricket / પાકિસ્તાનનાં દિગ્ગજ ખેલાડી અને પૂર્વ કેપ્ટન ઇન્ઝમામ-ઉલ-હકને આવ્યો Heart Attack

હૈદરાબાદે રાજસ્થાન સામે 7 વિકેટે મોટી જીત નોંધાવી હતી. રોયે પ્રથમ વિકેટ માટે રિદ્ધિમાન સાહા (18) અને કેપ્ટન વિલિયમસન સાથે બીજી વિકેટ માટે 57-57 રન સાથે ટીમને શાનદાર શરૂઆત અપાવી. વિલિયમસને 41 બોલમાં અણનમ 51 રનની ઇનિંગ દરમિયાન પાંચ ચોક્કા અને એક છક્કો ફટકાર્યો હતો. તેણે અભિષેક શર્મા (અણનમ 21) સાથે ચોથી વિકેટ માટે અણનમ 48 રનની ભાગીદારી કરીને ટીમને જીતી લીધી હતી. IPL 2021 માં હૈદરાબાદની આ બીજી જીત છે. SRH પોઈન્ટ ટેબલમાં 4 પોઈન્ટ સાથે આઠમાં સ્થાને છે. મેચ બાદ વિલિયમ્સને કહ્યું, ‘રોયે ટીમમાં ઉર્જાનો સંચાર કર્યો હતો. તેણે શાનદાર પ્રદર્શન કર્યું. તેને તક મળી રહી ન હોતી પરંતુ તે હંમેશા રમવા માટે તૈયાર હતો.