Not Set/ ભાજપ દ્વારા જાહેર કરવામાં આવેલી પ્રથમ યાદીનું સંપૂર્ણ વિશ્લેષણ, જુઓ

ગુજરાત વિધાનસભાની ચુંટણીને લઇ રાજકારણમાં ઘમાસાણ જોવા મળી રહ્યું છે. તમામ રાજકીય પાર્ટીઓમાં ઉમેદવારોની ટિકિટની મથામણને લઇ અલગ અલગ સમીકરણો આપનાવવામાં આવી રહ્યા છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીએ આજે ૭૦ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. જાહેર કરવામાં આવેલ યાદીમાં પણ જ્ઞાતિવાદ અને જાતિવાદને મહત્વ આપવામાં આવ્યું છે. તેમજ કોંગ્રેસનો છેડો ફાડી ભાજપનો ખેસ ધારણ […]

Top Stories
ભાજપ દ્વારા જાહેર કરવામાં આવેલી પ્રથમ યાદીનું સંપૂર્ણ વિશ્લેષણ, જુઓ

ગુજરાત વિધાનસભાની ચુંટણીને લઇ રાજકારણમાં ઘમાસાણ જોવા મળી રહ્યું છે. તમામ રાજકીય પાર્ટીઓમાં ઉમેદવારોની ટિકિટની મથામણને લઇ અલગ અલગ સમીકરણો આપનાવવામાં આવી રહ્યા છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીએ આજે ૭૦ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે.

જાહેર કરવામાં આવેલ યાદીમાં પણ જ્ઞાતિવાદ અને જાતિવાદને મહત્વ આપવામાં આવ્યું છે. તેમજ કોંગ્રેસનો છેડો ફાડી ભાજપનો ખેસ ધારણ કરેલા ઉમેદવારોને પણ સ્થાન અપાયું છે. આ યાદીમાં ૪૯ ધારાસભ્યોમાં રિપીટ થિયરી અપનાવી છે જયારે ૧૬ નવા ઉમેદવારો તેમજ ૪ મહિલા ઉમેદવારોને સમાવેશ કરવામાં આવ્યો છે.

ભાજપ દ્વારા જાહેર કરવામાં આવેલી પ્રથમ યાદીનું વિશ્લેષણ :

કોંગ્રેસમાંથી ભાજપમા આવેલા ઉમેદવારો

  • રાઘવજી પટેલ  –  જામનગર ગ્રામ્ય
  • ધર્મેન્દ્રસિંહ જાડેજા  –  જામનગર ઉત્તર
  • સી કે રાઉલજી  –  ગોધરા
  • રામસિંહ પરમાર  –  ઠાસરા
  • માનસિંહ ચૌહાણ  –  બાલાસિનોર

જ્ઞાતિવાદ- જાતિવાદનું સમીકરણ :

  • ઠાકોર  – ૮
  • પાટીદાર – ૧૫
  • ક્ષત્રિય – ૬
  • બ્રાહ્મણ  –  ૨
  • જૈન –  ૨
  • ચૌધરી  –  ૨
  • કોળી – ૫

૪ મહિલા ઉમેદવારો :

  • વડોદરા – મનીષા પટેલ
  • લિમબાયત – સંગીતા પાટીલ
  • ખેડબ્રહ્મા –  રમીલાબેન બારા
  • ભાવનગર પૂર્વ : વિભાવરીબેન દવે

યાદીમાં વિરોધી છાપ ધરાવતા આ ઉમેદવારોને લઇ વિવાદ વધ્યો છે. : 

યોગેશ પટેલ :  તેઓ વડોદરા શહેરની માંજલપુર સીટ પરથી ધારાસભ્ય છે. તેઓ મોદી વિરોધી અને મેનકા ગાંધીના નજીકના હોવાનું માનવામાં આવે છે. યાદી જાહેર થતા પહેલા સ્થાનિક લેવલે તેઓના નામ પર વિરોધ જોવા મળ્યો હતો પરંતુ તેઓ ટિકિટ મેળવવામાં સફળ રહ્યા છે.

મનીષાબેન વકીલ : તેઓ વડોદરા શહેરની સીટ પરથી ધારાસભ્ય છે. ચુંટણી પહેલા તેમના ધારાસભ્યના કાર્યકાળ દરમિયાન ભ્રષ્ટાચારના આરોપ લગાવવામાં આવ્યા છે. આ આરોપના કારણે સ્થાનિક લેવલે તેઓના નામ અંગે ભારે વિરોધ જોવા મળ્યો હતો.

પી.સી.બરંડા : તેઓ હાલ છોટાઉદેપુર જીલ્લામાં એક ips અધિકારી તરીકે પોલીસ અધીક્ષક તરીકે ફરજ બજાવતા હતા. ત્યારબાદ તેઓએ રાજકારણમાં ઝંપલાવવા માટે પોલીસ અધીક્ષકના પદેથી રાજીનામું આપ્યું હતું. ત્યારે ભાજપ દ્વારા જાહેર કરાયેલ યાદીમાં તેઓને ભિલોડા સીટના mla ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. પરંતુ આ સીટ પરથી સ્થાનિક ઉમેદવારને સીટ આપવાને બદલે બહારના વ્યક્તિને સીટ આપવાથી આંતરિક ઘર્ષણ વધી શકે છે.

રાજેન્દ્રભાઈ ત્રિવેદી : તેઓ વડોદરા શહેરની રાવપુરા સીટ પરથી ધારાસભ્ય છે અને હાલ સરકારમાં રમત, યુથ અને કલ્ચરલ મીનીસ્ટર તરીકે કાર્યરત છે. તેમના પર સ્થાનિક ભાજપ કાર્યકર્તાએ હત્યાની ધમકી આપી હોવાનો આરોપ લગાવ્યો હતો. અને ત્યારબાદ રાજકારણમાં અનેક તર્ક-વિતર્ક સામે આવ્યા હતા.

રાઘવજી પટેલ :  કોંગ્રેસનો છેડો ફાડી ભાજપનો ખેસ ધારણ કરેલા ઉમેદવાર રાઘવજી પટેલને જાહેર કરવામાં આવેલ યાદીમાં જામનગર ગ્રામ્યની સીટ આપવામાં આવી છે. તેઓ ત્રણ વાર પક્ષ પલટો કરી ચુક્યા છે તેમજ સ્થાનિક લેવલે તેઓના નામ પર આંતરિક વિખવાદ વધ્યો છે.