Breaking News/ AMCમાં નવી કમિટીઓની જાહેરાત: વોટર સપ્લાયમાં ધરમશી દેસાઈ, રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીમાં જૈનિક વકીલ બન્યા ચેરમેન

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની 11 મુખ્ય કમિટી (AMC New Committee)ઓના નવા ચેરમેનની જાહેરાત કરવામાં આવી છે. વોટર સપ્લાયથી લઈને રોડ એન્ડ બિલ્ડિંગ સહિત અનેક મહત્વની કમિટીઓને નવી ટીમ મળી છે.

Top Stories Ahmedabad Gujarat Breaking News
ભાજપે જાહેર કરી AMC New Committee, વોટર સપ્લાયથી હેલ્થ સુધી બદલાયા ચેરમેન

Breaking News: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની વિવિધ મહત્વની કમિટી (AMC New Committee)ઓ માટે નવા ચેરમેન અને સભ્યોની જાહેરાત કરવામાં આવી છે. સામાન્ય સભા પૂર્વે યોજાયેલી સત્તાધારી પક્ષની બેઠકમાં વિવિધ કમિટીઓના ચેરમેન, ડેપ્યુટી ચેરમેન અને સભ્યોના નામને મંજૂરી આપવામાં આવી હતી. આ નવી નિમણૂકો સાથે શહેરના વહીવટી અને વિકાસલક્ષી કાર્યોને નવી દિશા આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

આ વખતે વોટર સપ્લાય કમિટીના ચેરમેન તરીકે બોડકદેવના ધરમશી દેસાઈની નિમણૂક કરવામાં આવી છે, જ્યારે રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીની જવાબદારી પાલડીના જૈનિક વકીલને સોંપવામાં આવી છે. હેલ્થ એન્ડ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ કમિટીમાં નિકોલના દીપક પંચાલ, ટાઉન એન્ડ પ્લાનિંગ કમિટીમાં જોધપુરના ભાગ્યેશ પટેલ અને રિક્રિએશનલ એન્ડ હેરિટેજ કમિટીમાં સ્ટેડિયમ વોર્ડના જીતેન્દ્ર ખચરિયાને ચેરમેન બનાવવામાં આવ્યા છે.

આ ઉપરાંત લીગલ કમિટી (AMC New Committee)માં નરોડાના વિપુલ પટેલ, રેવન્યુ કમિટીમાં વિરાટનગરના મુકેશ પટેલ, હોસ્પિટલ કમિટીમાં ડૉ. ચાંદની પટેલ, મટીરિયલ મેનેજમેન્ટ કમિટીમાં હિતેન્દ્ર પરમાર, હાઉસિંગ એન્ડ ઇમ્પ્રુવમેન્ટ કમિટીમાં દર્શન શાહ તથા મહિલા અને બાળ વિકાસ કમિટીમાં ડિમ્પલબેન વરદાયનીને ચેરમેન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ (AMTS) કમિટીના ચેરમેન તરીકે પરાગ નાયકની નિમણૂક કરવામાં આવી છે. સામાન્ય સભા દરમિયાન AMTS કમિટી (AMC New Committee)ના સભ્યો તેમજ AMCની 11 પેટા કમિટીઓના સભ્યોની સત્તાવાર જાહેરાત પણ કરવામાં આવી હતી. ઉપરાંત વાડીલાલ સારાભાઈ જનરલ હોસ્પિટલ માટે પાંચ સભ્યો અને વેટરનરી હોસ્પિટલ માટે બે સભ્યોની પણ નિમણૂક કરવામાં આવી છે.

AMC New Committee ચેરમેન

વોટર સપ્લાય કમિટી: ધરમશી દેસાઈ

રોડ એન્ડ બિલ્ડિંગ કમિટી: જૈનિક વકીલ

હેલ્થ એન્ડ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ: દીપક પંચાલ

ટાઉન એન્ડ પ્લાનિંગ કમિટી: ભાગ્યેશ પટેલ

રિક્રિએશનલ એન્ડ હેરિટેજ કમિટી: જીતેન્દ્ર ખચરિયા

લીગલ કમિટી: વિપુલ પટેલ

રેવન્યુ કમિટી: મુકેશ પટેલ

હોસ્પિટલ કમિટી: ડૉ. ચાંદની પટેલ

મટીરિયલ મેનેજમેન્ટ કમિટી: હિતેન્દ્ર પરમાર

હાઉસિંગ એન્ડ ઇમ્પ્રુવમેન્ટ કમિટી: દર્શન શાહ

મહિલા અને બાળ વિકાસ કમિટી: ડિમ્પલબેન વરદાયની

નવી કમિટીઓ આગામી કાર્યકાળ દરમિયાન પાણી પુરવઠો, માર્ગો, આરોગ્ય, કચરા વ્યવસ્થાપન, ટાઉન પ્લાનિંગ અને નાગરિક સુવિધાઓ જેવા મહત્વના ક્ષેત્રોમાં નિર્ણાયક ભૂમિકા ભજવશે.


આ પણ વાંચો:અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ઇંધણ બચાવવા ડિજિટલ મીટિંગ કરશે

આ પણ વાંચો:અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં હવે ‘વહીવટદાર શાસન’, મુકેશ કુમારની એડમિનિસ્ટ્રેટર તરીકે નિમણૂક

આ પણ વાંચો:અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન માં BU વગરની નવ હોસ્પિટલ સીલ