Auto/ દેશમાં ઈલેક્ટ્રીક કારમાં નેક્સન EV મારી રહી છે બાજી, ખૂબ થઇ રહ્યું છે વેચાણ

ટાટા મોટર્સે જાન્યુઆરી 2020 માં નેક્સન ઇલેક્ટ્રિક કાર લોન્ચ કરી હતી. ત્યારથી, તે ભારતમાં સૌથી વધુ વેચાયેલી ઇલેક્ટ્રિક કાર તરીકે ઓળખાય છે.

Tech & Auto

ટાટા મોટર્સે જાન્યુઆરી 2020 માં નેક્સન ઇલેક્ટ્રિક કાર લોન્ચ કરી હતી. ત્યારથી, તે ભારતમાં સૌથી વધુ વેચાયેલી ઇલેક્ટ્રિક કાર તરીકે ઓળખાય છે. નાણાકીય વર્ષ 2020-21 માં, ટાટાએ નેક્સન ઇલેક્ટ્રિકનાં 4219 યુનિટ વેચ્યા છે, તેની વાર્ષિક વૃદ્ધિ 300 ટકા જેટલી વધી છે.

Google Doodle / કોરોનાકાળમાં લોકોને જાગૃત કરવા Google એ બનાવ્યુ નવુ Doodle, આપ્યો આ સંદેશ

માર્ચ 2021 માં, ટાટા નેક્સન ઇલેક્ટ્રિકની 705 યુનિટ વેચ્યા, જે એક મોટો રેકોર્ડ છે. જણવી દઇએ કે, તે ભારતમાં સૌથી સસ્તી ઇલેક્ટ્રિક કાર છે. ઇલેક્ટ્રિક વર્ઝન તેના નિયમિત એન્જિન વર્ઝનની કિંમત કરતા 1.2 લાખ રૂપિયાથી 3.6 લાખ રૂપિયા વધારે છે. ટાટા નેક્સન ઇવી ત્રણ વેરિયન્ટમાં ઉપલબ્ધ છે: એક્સએમ, એક્સએમ પ્લસ અને એક્સઝેડ પ્લસ લક્ઝરી, જેની કિંમત 13.99 લાખ રૂપિયાથી 16.39 લાખ રૂપિયા છે. આ કારમાં ઓટોમેટિક હેડલેમ્પ્સ, ઓટોમેટિક વાયપર્સ, ઇલેક્ટ્રિક સનરૂફ, ઓટોમેટિક એસી, 7 ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ એન્ડ એન્ડ્રોઇડ ઓટો એન્ડ એપલ કારપ્લે કનેક્ટિવિટી એન્ડ કનેક્ટેડ કાર ટેક્નોલોજી, પુશ બટન સ્ટાર્ટ, રિઅર પાર્કિંગ કેમેરા, સેમી ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર અને ડ્યુઅલ ફ્રન્ટ એરબેગ જેવા ફિચર્સ આપવામા આવેલા છે.

Technology / ભાડે રહેતા લોકો માટે આ AC ખરીદવું ખૂબ જ સહેલું, ગમે ત્યાં લઇ જઇ શકો તેવી સુવિધા..

આ ઇલેક્ટ્રિક વાહનમાં ઝિપટ્રોન ઇવી પાવરટ્રેન ટેકનોલોજીની સાથે 30.2 કેડબ્લ્યુએચની લિથિયમ આયન બેટરીનો ઉપયોગ કરવામા આવેલ છે. આ બેટરીને ઇલેક્ટ્રિક મોટર સાથે જોડવામાં આવી છે, જે 129 પીએસ પાવર અને 245 એનએમનો ટોર્ક જનરેટ કરે છે. આ ઉપરાંત, તેમાં બ્રેક એનર્જી રીજનરેશન સિસ્ટમ અને બે ડ્રાઇવિંગ મોડ્સ ડ્રાઇવ અને સ્પોર્ટ આપવામાં આવેલ છે. કંપનીનાં જણાવ્યા અનુસાર આ કાર સંપૂર્ણ ચાર્જ બાદ 312 કિલોમીટરનાં પ્રવાસ માટે સક્ષમ છે.

Technology / આ ફોન એટલો લોકપ્રિય બન્યો કે માત્ર 1 મિનિટમાં આઉટ ઓફ સ્ટોક થઇ ગયો, 1340 કરોડનું થયું વેચાણ

નેક્સન ઇવી 0 થી 100 કિલોમીટર પ્રતિ કલાકની ગતિ પ્રાપ્ત કરવામાં 9.9 સેકંડનો સમય લે છે. તેને કલાકનાં 120 કિલોમીટરની ઝડપે ચલાવી શકાય છે. આ કાર ફાસ્ટ ચાર્જરની મદદથી એક કલાકમાં 80 ટકા સુધી ચાર્જ થઇ શકે છે. વળી 3.3 કિલોવોટનાં એસી હોમ ચાર્જર દ્વારા ફૂલ ચાર્જ થવામાં 8 કલાક લાગે છે. આ સસ્તી ઇલેક્ટ્રિક કારની સરખામણી વધુ મોંઘી એમજી જેડએસ ઇવી (રૂ.20.88 લાખથી રૂ.23.58 લાખ) અને હ્યુન્ડાઇ કોના ઇલેક્ટ્રિક (રૂ.23.75 લાખથી રૂ.23.94 લાખ) સાથે છે. આ સિવાય, મહિન્દ્રાની એક્સયુવી 300 ઇલેક્ટ્રિક પણ 2022 સુધીમાં લોન્ચ કરવામાં આવશે, જે એક સસ્તી ઇલેક્ટ્રિક એસયુવી કાર હશે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ