છેલ્લાં 24 કલાકમાં વિક્રમજનક 798 કેસ નોંધાયા
છેલ્લાં 24 કલાકમાં વધુ 7 દર્દીના મોત
અમદાવાદ શહેરમાં કોરોના દરરોજ નવો વિક્રમ સર્જી રહ્યો છે. એપ્રિલના 6 દિવસમાં રાજ્યની સાથે-સાથે શહેરમાં પણ 6 વખત કોરોનાએ રેકોર્ડ સર્જયો છે. છેલ્લાં 24 કલાકમાં વિક્રમજનક 798 કેસ નોંધાયા છે અને વધુ 7 દર્દીના મોત નિપજ્યાં છે. બીજી તરફ સારવાર દરમ્યાન વધુ 443 દર્દીઓ સાજા થયા છે. આમ, શહેરમાં આજે સાજા થનાર દર્દીની સંખ્યા દૈનિક કેસ કરતા 45 ટકા ઓછી નોંધાઈ છે. શહેરમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 72,521 થઈ છે. અત્યાર સુધીમાં શહેરના કુલ 2322 નાગરીકોને કોરોના ભરખી ગયો છે. આજે સારવાર દરમ્યાન વધુ 443 દર્દી સાજા થતાં તેમને રજા આપવામાં આવી હતી.
એન્ટિલિયા કેસ / કોર્ટે સચિન વાઝેના NIA રિમાન્ડ 9 એપ્રિલ સુધી વધાર્યા, સીબીઆઈ પણ પુછપરછ કરશે
છ દિવસનાં કેસની સ્થિતિ
તારીખ કેસ
1 એપ્રિલ 613
2 એપ્રિલ 623
3 એપ્રિલ 646
4 એપ્રિલ 664
5 એપ્રિલ 773
6 એપ્રિલ 798
અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યમાં કોરોનાનો કોહરામ સતત વકરી રહ્યો છે. જેને પગલે રાજ્ય સરકારને રાજ્યના 20 શહેરોમાં આગામી તા.૩૦મી એપ્રિલ સુધી રાત્રી કર્ફ્યું નાખવાની ફરજ પડી છે. રાજ્યના વીસ શહેરોમાં આજ બુધવારથી રાત્રી 8.00 વાગ્યાથી સવારના 6.00 વાગ્યા સુધીનો કર્ફ્યું લડી દેવામાં આવ્યો છે. માસ્ક મુદ્દે પણ કડક પાલન કરવા સુચના આપવામાં આવી છે.
સરકારી કચેરીઓમાં પણ કોરોનાનું સંક્મણ અટકે અને અધિકારી કર્મચારીઓ પણ સંક્રમિત ન થાય તે માટે સમગ્ર એપ્રિલ માસના ચારેય શનિ-રવિ દરમિયાન રજા રહેશે.તો સાથે સામાજિક અને રાજકીય મેળાવડાઓ આગામી તા. ૩૦મી એપ્રિલ -૨૦૨૧ સુધી સ્થગિત કરવામાં આવ્યા છે. અને લગ્ન સમારોહમાં હવે ૧૦૦ વ્યક્તિઓની પરવાનગી રહેશે.
