Ahmedabad News : દરિયાપુરમાં રહેતી એક મહિલા બપોરે તેના ઘરમાં ઉંઘી રહી હતી. દરમિયાન પડોશમાં રહેતો શખ્સ મહિલાના ઘરમાં ઘુસીને તેને ચેનચાળા કરતો હતો. આ શખ્સ મહિલાના શરીર પર હાથ ફેરવીને તેની છેડતી કરી રહ્યો હતો. દરમિયાન મહિલા જાગી જતા તેણે આ શખ્સને ધક્કો મારીને દૂર હડસેલી દીધો હતો.
તે સમયે મહિલાનો દિકરો જોઈ જતા પડોશીએ તેને પણ માર માર્યો હતો. આ અંગે મહિલાએ તેના પતિ અને ભાઈને જાણ કરી હતી. બાદમાં આ સંદર્ભે પોલીસ સ્ટેશનમાં પડોશી વિરૂધ્ધ ફરિયાદ નોંદાવવામાં આવી હતી.
36 વર્ષની આ મહિલાનો પતિ રિક્ષાચાલક છે. મહિલા ઘરે સિલાઈકામ કરીને પતિને આર્થિક રીતે મદદરૂપ થાય છે. તેમની પડોશમાં રહેતો શખ્સ મહિલાને બહારથી સિલાઈ કામ અપાવતો હતો. જેથી મહિલા આ પડોશીને ઓળખતી હતી. ત્રણેક મહિના પહેલા આ પડોશીએ મહિલા સાથે ગેરવર્તન કરતા તેમની વચ્ચે બોલાવાના સંબંધ રહ્યા ન હતા.
દરમિયાન મહિલા બપોરે તેના ઘરમાં જમીન પર ઉંગી રહી હતી ત્યારે આ પડોશી તેના ઘરમાં આવ્યો હતો. તેણે મહિલાના શરીર પર હાથ ફેરવવાનું શરૂ કરતા મહિલાએ તેને ધક્કો મારી દીધો હતો અને બુમાબુમ કરી હતી. જેને પગલે મહિલાનો બહાર રમી રહેલો દિકરો આવી જતા મહિલાના દિકરાને ધક્કો મારીને ભાગી ગયો હતો. બાદમાં મહિલાનો પતિ ઘરે આવતા તણે પતિને આ અંગે વાત કરી હતી. આથી મહિલાનો પતિ અને ભાઈ આ પડોશી સાથે વાત કરવા ગયા હતા. જેમાં પડોશીએ મહિલાના ભાઈને માર માર્યો હતો. આ અંગે દરિયાપુર પોલીસે આરોપી મોહંમદ યુનુસભાઈ મન્સુરી સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો:સુરતના ડીંડોલીમાં યુવકની કરપીણ હત્યા, તપાસનો ધમધમાટ શરૂ
આ પણ વાંચો:લોકસભા ચૂંટણી માટે આ ઉમેદવારોએ વિજયમુહૂર્તમાં નોંધાવી ઉમેદવારી
આ પણ વાંચો:ક્ષત્રિય સમાજના અલ્ટીમેટમ વચ્ચે પરષોત્તમ રૂપાલાએ રાજકોટથી નોંધાવી ઉમેદવારી
આ પણ વાંચો:વિધર્મી યુવકે મહિલાને કેફી પીણું પીવડાવી દુષ્કર્મ આચર્યું