Fennel Seed Adulteration: ઉનાળાની ગરમીમાં શરીરને ઠંડક આપતી વરિયાળી (Fennel) સ્વાસ્થ્ય માટે વરદાન સમાન છે. મુખવાસ હોય કે વરિયાળીનું શરબત, તે એન્ટી-ઓક્સિડન્ટ અને ફાઈબરથી ભરપૂર હોય છે. પરંતુ શું તમે જાણો છો કે તમે જે વરિયાળી ખાઓ છો તે શુદ્ધ છે કે ઝેર? વરિયાળીને ફ્રેશ અને વજનદાર બતાવવા માટે તેમાં લીલો રંગ અને અન્ય અશુદ્ધિઓની ભેળસેળ કરવામાં આવે છે, જે સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે.
વરિયાળીમાં કેવી રીતે થાય છે ભેળસેળ?
જૂની અને ખરાબ થઈ ગયેલી વરિયાળીને (Fennel) નવી જેવી બતાવવા માટે તેના પર કૃત્રિમ લીલો રંગ ચડાવવામાં આવે છે. આ સિવાય તેનું વજન વધારવા માટે તેમાં અન્ય સસ્તી અશુદ્ધિઓ મિક્સ કરવામાં આવે છે. આવી વરિયાળી ખાવાથી પાચનતંત્ર અને સ્વાસ્થ્ય પર ગંભીર આડઅસર થઈ શકે છે.
વરિયાળી શુદ્ધ છે કે નહીં તે તપાસવાની 4 સરળ રીતો:
રંગ દ્વારા ઓળખ: વરિયાળીનો કુદરતી રંગ આછો લીલો હોય છે. જો તમે બજારમાં એકદમ ઘેરો કે ચમકદાર લીલો રંગ જુઓ, તો સમજી લેવું કે તેમાં રંગની ભેળસેળ હોઈ શકે છે.
હથેળીમાં રગડીને તપાસો: થોડી વરિયાળી હથેળીમાં રાખીને બંને હાથ વડે રગડો. જો તમારા હાથમાં લીલો રંગ લાગી જાય અથવા ઝીણી અશુદ્ધિઓ દેખાય, તો આવી વરિયાળી ખરીદવાનું ટાળવું જોઈએ.
સ્વાદ અને સુગંધ: વરિયાળી ખરીદતા પહેલા તેના થોડા દાણા ચાખી જુઓ. જો સ્વાદમાં વધુ પડતી મીઠાશ કે કડવાશ લાગે અથવા વિચિત્ર સુગંધ આવે, તો તેમાં આર્ટિફિશિયલ એડિટિવ્સ હોવાની શક્યતા છે.
વોટર ટેસ્ટ (પાણીની તપાસ): વરિયાળીને પાણીમાં નાખતા જ જો પાણી તરત જ ઘેરા લીલા રંગનું થઈ જાય, તો તેમાં સિન્થેટિક કલર છે. શુદ્ધ વરિયાળી પાણીમાં ધીમે ધીમે રંગ છોડે છે અને તે પણ આછો હોય છે.
ખાસ નોંધ: વરિયાળી (Fennel) સ્વાસ્થ્ય માટે ત્યારે જ ફાયદાકારક છે જ્યારે તે કુદરતી અને શુદ્ધ હોય. તેથી ખરીદતી વખતે ઉપર મુજબની સાવચેતી રાખવી અનિવાર્ય છે.
આ પણ વાંચો:સવારે જાગતા જ ગરદન-પીઠમાં થાય છે દુખાવો? તમારી ઊંઘવાની આ ભૂલ હોઈ શકે છે જવાબદાર
આ પણ વાંચો: ઉનાળામાં નબળાઈ અને ચક્કરથી બચવા માટે ખાઓ આ 4 ફળ, શરીર રહેશે હાઇડ્રેટ અને એનર્જેટિક
આ પણ વાંચો : શું તમે જાણો છો તરબૂચમાં કયા વિટામિન્સ હોય છે? ઉનાળામાં આ ફળ ખાવાના ફાયદા જાણીને હેરાન રહી જશો


