@દિવ્યેશ પરમાર
Surat News: સુરતમાં કોલેજમાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી મુંબઈના જીએસટી આસિસ્ટન્ટ કમિશનરની દીકરીએ મોઢા પર પોલીથીનની થેલી બાંધી આપઘાત કરી લીધો હતો. મૃતકનું નામ વી મનુશ્રી છે અને પરીક્ષામાં નાપાસ થતાં આપઘાત કરી લીધો હોવાનું સામે આવ્યું હતું
અનેક વિદ્યાર્થીઓ ડિપ્રેશનમાં આપઘાત કરી લેતા હોવાની ઘટના પ્રકાશમાં આવતી હોય છે. ત્યારે ફરી એક વખત સુરતમાં અડાજણ વિસ્તારમાં રહેતી મુંબઈના જીએસટી આસિસ્ટન્ટ કમિશનરની દીકરી મનુશ્રીએ આપઘાત કરી લીધો હતો કોલેજના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી મનુશ્રી પરીક્ષામાં નાપાસ થતાં તેમને લાગી આવ્યું હતું.અને તેના જ કારણે તેમને આપઘાત કરી લીધું હોવાનું સામે આવ્યું છે.
મનુશ્રીના પિતા કે વેંકટેશ મુંબઈમાં જીએસટી આસિસ્ટન્ટ કમિશનર તરીકે ફરજ બજાવે છે. અને દીકરી.અડાજણ વિસ્તારમાં આમ્રપાલી વિભાગ એક બિલ્ડીંગમાં રહી અને સુરત ખાતે અભ્યાસ કરતી હતી. પોતાના ઘરે કોઈ ન હતું ત્યારે લોકીંગ સિસ્ટમ વાળી પોલીથીન ની બેગ પોતાના માથા પર પહેરી લીધી હતી. અને પોતાના હાથે જ બહારથી થેલીને લોક મારી દીધો હતો જેથી થેલી લોગ થઈ જવાના કારણે શ્વાસ રૂંધાઈ જવાથી વી મનુશ્રી નું મોત થયું હતું.
આપઘાત પહેલા મનુશ્રીએ એક સુસાઇડ નોટ પણ લખી હતી એમાં લખ્યું હતું કે હું અભ્યાસમાં નાપાસ થતા નાસીપાસ થઈ ગઈ છું. અને તેના જ કારણે હું આપઘાત કરું છું કોઈપણ જવાબદાર નથી એવું લખી અને પોલીથીનની થેલી માથા પર બાંધી આપઘાત કરી લીધો હતો હાલ સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો:સાધ્વી પ્રજ્ઞા ઠાકુરનું પતુ કેમ કપાયું…?
આ પણ વાંચો:આસનસોલથી ભાજપના ઉમેદવાર પવન સિંહની વાપસી પર શું બોલ્યા શત્રુઘ્ન સિન્હા – જુઓ વીડિયો
આ પણ વાંચો:રાત્રે 10 વાગ્યે એવો શું ઈમેલ મોકલવામાં આવ્યો કે CJI ચંદ્રચુડ વકીલ પર થયા ગુસ્સે, જાણો
આ પણ વાંચો: ભોજપુરી સ્ટાર પવન સિંહ આસનસોલથી નહીં લડે ચૂંટણી, TMC પર લગાવ્યા આક્ષેપ