Rajkot News/ હોસ્પિટલમાં સગર્ભાના ચેકઅપના વીડિયોનો ગોરખધંધો, દેશની અલગ અલગ હોસ્પિટલના વીડિયો હોવાની શક્યતા

રાજકોટમાં આવેલ પાયલ મેટરનિટી હોસ્પિટલમાં સગર્ભા મહિલાઓના વિકૃત માનસિકતા ધરાવતા લોકો દ્વારા મહિલાઓની સોનોગ્રાફી અને ગાયનેક સારવારના અંગત સંવેદનશીલ વીડિયો મામલે જાણો અપડેટ…..

Top Stories Gujarat Rajkot Breaking News

Rajkot News : રાજકોટની પાયલ મેટરનિટી હોસ્પિટલમાં સગર્ભા મહિલાઓના ચેકઅપના વીડિયો મીડિયા પર વાયરલ થતાં ખળભળાટ મચી ગયો છે. હોસ્પિટલ પર મહિલાઓના સંવેદનશીલ વીડિયો યુટ્યુબ અને ટેલિગ્રામ ચેનલો પર વેચવાનો આરોપ લાગ્યો છે. મળતી માહિતી અનુસાર, રાજકોટની 150 ફૂટ રિંગ રોડ પર આવેલી પાયલ મેટરનિટી હોસ્પિટલમાં આ અધમ કૃત્ય સામે આવ્યું છે. સગર્ભાના ચેકઅપના સીસીટીવી આ હોસ્પિટલમાંથી વાઇરલ થયા છે. વિકૃત માનસિકતા ધરાવતા લોકો દ્વારા મહિલાઓની સોનોગ્રાફી અને ગાયનેક સારવારના અંગત સંવેદનશીલ વીડિયો ટેલિગ્રામ અને યુટ્યુબ પર અપલોડ કર્યા હોવાનો પર્દાફાશ થયો છે. માનવતાને શર્મસાર કરતી આ ઘટનાને લીધે હાહાકાર મચી ગયો છે.

મળતી માહિતી મુજબ, હોસ્પિટલમાં આવતી સગર્ભા મહિલાઓના ચેકઅપ, સોનોગ્રાફી અને ગાયનેક સારવારના વીડિયો ગુપ્ત રીતે ઉતારીને તેને ઓનલાઈન પ્લેટફોર્મ પર વેચવામાં આવી રહ્યા હતા.  આ વીડિયો ટેલિગ્રામ અને યુટ્યુબ ચેનલો પર અપલોડ કરવામાં આવ્યા હતા, જ્યાં સબસ્ક્રિપ્શન દ્વારા તેની પહોંચ આપવામાં આવતી હતી. આ વીડિયો દેશની અલગ અલગ હોસ્પિટલના છે જેમાં દક્ષિણ ભારતની કેટલીક હોસ્પિટલના વીડિયો છે. ગુજરાતની પણ ઘણી હોસ્પિટલોના વીડિયો હોવાનું સામે આવ્યું છે. હાલ તો રાજકોટની પાયલ મેટરનિટી હોસ્પિટલના કેટલાક વીડિયો હોવાનું સામે આવ્યું છે. હજુ કેટલી હોસ્પિટલની આમાં સંડોવણી ખુલશે એ પોલીસ તપાસ બાદ જ બહાર આવશે.

માહિતી મુજબ માત્ર 999 રૂપિયામાં મેમ્બરશિપ આપીને આ વીડિયો બતાવવામાં આવતા હતા. કેટલાક સૂત્રોના જણાવ્યા અનુસાર ટેલિગ્રામ પર 15 જેટલા ગ્રુપ બનાવવામાં આવ્યા છે જેમાં 5 હજારથી વધુ વીડિયો અપલોડ કરવામાં આવ્યા છે. જેમાં અલગ અલગ ચેકઅપના ફોલ્ડર બનાવવામાં આવ્યા છે. જેમાં મહિલાઓના બ્રેસ્ટ ચેક, સોનોગ્રાફી, ગાયનેક સારવાર, બાળકનાં જન્મથી લઈને સિટી સ્કેન ચેકઅપ સહિતના વીડિયો ઉપલબ્ધ છે. ફોલ્ડરમાં બાળક જન્મનાં 50, એક્સ-રે નાં 250થી વધુ, ઈન્જેક્શનનાં 250થી વધુ અને ગાયનેક તપાસનાં 2500થી વધુ વીડિયો ક્લીપ ઉપલબ્ધ હોવાનો દાવો કરાયો છે.

આ મામલે પાયલ મેટરનિટી હોસ્પિટલે લૂલો બચાવ કર્યો છે. હોસ્પિટલના ડોક્ટર અમિત અકબરીએ મીડિયા સમક્ષ સ્વીકાર્યું છે કે વીડિયો તેમની હોસ્પિટલના છે, પરંતુ તેઓને ખબર નથી કે તે કેવી રીતે વાયરલ થયા. હોસ્પિટલના સંચાલકો આ મામલે કોઈ સ્પષ્ટ જવાબ આપ્યા વિના ભાગી રહ્યા છે.

આ ઘટના પ્રકાશમાં આવતા પોલીસ તપાસ શરૂ કરવામાં આવી છે. સાયબર ક્રાઈમ IT એક્ટ 66 E અને 67 કલમ હેઠળ ગુનો નોંધશે. આઈપી એડ્રેસ ટ્રેસ કરી લીંક સુધી પહોંચવામાં આવશે. હાલમાં મેઘા એમબીબીએસ યુટ્યુબ ચેનલ અને ટેલિગ્રામ ગ્રુપની તપાસ ચાલુ છે. આ ઘટનાએ ગુજરાતની આરોગ્ય સેવાઓ અને મહિલાઓની સુરક્ષા પર ગંભીર સવાલો ઉભા કર્યા છે. ડોક્ટરો અને હોસ્પિટલો પર દર્દીઓના વિશ્વાસને ઠેસ પહોંચી છે. આ મામલે ઝડપી અને કડક કાર્યવાહી કરવા પોલીસે તપાસ હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: હોસ્પિટલમાં સારવાર દરમિયાન ચેતજો! મહિલાઓની પ્રાઈવસી જોખમમાં, રાજકોટની હોસ્પિટલના વીડિયો

આ પણ વાંચો:જામનગરમાં રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂનો માતબર જથ્થો પકડાયો

આ પણ વાંચો:51000 લીટર દારૂ, 77 કરોડની કિંમતનો ડ્રગ્સ, ચૂંટણી પહેલા પોલીસની મોટી કાર્યવાહી