સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને નોટિસ જારી કરી છે અને 2002ના ગુજરાત રમખાણોને લગતી BBC ડોક્યુમેન્ટરીને સેન્સર કરવાનું રોકવા માટે કેન્દ્ર સરકારને નિર્દેશ આપવાની માંગણી કરતી અરજી પર ત્રણ અઠવાડિયામાં તેનો જવાબ માંગ્યો છે. સુપ્રીમ કોર્ટ હવે આ મામલે આગામી એપ્રિલ મહિનામાં સુનાવણી કરશે.
જસ્ટિસ સંજીવ ખન્ના અને એમએમ શાહની બેંચે વરિષ્ઠ પત્રકાર એન રામ, તૃણમૂલ કોંગ્રેસ (TMC) સાંસદ મહુઆ મોઇત્રા અને કાર્યકર્તા અને વકીલ પ્રશાંત ભૂષણ દ્વારા દાખલ કરાયેલી અરજીઓની સુનાવણી દરમિયાન કેન્દ્ર અને અન્યને નોટિસ જારી કરી હતી.
Supreme Court issues notice to the Centre on plea seeking direction to restrain the Central government from censoring the BBC documentary relating to the 2002 Gujarat Riots.
SC seeks response from the Centre within three weeks. SC posts the matter for hearing in April. pic.twitter.com/65nLjc71Eh
— ANI (@ANI) February 3, 2023
સુપ્રીમ કોર્ટની બેન્ચે એડવોકેટ એમએલ શર્મા દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર પણ નોટિસ જારી કરી હતી. સર્વોચ્ચ અદાલતે કેન્દ્ર સરકારને પ્રતિબંધના આદેશનો મૂળ રેકોર્ડ રજૂ કરવાનો પણ નિર્દેશ આપ્યો છે. બેન્ચે કહ્યું, ‘અમે નોટિસ જારી કરી રહ્યા છીએ. કાઉન્ટર એફિડેવિટ ત્રણ અઠવાડિયાની અંદર દાખલ કરવી જોઈએ. જવાબ બે અઠવાડિયા પછી આપવો જોઈએ. આ કેસની આગામી સુનાવણી એપ્રિલમાં થશે.
સુપ્રીમ કોર્ટે 2002ના ગુજરાત રમખાણો પર BBC ડોક્યુમેન્ટ્રીની સોશિયલ મીડિયા લિંક્સ પર પ્રતિબંધ મૂકવાના આદેશ સામે દાખલ કરાયેલી જાહેર હિતની અરજી પર સુનાવણી પૂર્ણ કરી છે. સુપ્રીમ કોર્ટે BBC ડોક્યુમેન્ટરી પરનો પ્રતિબંધ તાત્કાલિક હટાવવાનો ઇનકાર કર્યો હતો. આ સાથે જ આ મામલે કેન્દ્ર સરકારને નોટિસ પાઠવવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને ત્રણ સપ્તાહની અંદર આ મામલે અસલ દસ્તાવેજો જમા કરવા કહ્યું છે.આગામી સુનાવણી એપ્રિલ મહિનામાં થશે.
આ પણ વાંચો:તાલિબાને મુંબઈ પર હુમલાની આપી ધમકી! NIAને ઈ-મેલ મળ્યો, સુરક્ષા એજન્સીઓ લાગી તપાસમાં
આ પણ વાંચો: દારુ કૌભાંડમાં પહેલીવાર કેજરીવાલનું નામ, દિલ્હીના સીએમએ કહ્યું- ‘કાલ્પનિક’ છે ચાર્જશીટ
