Bhavnagar News/ બગદાણા નવનીત બાલધીયા કેસમાં મોટો વળાંક, SIT એ બે PI ને પાઠવ્યા સમન્સ

Navneet Baldhiya કેસમાં SIT ની મોટી કાર્યવાહી. PI ડાંગર અને PI પટેલને સમન્સ પાઠવી IG ઓફિસે હાજર રહેવા જણાવાયું.

Top Stories Gujarat Others
Navneet Baldhiya

Navneet Baldhiya Case SIT Summons: ભાવનગરના બગદાણામાં નવનીત બાલધીયા (Navneet Baldhiya)ને માર મારવાના ચકચારી કેસમાં હવે તપાસનો ધમધમાટ તેજ બન્યો છે. આ કેસમાં રચાયેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) એ બે પોલીસ ઇન્સ્પેક્ટર (PI) ને સમન્સ પાઠવતા રાજ્યના પોલીસ બેડામાં ભારે ખળભળાટ મચી ગયો છે. સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર, SIT એ આ મામલે કડક કાર્યવાહીના સંકેતો આપ્યા છે.

Navneet Baldhiya કેસમાં બે પીઆઇને સમન્સ

સૂત્રોના જણાવ્યા અનુસાર, બગદાણાના PI ડાંગર અને PI પટેલને SIT દ્વારા સમન્સ પાઠવવામાં આવ્યા છે. આ બંને અધિકારીઓને આગામી 17 તારીખે IG ઓફિસે હાજર રહેવા માટે જણાવવામાં આવ્યું છે. આ કેસમાં પોલીસની ભૂમિકા અંગે ઊંડાણપૂર્વક તપાસ કરવા માટે આ પગલું ભરવામાં આવ્યું હોવાનું મનાય છે.

સત્તાવાર જાહેરાત હજુ બાકી

જોકે, આ સમન્સને લઈને SIT દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. પરંતુ આંતરિક વર્તુળોમાંથી મળતી આ માહિતીએ ચર્ચા જગાવી છે. નવનીત બાલધીયાને માર મારવાની ઘટના બાદ લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો, જેના પરિણામે નિષ્પક્ષ તપાસ માટે SIT ની રચના કરવામાં આવી હતી.

હવે 17 તારીખે થનારી પૂછપરછમાં શું નવા ખુલાસા થાય છે અને આ બંને પોલીસ અધિકારીઓ સામે શું પગલાં લેવાય છે, તેના પર સૌની નજર ટકેલી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: Bagdana Controversyના નવનીત બલોધિયા પર હુમલામાં ખૂલ્યું હવે મુંબઈ કનેકશન !

આ પણ વાંચો: ભાવનગર: બગદાણા વિવાદમાં પીડિત યુવકના સમર્થનમાં વધુ એક ધારાસભ્ય મેદાને

આ પણ વાંચો: નવનીત બાલધિયાને ન્યાય અપાવવા હવે કોળી સમાજના વકીલો મેદાનમાં