Not Set/ પેટલાદ પાસેના બાંધણી ગામમાં નજીવી તકરારમાં હાફ મર્ડરની ઘટના

રાજ્યમાં જમીન અને મિલકતના મામલે મારામારીના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. મિલકતને લાગતાં ગુનાઓ એકાએક વધી જતાં પોલીસની નાકમાં દમ આવી ગયો છે. આવા ગુનાઓને વધતાં અટકાવા માટે પોલીસે પોતાની કામગીરીને વધુ સખત બનાવી દીધી છે. પરંતુ, હજી પણ રહી રહીને ગુનાખોરીની ઘટના સામે આવી રહી છે. તાજેતરની જો વાત કરીએ તો પેટલાદ પાસેના […]

Gujarat
mendarda 15 પેટલાદ પાસેના બાંધણી ગામમાં નજીવી તકરારમાં હાફ મર્ડરની ઘટના

રાજ્યમાં જમીન અને મિલકતના મામલે મારામારીના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. મિલકતને લાગતાં ગુનાઓ એકાએક વધી જતાં પોલીસની નાકમાં દમ આવી ગયો છે. આવા ગુનાઓને વધતાં અટકાવા માટે પોલીસે પોતાની કામગીરીને વધુ સખત બનાવી દીધી છે. પરંતુ, હજી પણ રહી રહીને ગુનાખોરીની ઘટના સામે આવી રહી છે. તાજેતરની જો વાત કરીએ તો પેટલાદ પાસેના બાંધણી ગામમાં પણ નજીવી તકરારે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેતા એક વ્યક્તિ ઉપર જીવલેણ હુમલો કરાયો હતો.

પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર, આણંદ જિલ્લાના પેટલાદ તાલુકાના બાંધણી ગામમાં આજે હિંસક હુમલાનો બનાવ બન્યો હતો. નજીવી બાબતમાં થયેલી હિંસક લડાઈમાં ત્રણ ઇસમોએ ઘાતક હથિયાર વડે વિનુ ભાઈ નામની વ્યક્તિના માથાના ભાગે મારી દેતા તેમને ગંભીર ઇજા પહોંચી હતી. જેથી આસપાસના લોકોએ તેમને પેટલાદના ખાનગી હોસ્પિટલમાં ખસેડયા હતા. જ્યાં ફરજ પર હાજર ડોકટરોએ ઇજાગ્રસ્તની હાલત જોઈને તેમને હેમરેજ જાહેર કર્યું હતું. અને ઇજાગ્રસ્તને તાત્કાલિક આઇસિયુંમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમના ભાઈ દિલીપ સોલંકીએ કિરણ સોલંકી, ચંદ્રકાંત સોલંકી , કનુ સોલંકી વિરુદ્ધ હત્યાની કોશિશની ફરિયાદ નોંધવા મહેળાવ પોલીસનો સંપર્ક સાધ્યો હતો. પોલીસે ત્રણેય આરોપીઓની સામે હારફ મર્ડરનો ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.