Not Set/ અમદાવાદ : પ્રેમીએ યુવતીનાં ગળા પર છરી ફેરવી ગળું કાપવાનો કર્યો પ્રયાસ

પાગલ પ્રેમી ઘાતક બન્યાનો અજબ કિસ્સો અમદાવાદમાં સામે આવ્યો છે. અને પ્રેમી દ્વારા યુવતી પર ઘાતકી જાન લેવા હુમલો કરવામા આવતા સમગ્ર વિસ્તારમાં ચર્ચાએ વેગ પડ્યો છે. વાત જાણે એમ છે કે અમદાવાદના ચાંદલોડિયા વિસ્તારમાં એક યુવતીનું ગળું કાપવાનો પ્રયાસ તેના કહેવાતા પ્રેમી દ્વારા કરવામાં આવ્યો હતો. પ્રેમ પ્રકરણમાં યુવતીનું ગળું કાપવાનો પ્રયાસ કરતાં ત્યાં […]

Ahmedabad Gujarat

પાગલ પ્રેમી ઘાતક બન્યાનો અજબ કિસ્સો અમદાવાદમાં સામે આવ્યો છે. અને પ્રેમી દ્વારા યુવતી પર ઘાતકી જાન લેવા હુમલો કરવામા આવતા સમગ્ર વિસ્તારમાં ચર્ચાએ વેગ પડ્યો છે. વાત જાણે એમ છે કે અમદાવાદના ચાંદલોડિયા વિસ્તારમાં એક યુવતીનું ગળું કાપવાનો પ્રયાસ તેના કહેવાતા પ્રેમી દ્વારા કરવામાં આવ્યો હતો. પ્રેમ પ્રકરણમાં યુવતીનું ગળું કાપવાનો પ્રયાસ કરતાં ત્યાં હાજર સ્થાનિક લોકો અને યુવતીનાં પરિવારજનો રોષે ભરાઇ ગયા હતા. જો કે તે સમયે યુવતી ઇજાગ્રસ્ત હોય પહેલા સારવાર કરવી જરૂરી જણાતા, યુવતીને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. તો બીજી તરફ ઘટના અંગેની ચર્ચા વાયુ વેગે ફેલાઇ જાતા, પોલીસને આ ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને સમગ્ર મામલો સંભાળી લઇ, હુમલાખોર યુવક સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારે પ્રેમમાં પાગલ આ યુવાનનું આવું કૃત્ય સામાન્યથી વઘારે અને જાહેર જીવન માટે લાલબત્તિ રૂપ કિસ્સો ચોક્કસ કહી શકાય.

 

mantavya news

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.