Mahashivratri 2024/ મહાશિવરાત્રિ પર આ વસ્તુઓથી કરો રુદ્રા અભિષેક, સુખ-સમૃદ્ધિ મળશે,  વિશેષ લાભ લેવા કરો દાન

હિંદુ પંચાંગ અનુસાર આ વર્ષે મહાશિવરાત્રી 8 માર્ચ 2024 અને શુક્રવારના દિવસે ઉજવાશે. આ દિવસે વિશેષ પૂજા પાઠ અને પુણ્ય કાર્ય કરવાથી સુખ સમૃદ્ધિ અને જીવનમાં શાંતિ પ્રાપ્ત થાય છે.

Trending Dharma & Bhakti
YouTube Thumbnail 2024 03 04T115941.337 મહાશિવરાત્રિ પર આ વસ્તુઓથી કરો રુદ્રા અભિષેક, સુખ-સમૃદ્ધિ મળશે,  વિશેષ લાભ લેવા કરો દાન

હિંદુ પંચાંગ અનુસાર આ વર્ષે મહાશિવરાત્રી 8 માર્ચ 2024 અને શુક્રવારના દિવસે ઉજવાશે. આ દિવસે વિશેષ પૂજા પાઠ અને પુણ્ય કાર્ય કરવાથી સુખ સમૃદ્ધિ અને જીવનમાં શાંતિ પ્રાપ્ત થાય છે. મહાશિવરાત્રીના દિવસે આ વસ્તુઓના પૂજનથી ભગવાન શિવની પૂજા કરવાથી જીવનમાં સુખ સમૃદ્ધિ મળશે અને રોગોમાંથી છુટકારો મળશે.

આ વસ્તુઓથી કરો રુદ્રાભિષેક

શિવજીને પ્રસન્ન કરવા શિવલિંગ પર બિલીપત્ર અને દૂધ ઉપરાંત ગંગાજળ, તલ, શણ, મધ, ઘી અને સાકર જેવી વસ્તુઓથી અભિષેક કરવાથી વિશેષ લાભ થાય છે. સરસવના તેલથી રુદ્રાભિષેક કરવાથી માનસિક સ્થિતિમાં સુધારો થાય છે. અને આત્માને શાંતિ અને સ્થિરતા મળે છે. આ સાથે સરસવના તેલથી રૂદ્રાભિષેક કરવાથી શત્રુઓ પર વિજય પ્રાપ્ત થાય છે.

Mahashivratri 2023: Why is Lord Shiva Rudrabhishek Important, Its Types And  Significance in Hindu Culture

શાસ્ત્રો અનુસાર રુદ્રાભિષેક દરમિયાન ગંગા જળનો ઉપયોગ તમામ ભક્તોને ખાસ લાભ આપે છે. ગંગાજળથી અભિષેક કરવાથી આત્માને શાંતિ અને ઊર્જા મળવા સાથે પુણ્યની પ્રાપ્તિ પણ થાય છે. જો તમારા ઘરમાં પારિવારિક વિખવાદ રહેતો હોય તો આ ઉપાય ખાસ અજમાવવો જોઈએ. ગંગાજળથી રૂદ્રાભિષેક કરવાથી ઘરની પરેશાનીઓમાંથી મુક્તિ મળે છે.

આ વસ્તુઓ સિવાય ઘી, સાકર, શણના રસ અને મધથી પણ રુદ્રાભિષેક કરવામાં આવતો હોય છે. શિવ પૂજામાં ઘીનો ઉપયોગ ખૂબ જ શુભ માનવામાં આવે છે. ઘીથી રૂદ્રાભિષેક કરવો એ એક પારંપરિક પ્રાચીન વિધિ છે. ઘીથી રુદ્રાભિષેક કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ સાથે શાંતિ પણ આવે છે.

શણના રસથી રુદ્રાભિષેક કરાતા આર્થિક ઉન્નતિ થાય છે જ્યારે મધના રસથી રુદ્રાભિષેક કરવાથી આધ્યાત્મિક અને શારીરિક લાભ થાય છે. રોગોમાંથી રાહત મળે છે. મહાશિવરાત્રિ પર સાકરના પાણીથી રૂદ્રાભિષેક કરવાથી શરીરને વધુ ઉર્જા મળે છે. મહાશિવરાત્રી પર રુદ્રાભિષેક પૂજા કરવાથી ભગવાન શિવ  ઉપરાંત માતા લક્ષ્મી પણ પ્રસન્ન રહે છે.

Mahashivratri 2024: महाशिवरात्रि पर गरीबों को करें इन 4 चीजों का दान,  आर्थिक परेशानियों से मिलेगा छुटकारा | Donate these 4 things to the poor on Mahashivratri  Daan 2024 and Know ...

મહાશિવરાત્રી પર કરો દાન

મહાશિવરાત્રી પર રુદ્રાભિષેક પૂજા કરવા સાથે દાન કરવાનું પણ વિશેષ મહત્વ છે. મહાશિવરાત્રીના દિવસે શિવાલયમાં અનાજ, વસ્ત્ર કે ધનનું દાન કરવું પણ ફળદાયી સાબિત થાય છે. આ વસ્તુઓ જો તમે કોઈ જરૂરિયાત મંદને દાન કરો છો તો પણ જીવનમાં સુખ-સમૃદ્ધિ અને મનને શાંતિ મળે છે. આ દિવસે ખીર, છાશ, પનીર જેવી વસ્તુનું દાન કરવાથી વિશેષ લાભ થાય છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ  

આ પણ વાંચોઃ 

આ પણ વાંચોઃ