Jamnagar News/ કોર્પોરેટર અસલમ ખીલજી પર જામનગરમાં હુમલો, અજાણ્યા શખ્સોએ ધોકા–પાઇપથી માર માર્યો

corporator અસલમ ખીલજી તાજેતરમાં કોંગ્રેસ પાર્ટી છોડીને આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા

Gujarat Others
corporator

Jamnagar News : જામનગર મહાનગરપાલિકાના પૂર્વ વિપક્ષી નેતા અને વર્તમાન ટર્મમાં વોર્ડ નંબર 12ના કોર્પોરેટર (corporator) અસલમ ખીલજી પર આજે ગંભીર હુમલો થયો છે. આ ચોંકાવનારી ઘટના જામનગર મહાનગરપાલિકા કચેરીના મુખ્ય પ્રવેશદ્વાર બહાર બની હતી, જ્યાં અજાણ્યા શખ્સોએ તેમના પર ધોકા અને પાઇપ જેવા હથિયારો વડે હુમલો કર્યો હતો.

કોર્પોરેટર (corporator) મહાનગરપાલિકાની કચેરીમાંથી બહાર નીકળી રહ્યા હતા

પ્રાપ્ત માહિતી અનુસાર, કોર્પોરેટર (corporator) અસલમ ખીલજી મહાનગરપાલિકાની કચેરીમાંથી બહાર નીકળી રહ્યા હતા ત્યારે ભીડભંજન રોડ પર આવેલી મુખ્ય કચેરીના ગેટ પાસે કેટલાક અજાણ્યા હુમલાખોરોએ અચાનક તેમના પર હુમલો કરી દીધો. હુમલાખોરોએ ધોકા અને લોખંડની પાઇપથી માર મારતા અસલમ ખીલજીને હાથ અને પગમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. હુમલા બાદ આસપાસ અફરાતફરી મચી ગઈ હતી.

કોર્પોરેટર (corporator) મહાનગરપાલિકાની કચેરીમાંથી બહાર નીકળી રહ્યા હતા

ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો અને કોર્પોરેટર (corporator) અસલમ ખીલજીના સમર્થકો ઘટના સ્થળે અને ત્યારબાદ જી.જી. હોસ્પિટલ ખાતે ઉમટી પડ્યા હતા. ઈજાગ્રસ્ત અસલમ ખીલજીને તાત્કાલિક સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમની સ્થિતિને ધ્યાનમાં રાખી બાદમાં વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

આ ઘટના બાદ શહેરમાં રાજકીય માહોલ ગરમાયો છે. નોંધનીય છે કે અસલમ ખીલજી તાજેતરમાં કોંગ્રેસ પાર્ટી છોડીને આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા, જેને કારણે આ હુમલાને લઈને રાજકીય અણસાર પણ જોવામાં આવી રહ્યા છે. જોકે, હાલ સુધી હુમલાનું સ્પષ્ટ કારણ સામે આવ્યું નથી.

ઘટનાની જાણ થતાં જ પોલીસનો કાફલો ઘટના સ્થળે તેમજ હોસ્પિટલ ખાતે પહોંચ્યો હતો. પોલીસે હુમલાખોરોને ઝડપી પાડવા માટે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. સીસીટીવી ફૂટેજ, પ્રત્યક્ષદર્શીઓના નિવેદનો અને અન્ય પુરાવાઓના આધારે તપાસ ચાલી રહી છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, હુમલાખોરો કોણ હતા અને હુમલા પાછળનું સાચું કારણ શું છે તે અંગે તપાસ બાદ જ સ્પષ્ટતા થશે.

જામનગર શહેરમાં જાહેર સ્થળે થયેલા આ હુમલાથી સુરક્ષા વ્યવસ્થા અને રાજકીય હિંસાને લઈને અનેક પ્રશ્નો ઉભા થયા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સાબરમતીમાં કાયદાને ખુલ્લો પડકાર, ફરજ પરની પોલીસ પર હુમલો, PCR વાનમાં તોડફોડ

આ પણ વાંચો: જૂનાગઢમાં સોનાની ગીરવે મૂકેલી વસ્તુ પરત ન મળતાં થયેલી તકરારમાં દંપતી પર જીવલેણ હુમલો

આ પણ વાંચો: સુરતના મોટા વરાછા વિસ્તારમાં જૂની અદાવતના કારણે BBA વિદ્યાર્થી પર 15થી વધુ યુવકોનો હુમલો