Bhavnagar News : ભાવનગર શહેરમાં વધુ એક ગંભીર અને ચકચાર મચાવતી ઘટના સામે આવી છે. મનોદિવ્યાંગ યુવતી સાથે તેના જ ઘરમાં ભાડે રહેતા શખ્સે દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું છે.પ્રાપ્ત માહિતી મુજબ, મજૂરીએ ગયેલી મહિલાની ગેરહાજરીમાં આરોપી શખ્સે ઘરમાં ઘૂસી યુવતી સાથે દુષ્કર્મ (Raped)કર્યું હતું
ઘટના બાદ મનોદિવ્યાંગ યુવતીએ પોતાની માતાને આપવીતી જણાવતાં મામલો બહાર આવ્યો હતો.આ ઘટનાને પગલે બોરતળાવ પોલીસ મથકમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે. પોલીસે ફરિયાદ નોંધીને આરોપીની ધરપકડ માટે તપાસ શરૂ કરી છે.
શહેરમાં વધતી દુષ્કર્મ (Raped) નીઘટનાઓને લઈ લોકોમાં ભારે રોષ ફેલાયો છે અને આરોપી સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે.
