Patan News/ પાટણમાં રાજકીય ઘમાસાણ: કોંગ્રેસ MLA કિરીટ પટેલ સામે ચીફ ઓફિસરે માનહાનિનો દાવો દાખલ કર્યો

પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસરે કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલ (Kirit Patel) સામે માનહાનિનો દાવો દાખલ કર્યો છે. BU પરમિશન મુદ્દે કરાયેલા આક્ષેપો બાદ વિવાદ કોર્ટ સુધી પહોંચ્યો છે.

Top Stories Gujarat Others Breaking News
પાટણના કોંગ્રેસ MLA Kirit Patel સામે ચીફ ઓફિસરની કોર્ટમાં માનહાનિ અરજી

Patan News : પાટણના રાજકારણમાં એક નવા વિવાદે જોર પકડ્યું છે. પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસરે કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલ (Kirit Patel) સામે કોર્ટમાં માનહાનિ (બદનક્ષી)નો દાવો દાખલ કરતાં રાજકીય વર્તુળોમાં ચર્ચાનો માહોલ સર્જાયો છે. સમગ્ર વિવાદ પાટણના નવા બસ સ્ટેશનને આપવામાં આવેલી બિલ્ડિંગ યુઝ (BU) પરમિશન અને નગરપાલિકાના વહીવટને લઈને કરવામાં આવેલા નિવેદનો બાદ ઊભો થયો હોવાનું સામે આવ્યું છે.

Kirit Patel સામે બદનક્ષીનો દાવો

માહિતી અનુસાર, તાજેતરમાં યોજાયેલી જિલ્લા સંકલન સમિતિની બેઠક દરમિયાન ધારાસભ્ય કિરીટ પટેલે (Kirit Patel) બસ સ્ટેશનની BU પરમિશન પ્રક્રિયા અંગે પ્રશ્નો ઉઠાવ્યા હતા. આ દરમિયાન તેમણે નગરપાલિકાના વહીવટ અને ચીફ ઓફિસરની કામગીરીને લઈને ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો પણ કર્યા હોવાનું જણાવવામાં આવે છે.

ધારાસભ્યએ શહેરમાં વધી રહેલી ટ્રાફિક સમસ્યા, ગેરવ્યવસ્થિત પાર્કિંગ અને નાગરિક સુવિધાઓના મુદ્દાઓ પણ બેઠકમાં રજૂ કર્યા હતા. તેમના નિવેદનો બાદ આ સમગ્ર મામલો ચર્ચાનો વિષય બન્યો હતો.

ચીફ ઓફિસરનું કહેવું છે કે જાહેરમાં કરાયેલા આક્ષેપોથી તેમની વ્યક્તિગત તેમજ સરકારી અધિકારી તરીકેની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચ્યું છે. તેથી તેમણે કોર્ટમાં માનહાનિનો દાવો દાખલ કરીને કાયદાકીય કાર્યવાહી શરૂ કરી છે.

આ ઘટનાથી પાટણના રાજકારણમાં નવી ચર્ચાઓ શરૂ થઈ છે. હવે આ મામલે કોર્ટમાં આગામી સુનાવણી અને કાયદાકીય પ્રક્રિયા પર સૌની નજર રહેશે. સાથે જ રાજકીય પક્ષો અને સ્થાનિક આગેવાનોની પ્રતિક્રિયાઓ પણ આગામી દિવસોમાં મહત્વની બની શકે છે.


આ પણ વાંચો:સરકાર સામે લડવું હોય તો ક્યાં તો તમે ચોખ્ખા હોવા જોઈએ, નહીં તો લુખ્ખા હોવા જોઈએઃ કિરીટ પટેલ

આ પણ વાંચો:કોંગ્રેસમાં કિરીટ પટેલ અને જિજ્ઞેશ મેવાણી વચ્ચે વર્ગવિગ્રહ પરાકાષ્ઠાએ

આ પણ વાંચો:પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે મુખ્યમંત્રીને પત્ર લખીને દેવા માફીની માંગ કરી