Uttarayan Weather 2026: ગુજરાતના લોકપ્રિય પર્વ Uttarayanને હવે ગણતરીના કલાકો જ બાકી છે, ત્યારે પતંગબાજો માટે ખુશીના સમાચાર આવ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આ વર્ષે ઉત્તરાયણ પર પવનની ગતિ પતંગ ચગાવવા માટે એકદમ સાનુકૂળ રહેવાની છે. એટલે કે, આ વખતે આકાશમાં ‘કાઈપો છે’ અને ‘એ લપેટ’ ના નાદ જોરશોરથી ગુંજશે.

પવનની ગતિ: પતંગબાજો માટે આદર્શ સ્થિતિ
હવામાન વિભાગના જણાવ્યા મુજબ, 14મી જાન્યુઆરીએ પવનની ગતિ 5 થી 15 કિલોમીટર પ્રતિ કલાક રહેવાની શક્યતા છે. આ ગતિ પતંગને આકાશમાં સ્થિર રાખવા અને પેચબાજી લડાવા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. પવનની દિશા ઉત્તર-પૂર્વ તરફ રહેવાની શક્યતા હોવાથી પતંગરસિયાઓને પતંગ ચગાવવામાં કોઈ મુશ્કેલી નહીં નડે.

ઠંડીનો ચમકારો: વહેલી સવારે ધ્રુજારી વધશે
પવન તો સાનુકૂળ રહેશે, પણ પતંગબાજોએ કડકડતી ઠંડી માટે પણ તૈયાર રહેવું પડશે. આગામી 24 કલાકમાં તાપમાનમાં સામાન્ય વધારો થયા બાદ ફરીથી પારો ગગડશે. હવામાન વિભાગના મતે, આગામી 48 કલાક પછી તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો નોંધાશે. નલિયામાં અત્યારે પણ 7.6 ડિગ્રી સાથે સૌથી વધુ ઠંડી નોંધાઈ રહી છે, જેની અસર ઉત્તરાયણ (Uttarayan)ના દિવસે પણ જોવા મળશે.
આ પણ વાંચો: પૌષ્ટિક ચિકી, અન્ન વાનગીઓ અને હેલ્થ ચેકઅપ દ્વારા ઉત્તરાયણ બનશે વધુ તંદુરસ્ત
આ પણ વાંચો: ઉત્તરાયણ દરમિયાન પક્ષી બચાવ માટે ‘કરૂણા અભિયાન’ : અર્જુન મોઢવાડિયા
આ પણ વાંચો: મકરસંક્રાંતિએ કઈ રાશિનું નસીબ ચમકશે, જાણો તમારૂ આજનું રાશિફળ
