કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ શ્રી કષ્ટભંજનદેવ હનુમાન જી મંદિર, સાળંગપુર ધામ દ્વારા હનુમાનજી મહારાજની 54 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ અને સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત કષ્ટભંજનદેવ ભોજનાલયના ઉદ્ઘાટન પ્રસંગે ઉપસ્થિત રહેશે.કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અગામી 6 એપ્રિલના રોજ ફરીવાર ગુજરાત પ્રવાસે આવશે. મહત્વની વાત એવી છે કે આ દિવસે ભાજપનો સ્થાપના દિવસ છે અને આજ દિવસે અમિત શાહ ગુજરાતમાં સાળંગપુર અને અમદાવાદના કાર્યક્રમમાં હાજરી આપશે.
ઉલ્લેખનીય છે કે ગૃહમંત્રી અમિત શાહ અવારનવાર સાળંગપુર પરિવાર સાથે કષ્ટભંજન હનુમાન દાદાના દર્શન કરવા માટે જતા હોય છે. તેઓના 6 એપ્રિલના ગુજરાત પ્રવાસમાં સાળંગપુર મંદિરે પણ જશે અને ત્યાં સાળંગપૂરમાં હનુમાન દાદાના દર્શન કરશે. સાળંગપુરમાં કાર્યકરો સાથે બેઠક કરે તેવી પણ સંભાવના છે. . ગુજરાત પ્રવાસ દરમિયાન અમિત શાહ 54 ફૂટની બોર્ઝની વિરાટ હનુમાનજી દાદાની મૂર્તિનું અનાવરણ કરશે. અનાવરણની સાથો સાથ ગુજરાતનું પ્રથમ નંબરનું આધુનિક ભોજનાલય કે જ્યાં એક સાથે 10 હજારથી વધુ લોકો ભોજન લઈ શકશે. હનુમાન જયંતિના દિવસે ગૃહમંત્રી અમિત શાહના હસ્તે તેનું અનાવરણ કરવામાં આવશે. હનુમાનજી દાદાની 54 ફૂટની આ મૂર્તિ કુલ 135000 સ્કવેર ફૂટ એરિયામાં મુકવામાં આવી છે અને આ મૂર્તિ નો 30 હજાર કિલો વજન છે. આ મૂર્તિ વેધર પ્રુફ અને ભૂકંપ પ્રુફ છે.
