દુર્ઘટના/ અમેરિકાના ટેક્સાસમાં બે વિમાનો સામસામે ટકરાતા 6 લોકોના મોત,જુઓ વીડિયો

આ બંને વિમાન વિન્ટેજ લશ્કરી વિમાન હતા જે ટેક્સાસના ડલ્લાસ શહેરમાં એર શોમાં ભાગ લેવા આવ્યા હતા. એર શોમાં સ્ટંટ કરતી વખતે બંને એરક્રાફ્ટ આકાશમાં અથડાયા હતા.

Top Stories World
1 134 અમેરિકાના ટેક્સાસમાં બે વિમાનો સામસામે ટકરાતા 6 લોકોના મોત,જુઓ વીડિયો

અમેરિકાના ટેક્સાસમાં આકાશમાં બે વિમાનો અથડાયા છે. આ અથડામણનો  વીડિયો પણ સામે આવ્યો છે. આકાશમાં ટકરાતા વિમાનને અકસ્માત સર્જાયો હતો.  આ બંને વિમાન વિન્ટેજ લશ્કરી વિમાન હતા જે ટેક્સાસના ડલ્લાસ શહેરમાં એર શોમાં ભાગ લેવા આવ્યા હતા. એર શોમાં સ્ટંટ કરતી વખતે બંને એરક્રાફ્ટ આકાશમાં અથડાયા હતા.આ અકસ્માત 12 નવેમ્બરે બપોરે 1.30 વાગ્યે થયો હતો. ટેક્સાસના ડલ્લાસમાં વિન્ટેજ એર શો ચાલી રહ્યો હતો. એક બોઇંગ B-17 હવામાં કરતબ કરી રહ્યું હતું, ત્યારે અચાનક આ પ્લેન પાસે બેલ P-63 નામનું બીજું પ્લેન આવ્યું અને કોઈ કંઈ સમજે તે પહેલા જ બંને અથડાઈ ગયા.આ દુર્ઘટનામાં 6 લોકોના મોત નિપજયા છે.

આગ પર કાબૂ મેળવવા માટે ફાયર બ્રિગેડની 40 થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને કાટમાળમાંથી જીવ બચાવવાનું મિશન ચાલુ છે. બંને વિમાનમાં પાયલટ સહિત 6 લોકો સવાર હતા. આ તમામ 6 લોકોના મોત થયા હોવાનો અંદાજ છે.

ટ્વિટર પર પોસ્ટ કરાયેલા કેટલાક વીડિયોમાં બે વિમાન હવામાં અથડાતા જોવા મળે છે. બંને એરક્રાફ્ટ આકાશમાં સ્ટંટ કરી રહ્યા હતા, ત્યારે અચાનક તેઓ એકબીજા સાથે અથડાયા અને આકાશમાં કાળો ધુમાડો છવાઈ ગયો. એફએએ અને નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડે અકસ્માતની તપાસ શરૂ કરી છે.

સવાલ ઉઠી રહ્યો છે કે એર શોમાં આટલી મોટી ભૂલ કેવી રીતે થઈ. પ્રોફેશનલ પાયલટોએ આટલી મોટી ભૂલ કેવી રીતે કરી. બીજા વિશ્વયુદ્ધમાં મિત્ર દેશોએ જેમના બળ પર જર્મનીને હરાવ્યું હતું, તે વિમાનો આટલી બેદરકારીથી કેવી રીતે ટકરાયા. આ સવાલોના જવાબ જલ્દી મળી શકે છે કારણ કે અમેરિકાના ફેડરલ એવિએશન મિનિસ્ટરે તેની તપાસ શરૂ કરી દીધી છે.