Not Set/ પૈસા બાબતે ઝગડો થતા પતિએ પત્નિના નાક પર બચકુ ભર્યુ

અમદાવાદ, અમદાવાદમાં પતિ પત્નિ વચ્ચે ઝગડો થતાં પતિએ પત્નિની નાક પર બચકુ ભરી લીઘુ હતું.પતિએ આ બચકુ એટલા જોરથી ભર્યું હતું કે પત્નિને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. અમદાવાદના ઘોડાસર વિસ્તારમાં આવેલા રાજપથ બંગલોઝમાં રહેતા રેશમબહેન ફૂલવાની પ્લાસ્ટિક નામની દુકાનમાં નોકરી કરે છે.રેશમ બહેનના પતિ કૈલાસભાઇ ફુલવાની પાસે કોઇ કામ નહીં હોવાથી તે બેકાર […]

Top Stories Ahmedabad Gujarat
mahi 8 પૈસા બાબતે ઝગડો થતા પતિએ પત્નિના નાક પર બચકુ ભર્યુ

અમદાવાદ,

અમદાવાદમાં પતિ પત્નિ વચ્ચે ઝગડો થતાં પતિએ પત્નિની નાક પર બચકુ ભરી લીઘુ હતું.પતિએ આ બચકુ એટલા જોરથી ભર્યું હતું કે પત્નિને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.

અમદાવાદના ઘોડાસર વિસ્તારમાં આવેલા રાજપથ બંગલોઝમાં રહેતા રેશમબહેન ફૂલવાની પ્લાસ્ટિક નામની દુકાનમાં નોકરી કરે છે.રેશમ બહેનના પતિ કૈલાસભાઇ ફુલવાની પાસે કોઇ કામ નહીં હોવાથી તે બેકાર છે.બંને પતિ પત્નિ વચ્ચે પૈસાને લઇને હંમેશા કકળાટ થયા કરતો હતો.

 બે દિવસ પહેલાં રેશમબહેનના પર્સમાંથી 3000 રૂપિયા ગાયબ થતાં તેમણે તેમના પતિ પર આક્ષેપો કર્યા હતા.રેશમબહેને પતિ પર પૈસા લેવાનો આરોપ મુકતા બંને વચ્ચે ઉગ્ર ઝગડો થયો હતો.આ વાતને લઇને પતિને ખોટું લાગતાં તેણે રેશમબહેન સાથે ઝઘડો કરી ગાળાગાળી કરી હતી. એટલું જ નહીં, રેશમબહેનના વાળ પકડીને નીચે પાડી ગડદાપાટુનો માર મારી ગળાના ભાગે નખ મારી દીધા હતા.

જોકે આટલેથી રેશમબહેનના પતિ અટક્યા ન હતા. તેમણે રેશમબહેનના નાક પર એકદમ જોરદાર બચકું ભરી લેતા તેમના નાક પરથી લોહી વહેવા લાગ્યું હતું. પતિએ રેશમબહેનને વધુ માર મારતાં તેમણે બૂમાબૂમ કરતાં આસપાસના લોકો આવી ગયા અને રેશમબહેનને નાક પર ઇજા થતાં એલજી હોસ્પિટલના આઇસીયુમાં દાખલ કરવામાં આવ્યાં હતાં.

પતિએ રેશમબહેનના નાક પર એટલું જોરદાર બચકું ભર્યું હતું કે તેમને 15 ટાંકા આવ્યા હતા.હાલ રેશમબહેને તેમના પતિ વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે આ અંગે ગુનો નોંધ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.