વ્યાજખોરોનો આતંક/ વ્યાજખોરોના ત્રાસથી બીલીયાના આધેડનો આપઘાત, 6 પાનાની સુસાઇડ નોટે વ્યાજખોરોનો ખેલ ઉઘાડો પાડ્યો

વ્યાજ ખોરોની પઠાણી ઉઘરાણીથી કંટાળી હું મારા જીવનનો અંત આણું છું. 10% વ્યાજ વસૂલતા વ્યાજખોરોના ત્રાસથી બીલીયાના આધેડ આપઘાત કરતા ઊંઝાના 3 શખ્સો સામે દુષ્પ્રેરણનો ગુનો નોંધ્યો.

Top Stories Gujarat Others
p2 2 વ્યાજખોરોના ત્રાસથી બીલીયાના આધેડનો આપઘાત, 6 પાનાની સુસાઇડ નોટે વ્યાજખોરોનો ખેલ ઉઘાડો પાડ્યો
  • પાટણ જિલ્લાના સિદ્ધપુરમાં વ્યાજખોરોના ત્રાસથી બીલીયાના આધેડએ કર્યો આપઘાત.
  • સિદ્ધપુર તાલુકાના બિલિયા ગામના 56 વર્ષના આધેડે ઝેરી દવા પી આપઘાત કર્યો.
  • જીવરામભાઈ રેવાભાઇ પટેલે વ્યાજખોરોના ત્રાસથી ઘરમાં ઝેરી દવા પીને જીવન ટૂંકાવ્યું
  • પોલીસે મૃતકના ઘરેથી 6 ચિઠ્ઠીની સ્યુસાઇડ નોટ પણ કબજે લીધી.
  • 10% માસિક વ્યાજ વસૂલી પઠાણી ઉઘરાણી કરતા હોવાથી કંટાળી મોતને વાલુ કર્યું.

પાટણ જિલ્લામાં વ્યાજખોરોનો ત્રાસ વધી જતા પોલીસ એ વ્યાજખોરો સામે કડક કાર્યવાહી કરી રહી છે. જો કે પોલીસની કાર્યવાહીની વ્યાજખોરો પર જાણે કે કોઈ અસર જ ન થઈ રહી હોય તેમ લાગી રહ્યું છે. વ્યાજખોરોના ત્રાસના એક પછી એક બનાવો સામે આવી રહ્યા છે. ત્યારે વધુ એક બનાવ સિદ્ધપુર તાલુકાના બીલીયા ગામમાં સામે આવ્યો છે. જ્યાં વ્યાજખોરોના ત્રાસથી એક આધેડ ઇસમેં ઝેરી દવા પી પોતાનું જીવન ટુંકા્યું છે ત્યારે આ ઘટનાને ને લઈને સિદ્ધપુર પંથકમાં અરેરાટી ફેલાઈ ગઈ છે.

p3 વ્યાજખોરોના ત્રાસથી બીલીયાના આધેડનો આપઘાત, 6 પાનાની સુસાઇડ નોટે વ્યાજખોરોનો ખેલ ઉઘાડો પાડ્યો

સિધ્ધપુર તાલુકાના બીલીયા ગામમાં એક સપ્તાહ અગાઉ એક છપ્પન વર્ષના આધેડ વ્યક્તિએ ઝેરી દવા પી આપઘાત કર્યો હતો. જે પાછળ નાણાકીય લેતીદેતીની ચર્ચાઓ જોરશોર થી ચાલી રહી હતી. જે બાદ પોલીસે મૃતકના ઘરેથી સુસાઇડ નોટ પણ કબજે લીધી હતી. સમગ્ર ઘટનાના પાંચ દિવસ બાદ મૃતક ના પુત્ર એ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

ELIJHABETH 2 6 વ્યાજખોરોના ત્રાસથી બીલીયાના આધેડનો આપઘાત, 6 પાનાની સુસાઇડ નોટે વ્યાજખોરોનો ખેલ ઉઘાડો પાડ્યો

સિધ્ધપુર તાલુકાના બીલીયા ગામમાં રહેતા જીવરામભાઈ રેવાભાઇ પટેલ નામના વ્યક્તિએ વ્યાજખોરોના ત્રાસથી પોતાના જ ઘરમાં ઝેરી દવા પીને પોતાનું જીવન ટૂંકાવી દીધું હતું જેને લઈને પંથકમાં અરેરાટી ફેલાઈ હતી. ઘટનાની જાણ થતા તપાસમાં પહોંચેલી પોલીસે મૃતક જીવરામભાઈ ના ઘરેથી છ પાનાની એક સુસાઇડ નોટ પણ કબજે કરી હતી જેમાં જીવરામભાઈ પટેલે જે શખ્સો જોડે થી વ્યાજે રૂપિયા લીધા હતા તેઓએ 10% માસિક વ્યાજ વસૂલ્યું હોવાનું તેમજ પઠાણી ઉઘરાણી કરતા હોવાથી તેઓ કંટાળી ગયા હોવાથી મોતને વાલુ કર્યું હોવાનું લખાણ કરેલું સામે આવતા પોલીસે આ દિશામાં વધુ તપાસ હાથ ધરી હતી પરંતુ જીવરામ ભાઈની આત્મહત્યાના પાંચ દિવસ બાદ તેમના પુત્ર અલ્પેશભાઈ જીવરામભાઇ પટેલે સિદ્ધપુર પોલીસ મથકમાં ઊંઝા ના રહેવાસી ત્રણ શખ્સો વિરુદ્ધ આત્મહત્યા દુષ્પ્રેરણ અંગેની ફરિયાદ આપતા સિદ્ધપુર પોલીસે આ મામલે ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરવાની તજવીજ હાથ ધરી છે.

1 56 વ્યાજખોરોના ત્રાસથી બીલીયાના આધેડનો આપઘાત, 6 પાનાની સુસાઇડ નોટે વ્યાજખોરોનો ખેલ ઉઘાડો પાડ્યો

*:- કોના કોના વિરુદ્ધ ગુનો નોંધાયો*
1. પટેલ લતેશ (ઊંઝા)
2. બારોટ પ્રદીપ (ઊંઝા)
3. પટેલ પ્રજ્ઞેશ ઉર્ફે બગીશેઠ (ઊંઝા)

:- 6 પાનાની સુસાઇડ નોટ એ વ્યાજખોરોનો ખેલ ઉઘાડો પાડ્યો
ઉલ્લેખનીય બાબત છે કે જીવરામભાઈ પટેલે ઝેરી દવા પીધા પહેલા તેઓને મરવા માટે મજબૂર કરનાર 10% વ્યાજ વસૂલતા ઊંઝા ના ત્રણ શખ્સો ને જવાબદાર ઠેરવ્યા હતા તેઓએ છ પાનાની સુસાઇડ નોટ લખી હતી જેમાં તેમના નાણાકીય વ્યવહારો જેવા કે કોની પાસેથી રૂપિયા લીધા છે અને કોની પાસેથી રૂપિયા લેવાના છે તે બાબતનું પણ તેઓએ સુસાઇડ નોટમાં લખાણ કર્યું હતું.

Queen Elizabeth II/ મહારાણી એલિઝાબેથ કેટલો અભ્યાસ કર્યો હતો ?