Not Set/ TikTok નાં વિકલ્પ તરીકે લોકો ડાઉનલોડ કરી રહ્યા છે Mitron, અત્યાર સુધીમાં થયા 1 કરોડ યુઝર્સ

Mitron App નાં ડાઉનલોડ્સની સંખ્યા 1 કરોડને વટાવી ગઈ છે. અત્યાર સુધીમાં એક કરોડથી વધુ લોકોએ આ એપ્લિકેશન ડાઉનલોડ કરી છે. Mitron ચાઇનીઝ એપ્લિકેશન ટિકટોકનાં વિકલ્પ તરીકે સામે આવ્યું છે. અત્યારે Mitron App ને ચીની વિરોધી સેન્ટિમેન્ટનો જબરદસ્ત ફાયદો મળી રહ્યો છે. ભારત-ચીન વિવાદનાં કારણે લોકો ભારતમાં ચીની દરેક સેવાનો બહિષ્કાર કરવામાં વ્યસ્ત છે. આને […]

Tech & Auto

Mitron App નાં ડાઉનલોડ્સની સંખ્યા 1 કરોડને વટાવી ગઈ છે. અત્યાર સુધીમાં એક કરોડથી વધુ લોકોએ આ એપ્લિકેશન ડાઉનલોડ કરી છે. Mitron ચાઇનીઝ એપ્લિકેશન ટિકટોકનાં વિકલ્પ તરીકે સામે આવ્યું છે. અત્યારે Mitron App ને ચીની વિરોધી સેન્ટિમેન્ટનો જબરદસ્ત ફાયદો મળી રહ્યો છે.

ભારત-ચીન વિવાદનાં કારણે લોકો ભારતમાં ચીની દરેક સેવાનો બહિષ્કાર કરવામાં વ્યસ્ત છે. આને કારણે, લોકો ચાઇનીઝ સેવાઓનો નવો વિકલ્પ પણ અપનાવી રહ્યાં છે, અને ટિકટોક પાસે આ સમયે એક જ ભારતીય વિકલ્પ છે, Mitron App. આ એપ્લિકેશન લગભગ બે મહિના પહેલા લોન્ચ કરવામાં આવી હતી, પરંતુ તેમાં કેટલીક ખામીઓ હતી, તેથી ગૂગલે એપ્લિકેશનને તેના ગૂગલ પ્લે સ્ટોર પરથી દૂર કરી હતી.

જો કે, આ એપ્લિકેશનની ખામીઓ દૂર કર્યા પછી, તેને પ્લે સ્ટોર પર ફરીથી સૂચિબદ્ધ કરવામાં આવી છે અને તેને અત્યાર સુધીમાં 1 કરોડથી વધુ લોકોએ ડાઉનલોડ કરી છે. Mitron કંપનીનાં સીઈઓ શિવાંક અગ્રવાલે પોતાની પ્રેસ નોટમાં આની જાહેરાત કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.