નાગરિકતા સુધારો અધિનિયમ સામે ચાલી રહેલી ચર્ચા વચ્ચે મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાનાં પ્રમુખ રાજ ઠાકરેએ ટેકો જાહેર કર્યો છે. તમે સાંભળ્યુ હશે કે હાથીનાં દાંત દેખાડવાના અલગ અને ચાવવાનાં અલગ હોય છે, આ વાતને સાચી સાબિત કરી રહ્યા છે મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાનાં અધ્યક્ષ રાજ ઠાકરે. 2019નાં લોકસભા ચૂંટણી સમયે વડાપ્રધાન મોદીનો સૌથી વધુ વિરોધ કરતા રાજ ઠાકરેનું આ હ્રદય પરિવર્તન છે કે શું તેઓ જ જાણી શકે છે પરંતુ હા તેમના મુખથી આ કાયદાનું સમર્થન વડાપ્રધાન મોદીને સમર્થન કરવુ ન પણ કહી શકાય, જેને લઇને તેમણે કહ્યું હતુ કે, પાકિસ્તાન અને બાંગ્લાદેશ ઘુસણખોરોને ભારતની બહાર ફેંકી દેવા જોઈએ.
રાજ ઠાકરેએ આ નિવેદન બાલાસાહેબ ઠાકરેની જન્મજયંતિ પ્રસંગે આપ્યું હતું. આપને જણાવી દઈએ કે, મનસેએ તેની પાર્ટીનો રંગ ભગવો રાખ્યો છે, જેના પર રાજ ઠાકરેએ કહ્યું હતું કે, ભગવો રંગ મારા હ્રદયમાં 2006 થી છે, ભગવો રંગ મારા ડીએનએમાં છે. હું મરાઠી છું અને હિન્દુ પણ છું. મુસ્લિમ ધાર્મિક નેતાઓ પર નિશાન સાધતા રાજ ઠાકરેએ કહ્યું કે, આપણા દેશમાં કેટલાક મુસ્લિમ ધાર્મિક નેતાઓ બીજા દેશોમાં જાય છે, તેઓ ક્યાં જાય છે તે કોઈને ખબર નથી, પોલીસ પણ ત્યાં જઈ શકતી નથી. રાજ ઠાકરેએ કહ્યું કે, અમે 9 ફેબ્રુઆરીએ ગેરકાયદેસર ઘુસણખોરો સામે એક વિશાળ અભિયાન શરૂ કરીશું અને એક વિશાળ રેલી યોજીશું. અમે પાકિસ્તાન અને બાંગ્લાદેશનાં ગેરકાયદેસર ઘુસણખોરોને ભારતની બહાર ફેંકી દેવા આ અભિયાન શરૂ કરીશું. તેમણે એમ પણ કહ્યું હતું કે હું કેટલાક મુદ્દાઓ પર ગૃહ પ્રધાન અને રાજ્યનાં મુખ્ય પ્રધાનને મળીશ.
નાગરિકતા સુધારો કાયદાને ટેકો આપતા રાજ ઠાકરેએ કહ્યું કે, મુસ્લિમો પણ તેમના પોતાના છે. તમને જણાવી દઈએ કે, રાજ ઠાકરે ભૂતકાળમાં ઘણી વખત વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ટીકા કરી ચૂક્યા છે, પરંતુ તેમણે નાગરિકતા સુધારણાને ખુલ્લેઆમ ટેકો આપ્યો છે. તેમણે કહ્યું કે, હું તેમની ટીકા કરું છું પરંતુ જ્યારે તે યોગ્ય છે અને સારું કામ કરે છે ત્યારે હું તેમની પ્રશંસા કરું છું. રાજ ઠાકરેને જ્યારે મહારાષ્ટ્ર સરકાર વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે હું રંગ બદલતી સરકારો સાથે નથી જતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
