Ahmedabad Airport/ અમદાવાદ એરપોર્ટથી કાર્ગોથી પટણા મોકલાવમાં આવેલ લાખો રૂપિયાનું સોનું ચોરાયું, પોલીસે હાથ ધરી તપાસ

અમદાવાદ એરપોર્ટથી 33લાખનું સોનું ચોરાયાની ઘટના સામે આવતા પોલીસ પણ સ્તબ્ધ થઈ ગઈ છે. 33 લાખનું સોનું કાર્ગોમાંથી પટણા મોકલાવમાં આવ્યું હતું જે પટણા પંહોચતા પહેલા જ ચોરાઈ ગયું.

Gujarat Ahmedabad
Beginners guide to 2024 04 22T143736.588 અમદાવાદ એરપોર્ટથી કાર્ગોથી પટણા મોકલાવમાં આવેલ લાખો રૂપિયાનું સોનું ચોરાયું, પોલીસે હાથ ધરી તપાસ

અમદાવાદ એરપોર્ટથી 33લાખનું સોનું ચોરાયાની ઘટના સામે આવતા પોલીસ પણ સ્તબ્ધ થઈ ગઈ છે. 33 લાખનું સોનું કાર્ગોમાંથી પટણા મોકલાવમાં આવ્યું હતું જે પટણા પંહોચતા પહેલા જ ચોરાઈ ગયું. લાખો રૂપિયાનું સોનાની ચોરી થતા પોલીસમાં ફરિયાદ નોંધાઈ. એરપોર્ટ પોલીસ કાર્ગોથી પટણા મોકલાવમાં આવેલ 33 લાખનું સોનાની ચોરીની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

અમદાવાદ એરપોર્ટ પરથી લાખો રૂપિયાનું સોનાનું પાર્સલ કંઇ રીતે ચોરાયુ તેને લઇને પોલીસે તપાસ કરતા શંકાસ્પદ સ્થાનો અને શખ્સની ચકાસણી હાથ ધરી છે. લાખો રૂપિયાનું આ સોનું ડિસેમ્બર મહિનામાં કાર્ગોથી પટણા મોકલવામાં આવ્યું હતું, અત્યાર સુધી કાર્ગોમાં મોકલવામાં આવેલ સામાન તેના નિશ્ચિત સ્થાન પર ના પંહોચતા એરપોર્ટ પોલીસમાં ફરિયાદ નોંધાવમાં આવી. એરપોર્ટ પોલીસે ચોરીનો ગુનો નોંધી CCTV ફૂટેજના આધારે તપાસ હાથધરી છે.

પટણા મોકલવામાં આવેલ લાખો રૂપિયાનું સોનું ગોતામાં રહેતા જગદીશકુમાર દરજી દ્વારા મોકલવામાં આવ્યું હતું. 32 વર્ષીય જગદીશકુમાર દરજી એલિસબ્રિજ ખાતે બીવીસી લોજેસ્ટીક ખાનગી કંપનીમાં મેનેજર તરીકે કામ કરી રહ્યા છે. જગદીશભાઈની કંપની સોના-ચાંદીની જ્વેલરી સાથે કિમંતી ચીજ વસ્તુનું ટ્રાન્સપોર્ટેશન કરવાનું કામ કરે છે. આ કામના સંદર્ભે તેમણે ગત 18 ડિસેમ્બર 2023ના રોજ કંપનીની રાજકોટ ટીમના મેનેજર રાજ મહેસુરીયાની ટીમે લોટસ જ્વેલરી ક્રિએશન નામની દુકાનમાંથી 33.14 લાખની કિમંતના 536.524 ગ્રામ ગોલ્ડ અમદાવાદ મોકલ્યું હતું. ત્યારબાદ અમદાવાદના એરપોર્ટ પરથી ઇન્ડિગો એરલાઈન્સ દ્વારા 19 ડિસેમ્બરના રોજ પટના મોકલવામાં આવ્યું હતું પરંતુ આજદીન સુધી પંહોચ્યુ નથી.

33 લાખ રૂપિયાનું પાર્સલ પટના ના પંહોચ્યું હોવાનો ફોન આવતા જ જગદીશે કાર્ગો મેનેજરનો સંપર્ક સાધ્યો હતો. મેનેજર અનુપ નાયરે તમામ બાબતોની ચકાસણી કરી અપડેટ આપશે તેમ જણાવ્યું. છતાં પણ દિવસો સુધી મેનેજરે સંપર્ક ના કરતા જગદીશ પોતે રૂબરૂ તપાસ માટે ગયા. પરંતુ કોઈ પરિણામ ના આવ્યું. આ અંગે કંપનીને ઇ-મેઈલ દ્વારા જાણ કરાઈ. ત્યારબાદ મેનેજરે એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધવતા લાખો રૂપિયાનું સોનું ગુમ થયાની પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઈ.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:પશ્ચિમ બંગાળની મમતા સરકારને મોટો ફટકો, કોલકત્તા હાઈકોર્ટે શિક્ષકની ભરતી કરી રદ

આ પણ વાંચો: રાહુલ ગાંધી બન્યા કવિ, ‘સંપત્તિ વેચીશું’ના નિવેદન પર કવિતા લખીને પીએમ મોદીને ઘેર્યા

આ પણ વાંચો: સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, 30 સપ્તાહની પ્રેગનન્ટ 14 વર્ષની રેપ પીડિતાને એબોર્શનની આપી મંજૂરી