ગુજરાત હવામાન આગાહી/ હવામાન વિભાગે રાજ્યમાં આગામી 2 દિવસ હિટવેવની કરી આગાહી

રાજ્યમાં હાલ વાતાવરણમાં મોટો પલટો આવતા વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે. અનેક સ્થાનો પર વરસાદો માહોલ સર્જાયો છે.

Top Stories Gujarat
Beginners guide to 2024 04 16T170144.525 હવામાન વિભાગે રાજ્યમાં આગામી 2 દિવસ હિટવેવની કરી આગાહી

ગુજરાત : રાજ્યમાં હાલ વાતાવરણમાં મોટો પલટો આવતા વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે. અનેક સ્થાનો પર વરસાદો માહોલ સર્જાયો છે. દરમ્યાન હવામાન વિભાગ દ્વારા આગામી 2 દિવસ હિટવેવની આગાહી કરવામાં આવી છે. દિવસ દરમ્યાન કાળઝાળ ગરમી જોવા મળે છે તો મોડી રાતે ઠંડો પવન ફૂંકાય છે. ફરી એકવાર તાપમાનનો પારો વધતા ગરમીનો કહેર વર્તાશે. હવામાન વિભાગ દ્વારા આવતીકાલથી તાપમાનમાં વધારો થવાની આગાહી કરાઈ છે. અમદાવાદનું તાપમાન 41 ડિગ્રીને પાર જઈ શકે છે. જ્યારે ત્રણ જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પોરબંદર, જૂનાગઢ અને ગીરસોમનાથમાં તાપમાનમાં વધુ વધારો થશે. સુરેન્દ્રનગરમાં તાપમાન 41 ડિગ્રીએ પંહોચ્યુ છે અને રણનું તાપમાન 44 ડિગ્રીએ પંહોચતા અગિયારોઓને ગરમીથી બચવા માટે અપીલ કરવામાં આવી છે. તાપમાન વધતા તંત્ર દ્વારા સુરેન્દ્રનગરના લોકોને શક્ય બને ત્યાં સુધી બપોરે બહાર ના નીકળવાની સલાહ આપવામાં આવી છે. હિટવેવની સંભવાનાને લઈને બાળકો અને વૃદ્ધોને એલર્ટ કર્યા છે.

અમદાવાદનું તાપમાન 41 ડિગ્રીએ પંહોચશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે અમદાવાદની આસપાસના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની પણ આગાહી કરવામાં આવી છે. રાજ્યના ત્રણ જિલ્લાઓમાં યલો અલર્ટ આપતા છૂટાછવાયા વિસ્તારોમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં બુધવારથી હવામાનમાં બદલાવ થયો છે અને મહત્તમ ભાગોમાં તાપમાન 41 ડિગ્રીથી વધુ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા ચેતવણી આપવામાં આવી છે કે આગામી દિવસોમાં હજુ પણ ગરમીમાં વધારો થશે. આથી લોકોએ સ્વાસ્થ્ય બાબતે બેદરકારી ના દાખવતા પાણીનું સેવન વધુ કરવું અને ગરમીમાં બહાર નીકળવાનું ટાળવું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સુરતના ડીંડોલીમાં યુવકની કરપીણ હત્યા, તપાસનો ધમધમાટ શરૂ

આ પણ વાંચો:લોકસભા ચૂંટણી માટે આ ઉમેદવારોએ વિજયમુહૂર્તમાં નોંધાવી ઉમેદવારી

આ પણ વાંચો:ક્ષત્રિય સમાજના અલ્ટીમેટમ વચ્ચે પરષોત્તમ રૂપાલાએ રાજકોટથી નોંધાવી ઉમેદવારી

આ પણ વાંચો:વિધર્મી યુવકે મહિલાને કેફી પીણું પીવડાવી દુષ્કર્મ આચર્યું