કચ્છ/ મુંદ્રા પોર્ટ પરથી લાલચંદનનો 11 ટનથી વધુનો જથ્થો ઝડપાયો

કચ્છના મુંદ્રા પોર્ટનાં અદાણી બંદર વિસ્તારમાંથી મોટી માત્રામાં પ્રતિબંધિત લાલચંદનનો જથ્થો પકડાયો છે. DRIએ દરોડો પાડીને અંદાજીત અંદાજિત 5.85 કરોડની કિંમતનું 11.7 ટન રક્તચંદન પકડી પાડ્યું છે.

Gujarat Others
લાલચંદનનો
  • કચ્છ: મુંદ્રા પોર્ટ પરથી ચંદનનો જથ્થો ઝડપાયો
  • 5 કરોડથી વધુનો ચંદનનો જથ્થો ઝડપાયો
  • ટ્રેક્ટરના સાધનોની આડમાં ચંદનની હેરાફેરી
  • કન્ટેનરમાં તપાસ કરતા રક્ત ચંદનનો જથ્થો મળ્યો
  • 11 ટનથી વધુનો જથ્થો કન્ટેનરમાંથી મળ્યો

કચ્છના મુંદ્રા પોર્ટનાં અદાણી બંદર વિસ્તારમાંથી મોટી માત્રામાં પ્રતિબંધિત લાલચંદનનો જથ્થો પકડાયો છે. DRIએ દરોડો પાડીને અંદાજીત અંદાજિત 5.85 કરોડની કિંમતનું 11.7 ટન રક્તચંદન પકડી પાડ્યું છે. રક્તચંદનનો આ જથ્થો નોએડાથી રેલ્વે માર્ગે મુંદ્રા સુધી લાવવામાં આવ્યો હતો.

 મળતી માહિતી અનુસાર, DRI ટીમને અત્યંત ગુપ્ત બાતમી મળી હતી કે મુન્દ્રા પોર્ટ પરથી રક્ત ચંદનનો મસમોટો જથ્થો કન્ટેનરમાં જવાનો છે. માહિતીના આધારે ડીઆરઆઇની ટીમે મુન્દ્રા પોર્ટ પર સધન ચેંકીંગ હાથ ધર્યું હતું. દરમ્યાનમાં કેન્ટેનરમાંથી 11 ટનથી વધુ રક્ત ચંદનનો જથ્થો મળી આવ્યો હતો. DRIએ સૌરાષ્ટ્ર CFS માં કન્ટેનર લાવી તપાસ કરતા પ્રતિબંધીત ચંદનનો જથ્થો ઝડપ્યો હતો. ચંદનની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત 5 કરોડથી વધુ હોવાનું જાણવા મળી રહ્યું છે.

DRI દ્વારા જપ્ત કરાયેલ રક્ત ચંદનનું વજન કરતા તે 11.7 ટન જેટલો જથ્થો હોવાનું ખૂલ્યું હતું. આંતરરાષ્ટ્રીય બજાર કિંમતો અનુસાર 5.85 કરોડ જેટલી કિંમત આ જથ્થાની થવા જાય છે, જેને સીઝ કરીને તપાસ હાથ ધરાઈ હતી. આ જથ્થો નોઇડથી આવ્યો હતો અને મલેશિયા માટે એક્સપોર્ટ થવાનો હતો, પરંતુ તેવું થાય તે પહેલાં જ ડીઆરઆઈએ તેને ઝડપી લીધો હતો. આ જથ્થો કોણે મોકલ્યો હતો તેની તપાસ હાથ ધરી છે.

ગુપ્ત માહિતીના આધારે દુબઈમાં નિકાસ કરવા અર્થે પોર્ટ પર આવેલા એક કન્ટેનરની તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન ચોખાના જથ્થા સાથે છૂપાવાયેલા રક્ત ચંદનનો જથ્થો મળી આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં આ કન્ટેનર લુધિયાણાથી દુબઈ જતું હોવાનું સામે આવ્યું હતું. સપ્ટેમ્બર 2021 દરમિયાન મુંદ્રા પોર્ટ પરથી 3 હજાર કિલો રક્ત ચંદનનો જથ્થો પકડી પાડવામાં આવ્યો હતો. ભારતના દક્ષિણી પૂર્વી ઘાટમાં લાલ ચંદનના વૃક્ષો મોટી માત્રામાં આવેલા છે. આ વૃક્ષોને કાપવા અને તેના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવેલો છે. પણ ચીનમાં આ રક્તચંદનનું સાંસ્કૃતિક મહત્વ હોવાથી આ લાકડું ભારતમાંથી ગેરકાયદે વિદેશમાં પહોંચાડવામાં આવે છે.

ઉલ્લેખનીય છે કે, ભારતના દક્ષિણી પૂર્વી ઘાટમાં આ લાલ ચંદનના વૃક્ષો મોટી માત્રામાં આવેલા છે. આ વૃક્ષોને કાપવા અને તેના વેંચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવેલું છે. પણ ચીનમાં આ રકતચંદનનું સાંસ્કૃતિક મહત્વ હોતાં ભારતમાંથી ગેરકાયદેસર રીતે આ લાકડુ ચીન મોકલવામાં આવે છે.

આ પણ વાંચો :વડોદરા કોર્ટમાં ચેક બાઉન્સ કેસના આરોપીએ ત્રીજા માળેથી લગાવી છલાંગ, થયું મોત

આ પણ વાંચો : નર્મદા કેનાલમાંથી વધુ 15 દિવસ છોડાશે પાણી, ખેડૂતોમાં વ્યાપ્યો ખુશીનો માહોલ

આ પણ વાંચો :આજે ભાજપ પ્રમુખ સી આર પાટીલનો જન્મદિવસ, ઠેરઠેર જગ્યાએ કરાઈ ઉજવણી

આ પણ વાંચો :રાજકોટમાં ઓમકાર સ્કૂલની ઘટના, પ્રિન્સિપાલે વિદ્યાર્થીને માર્યો ઢોર માર